________________
शामळापार्श्वनाथस्तवन सह बालावबोध
પાંચ વ્યવહાર અને પંચાગી પ્રવચન તે કપાળને શોભાવતું તિલક છે. તે (પ્રભુના શ૨ી૨ ૫૨થી) નિર્માલ્યો ઉતારવા એટલે આત્માના વિભાવને દૂર ક૨વા. (૭)
भूसणमुज्झणमुवहिभावच्चयणं च अंगसब्भावो। भूसणपरिहावणयं अज्झप्पसहावणुब्भावो॥८॥
ભગવાનના શ૨ી૨ ૫૨થી ઘરેણાં ઉતા૨વા તે આત્માના ઉપાધિરૂપ બાહ્ય ભાવોનો ત્યાગ છે. (ધર્મના બે અંગલૂછણાં દ્વારા) અંગ એટલે સ્વભાવ આત્માના સ્વભાવ રૂપ અંગ તે સ્વચ્છ ક૨વું૧ ભગવાનને આભૂષણ પહેરાવવા તે આત્માના સ્વભાવનો અનુભવ ક૨વો. (૮)
विसयकसायग्गिसमो चंदणलेवो नियाणनिज्जवणं । जीवाइनवपयत्थतत्तं नवबंभसुद्धी वा ॥ ९ ॥
ચંદનનો લેપ એટલે વિષય અને કષાયરૂપી અગ્નિની શાંતિ. નવ નિદાનનો ત્યાગ, જીવ વગેરે નવ પદાર્થો અથવા નવ બ્રહ્મચર્ય વાડની શુદ્ધિ તે પ્રભુના નવ અંગ જાણવાં (૯)
पंचाचारविसुद्धी पणलक्खण भूसणाइ सम्मस्स। फोवयारकरणं तं पुण मालावरोह (व) णयं ॥ १० ॥
પાંચ આચારની શુદ્ધિ અથવા સમકિતના પાંચ લક્ષણો અને સમકિતના પાંચ ભૂષણો પુષ્પોપચાર છે. એટલે કે માળા બનાવીને પહેરાવવી ૩ (૧૦)
तत्तनयमाणचिंताघयपुण्णो नाणदीवओ जलिओ। तणिट्ठा य सरावं सुहकिरिया धूवपरिवाडी॥११॥
१११
તત્ત્વ, નય અને પ્રમાણ દ્વારા તત્ત્વની વિચારણારૂપ ઘીથી ભરેલો જ્ઞાનરૂપ દીવો પેટાવવો. તત્ત્વનો અર્થ એ કોડિયું સમજવું અને શુભક્રિયા રૂપ ધૂપની પરિપાટી રચવી (૧૧)
धम्मज्झाणग्गिजुया गयदूसणता णवंगअणुभासो। विहिकरणाइसुवासो परिमलपब्भारमुहि(द्दि)ट्ठो॥१२॥
ધર્મધ્યાનરૂપી અગ્નિ યુક્ત નિર્દોષતા, નવ અંગોનો અનુભાસ (?) સમજવો. વિધિપૂર્વક ક્રિયા રૂપ સુવાસ(વાસક્ષેપ) અથવા તેના સુગંધી પરિમલનો ઉછાળો સમજવો.૪ (૧૨)
सुक्कज्झाणालंबण चामरसेढी य छत्तसुक्कप्पा । अडमयठाणोज्झावणमडमंगलठावणं पुरओ ॥ १३॥
શુક્લ ધ્યાનના રૂપ આલંબન સ્વરૂપ ચામરની શ્રેણી રચવી અથવા શુક્લ ધ્યાન રૂપ છત્રો ધરવાં. આઠ મદસ્થાનોના ત્યાગ કરવા તે પ્રભુની આગળ આઠ મંગળનું આલેખન છે. (૧૩)
૧. આ અર્થ ઉપા,મ,ના, સ્તવનથી સ્પષ્ટ થાય છે ૩. આ અર્થ સ્તવનમાં નથી
૨. આ અર્થ સ્તવનમાં નથી
૪. આ અર્થ સ્તવનમાં નથી