________________
૮૪
नाणं च दंसणं चेव चरितं च तवो तहा।
विरीयं उवओगो य एयं जीवस्स लक्खणं ।' (नवतत्त्व-५)
શ્રુતદ્દીપ
૩૫યોનો લક્ષળમ્ (તત્ત્વાર્થ-૨. ૮) કહેવા દ્વારા શાસ્ત્રોમાં વર્ણન મળે છે. પણ તેને વધુ સરળ અને સ્પષ્ટ ક૨વાની અપેક્ષા રહે છે.
‘આત્માની આત્મતા’ કૃતિ આ પરિપ્રેક્ષ્યમાં સહાયક થાય તેવી છે. અહીં આત્માના ૬૯ ગુણો દર્શાવ્યા છે, પ્રસંગથી દ્રવ્યનાં ગુણ-પર્યાય-સ્વભાવનું વર્ણન છે, અને આત્માના અંતરાત્મા, બહિરાત્મા અને ૫૨માત્મા એવા ત્રણ વિભાગ કરી આત્માને ઓળખવાનો સરળ માર્ગ દર્શાવ્યો છે. આ દૃષ્ટિએ આ અતીવ ઉપયોગી કૃતિ છે. આત્મ-જિજ્ઞાસુઓને આ વાંચીને અપૂર્વ આનંદ સાંપડશે તે નિઃશંક છે.
સંપાદન :
આ કૃતિની ત્રણ હસ્તપ્રત મળી છે. બે પ્રત શ્રી ગુજરાતી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘસંચાલિત હસ્તલિખિત ભંડારથી પ્રાપ્ત થઇ છે. તે સુ. બાબુભાઇ સરેમલ બેડાવાળા (સાબરમતી) દ્વારા પ્રાપ્ત થઇ છે.
૧) ક્રમાંક-ડા. નં. ૨૩, પ્રત નં. ૧૬૨૨. પ્રત આત્માની આત્મતા એ નામે નોંધાયેલી છે. ઊભા ખરડા રૂપ એક પત્ર છે. પત્ર ૫૨ ૪૦ પંક્તિ છે. પ્રત સુવાચ્ય છે. લેખનપ્રશસ્તિ નથી.
૨) બીજી પ્રત નો ક્રમાંક-ડા. નં. ૩૧, પ્રત નં. ૨૩૪૯ છે. આ પ્રત આત્મસ્વરૂપ એ નામે નોંધાયેલી છે. કર્તા તરીકે શ્રી દેવચંદ્રજી મ. નો ઉલ્લેખ કર્યો છે પણ તે સાધાર જણાતો નથી. ઊભા ખરડા રૂપ એક પત્ર છે. પત્ર ૫૨ ૪૦ પંક્તિ છે. પ્રત સુવાચ્ય છે. લેખનપ્રશસ્તિ નથી.
૩) ત્રીજી હસ્તપ્રત શ્રી વર્ધમાન જૈન આગમ જ્ઞાનભંડા૨ કાત્રજ, પૂણેની છે. પ્રત આત્માની આત્મતા એ નામે નોંધાયેલી છે. આ પ્રત પૂ. આ. શ્રી હર્ષસાગરસૂ. મ. ની પ્રેરણાથી પ્રાપ્ત થઇ છે. તેનો ક્રમાંક–પોથી નં. ૫૩, પ્રત નં. ૬૨૫ છે. ત્રણ પત્ર છે. પત્ર ૫૨ ૧૧ પંક્તિ છે. પંક્તિમાં ૩૩ અક્ષર છે. પ્રત સુવાચ્ય છે. લેખનપ્રશસ્તિ નથી. તેના આધારે લિવ્યંતર અને સંપાદન કર્યું છે.
- વૈરાગ્યરતિવિજય વિ. સં. ૨૦૭૨, પોષ વદ ૬ શ્રુતભવન સંશોધન કેંદ્ર