________________
शामळापार्श्वनाथस्तवन सह बालावबोध
१०९
કરતાં કૃતિનાં બધા જ પદાર્થોનું યથાતથ અનુસરણ નથી કર્યું. કેટલાક પદાર્થોને ગૌણ કર્યા છે તો કેટલાક પદાર્થો કૃતિમાં નથી તેને પણ ઉદ્ધત કર્યા છે. ઉદાહરણરૂપે-સ્તવનમાં મનની નિશ્ચલતાને નૈવેદ્યપૂજા કહી છે, (ગા. ૧૨) સ્મૃતિ ને તાલ કહ્યો છે (ગા. ૧૪) સત્યને ઘંટનાદ કહ્યો છે (ગા. ૧૫) તે પૂજા ચતુર્વિશતિકા નથી.
પૂજા ચતુર્વિશતિકાની પંદરમી ગાથા પછી પૂજાનો મહિમા છે અને પૂજાનાં ફળનું વર્ણન છે. તેનો સમાવેશ સ્તવનમાં કર્યો નથી.
આ લેખમાં, પૂજા ચતુર્વિશતિકાના પાઠને શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનના સ્તવન સાથે સરખાવી કિંઇક અંશે સંશોધિત કરી ફરી પ્રગટ કર્યો છે. પૂર્વસંપાદકે તેનો અનુવાદ પણ કર્યો હતો તેને પણ અહીં શુદ્ધિ-વૃદ્ધિ સાથે પ્રગટ કર્યો છે. પૂ. ઉપાધ્યાયજી રચિત શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન પણ પ્રગટ કર્યું છે. તેની એક હસ્તપ્રત વર્ધમાન જૈન આગમ મંદિર કાત્રજપૂણે)માંથી પ્રાપ્ત થઈ છે. આ હસ્તપ્રતમાં સ્તવનનો બાલાવબોધ પણ છે. તેની રચના ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં જ થઈ હોવાનું સંભવે છે. કારણ કે સ્તવનની ત્રીજી ગાથામાં અંગુઠો શબ્દનો અર્થ ટુવાલ કર્યો છે. ટુવાલ શબ્દ સો વરસથી જૂનો નથી. સ્તવનની મુદ્રિત આવૃત્તિમાં અને ઉપલબ્ધ હસ્તપ્રતમાં ચાર સ્થળે પાઠભેદ જોવા મળે છે. દસમી ગાથામાં મુદ્રિત આવૃત્તિના સુવિજ્ઞાન પાઠને સ્થાને હસ્તપ્રતમાં સુવિશાસ્ત્ર પાઠ જોવા મળે છે બારમી ગાથામાં મુદ્રિત આવૃત્તિના નિશ્ચન પાઠને સ્થાને હસ્તપ્રતમાં નિશ્ચય પાઠ જોવા મળે છે. ચૌદમી ગાથામાં મુદ્રિત આવૃત્તિના નાદત વાર પાઠને સ્થાને હસ્તપ્રતમાં તે ન માર પાઠ જોવા મળે છે. આ જ ગાથામાં મુદ્રિત આવૃત્તિના શમતિ પાઠને સ્થાને હસ્તપ્રતમાં સમરતિ (સ્કૃતિ પાઠ જોવા મળે છે. અર્થની દૃષ્ટિએ હસ્તપ્રતના પાઠ વધુ સંગત જણાય છે.
શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં પૂના-ચર્વિતિના જે પદાર્થો નથી તેનો નિર્દેશ પણ કર્યો છે.
પૂજ્ય ઉપાધ્યાયજી મ. ના સાહિત્ય પ્રત્યે પ્રીતિ ધરાવતા વિદ્વાનોને, દ્રવ્યપૂજા દ્વારા ભાવમાં વૃદ્ધિ કરવા ઇચ્છતા ભક્તિયોગીઓને અને તુલનાત્મક અધ્યયન કરવાની રૂચિ રાખતા અભ્યાસુઓને આ સામગ્રી ગમશે એવો વિશ્વાસ છે.
સંપાદનકર્મમાં જિનાજ્ઞા વિરુદ્ધ કે બન્ને ગ્રંથકારના આશય વિરુદ્ધ કંઇ પણ વચન લખાયું હોય તો તેની ક્ષમા યાચીએ છીએ.