________________
यति अंतिम आराधना
શુદ્ધ છે તે જ ધર્મનો અધિકારી છે. અંતિમ સમયે સમાધિ તે જ રાખી શકે જેનો આત્મા શુદ્ધ હોય. આત્મશુદ્ધિના છ પગથિયાં છે. તેને જ અંતિમ આરાધના કહે છે. અંતિમ આરાધનાથી આત્મા શુદ્ધ થાય છે. આત્મશુદ્ધિથી સમાધિ મળે છે. તે છ અધિકાર આ પ્રમાણે છે.
૧) સમ્યકત્વની શુદ્ધિ.
અઢાર પાપસ્થાનકનો ત્યાગ.
૨)
६९
૨)
૩)
ચોરાશીલાખ જીવયોનિની ક્ષમાપના.
૪) સંયમની વિરાધનાનું મિચ્છામિ દુક્કડં.
૫) દુષ્કૃતની ગર્હ.
૬) સુકૃતની અનુમોદના.
અંતિમ આરાધનાનો સ્વીકા૨ ક૨વાનો વિધિ આ પ્રમાણે બતાવ્યો છે. સારા મુહૂર્તમાં ભોજન કરી લીધા પછી શ૨ી૨ને પવિત્ર કરવું. એટલે શરીરની બાધાઓ ટાળી દેવી. ચતુર્વિધ સંઘને બોલાવવો. સામે ભગવાનની પ્રતિમા સ્થાપવી. ઇરિયાવહિયં ક૨વી, ચૈત્યવંદન કરવું, મુહપત્તિનું પડિલેહણ કરવું. બે વાંદણા આપવા અને ગુરુને આરાધનાસૂત્ર સંભળાવવાની વિનંતિ કરવી. ત્યાર પછી ગુરુ છ અધિકા૨ને વિસ્તા૨થી સંભળાવે.
૧) સમ્યક્ત્વની શુદ્ધિ-સમ્યક્ત્વ મોક્ષસાધનાનો પાયો છે. સગતિનું કારણ છે. એથી સર્વપ્રથમ તેની શુદ્ધિ ક૨વામાં આવે છે. અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે, ભગવાને કહેલું તત્ત્વ જ સત્ય છે. આ વાતને યાદ કરી સમ્યક્ત્વની શુદ્ધિ ક૨વી.
૬)
અઢાર પાપસ્થાનકનો ત્યાગ-અઢાર પાપસ્થાનકનું વિસ્તારથી વર્ણન કરીને, વિશેષરૂપે તેનો ત્યાગ ક૨વાની પ્રેરણા ગુરુ કરે છે.
૩) ચોરાશીલાખ જીવયોનિની ક્ષમાપના-ત્રીજા અધિકારમાં ચોરાશીલાખ જીવયોનિના ભેદ અને તેની ૧૦ પ્રકારે થયેલી વિરાધનાનું મિથ્યાદુષ્કૃત ગુરુ કરાવે છે. ૧૦ પ્રકારની વિરાધના ઇરિયાવહિયં. સૂત્રમાં દર્શાવી છે.
૪) સંયમની વિરાધનાનું મિચ્છામિ દુક્કડં-આ અધિકારમાં પાંચ મહાવ્રત અને છઠ્ઠાં રાત્રિભોજનવિ૨મણવ્રતની વિરાધનાનું વિસ્તારથી વર્ણન છે.
૫) દુષ્કૃતગાં- પાંચમાં અધિકારમાં ભિક્ષાના ૪૨ દોષ, પાંચ આહારના દોષ, સાધ્વાચારના અતિચાર, પંચાચારની વિરાધના, ૧૦ પ્રકારના યતિધર્મની વિરાધના, ચરણસિત્તરી અને કરણસિત્તરીની વિરાધના વગેરે દુષ્કૃત્યોની ગર્હા કરાવે છે.
સુકૃતની અનુમોદના - છાઅધિકારમાં જીવનમાં કરેલાં સુકૃત યાદ કરાવે છે. પાંચ મહાવ્રતોનો સ્વીકાર કર્યો. અષ્ટપ્રવચનમાતાનું પાલન કર્યું. આગમશાસ્ત્રોનો અભ્યાસ કર્યો-કરાવ્યો. શાસ્ત્રો લખ્યાં,