________________
१४८
श्रुतदीप-१
ત્યાંથી મરીને ભમરો થયો. (૫)
એ રીતે અનેક પ્રકારની પશુની કાયા મેં ધારણ કરી. હું જલચર સ્થલચર, અને ખેચર પક્ષી થયો. (૬) નરકમાં ઘણું બધું દુઃખ છે. જ્યાં ઘોર અંધારુ છે. (સાતમી ગાથાની પાંચમી અડધી લાઇન સમજાતી
નથી) (૭)
કોઇ અસુર પોતાનું વેર વિચારીને મારે છે. નિર્દય ના૨કી જીવોને સાથે બાંધીને મારે છે. (૮)
મનુષ્યભવના અવતારમાં હુ ગર્ભમાં રહ્યો છું. (૯)
જન્મે ત્યારે કેવી વેદના હોય છે? તે જીવ રાડ પાડીને રડે છે. યૌવન વયમાં કોઈના શ૨ી૨માં રોગ હોય છે. કોઈ પ્રિયના વિરહમાં દુ:ખી હોય છે. જ્યારે વૃદ્ધપણાની વેદના જાગે છે ત્યારે ભોગની ઈચ્છા થાય છે.
(૧૦)
દેવલોકની પદવી પ્રાપ્ત કરી મનમાં રંભાનુ ધ્યાન કરી બીજા દેવની સંપત્તિ જોઈને ઈર્ષા કરી. (૧૧) દેવલોકમાં છ મહિના આયુષ્ય બાકી રહેતા માળા કરમાઇ ગઇ. આ રીતે આર્તધ્યાન થયું. સ્થિતિ પૂર્ણ થતા મરીને ત્યાંથી ચ્યવન થયું. (૧૨)
પ્રભુ! તમારા વિના મેં ઘણાં દુ:ખ ભોગવ્યા છે. તે કહેતા પાર આવે તેમ નથી. (૧૩)
હું સંસારમાં મદમસ્ત હતો. મેં ક્યારેય પણ મારું સારું વિચાર્યું નથી. તમે સુખના દાતા છો, જગતના ત્રાતા છો એવું મે જાણ્યું નહીં. (૧૪)
ભાગ્યથી તમે મળ્યા છો. ગુણના ધામ છો, શ૨ણે આવેલાના સહાયક છો તેમ જ મા૨ા શ૨ણ છો. મારી ભવબાધા ને પૂરી કરો. (૧૫)
સંસાર રૂપી વસવાટમાં મારા ફેરા ન થાય અને સારું મોક્ષનું સુખ મળે તેમ કરો. (૧૬)
તમે શ૨ણ છો, તમે સહાયક છો, તમે સ્વજન છો, તમે માતા છો, તમે પિતા છો, તમે ભાઈ છો. મારી ઉપર દયા કરો (૧૭)
ભૂધર નામનો સેવક હાથ જોડીને આપના ઉંબરા ઉપર ઊભો છે. તમારા દાસને નીહાળીને નિર્ભય કરો. (૧૮)
૧-૮-૨૦૧૫, શનિવાર