________________
श्रुतदीप-१
શુદ્ધ કર્યા. બીજાને વાંચવા પ્રત આપી. અરિહંતની, સાધુની, ગ્લાનની, તપસ્વીની, ગુરુની, વાચનાચાર્યની વૈયાવચ્ચ કરી. યોગ વહન કર્યા. તીર્થયાત્રાઓ કરી. અનેક પ્રકારનાં તપ કર્યા. કાઉસ્સગ્ન કર્યા. ભાવના ભાવી. નવકાર ગણ્યા. ચરણસિત્તરી અને કરણસિત્તરી સારી રીતે પાળી. આ બધા સુકૃતોની અનુમોદના ગુરુ કરાવે. તે પછી વિશેષ રૂપે પચ્ચકખાણ આપે, અભિગ્રહ આપે, ચાર શરણનો સ્વીકાર કરાવે. આ રીતે અંતિમ સમયની આરાધના ગુરુ સંભળાવે છે.
કૃતિનો રચનાસંવત વિ. સં. ૧૬૮૫ છે. આ કૃતિની એકમાત્ર પ્રત પ્રાપ્ત થઇ છે. તે ક્યા ભંડારની છે તેની ખબર નથી. પ્રતની લંબાઇ ૨૨. ૭ સે. મી. અને પહોળાઇ ૧૨ સે. મી. દરેક પત્ર પર ૧૪ પંક્તિ છે. અને દરેક પંક્તિમાં ૩૯ અક્ષર છે. તેનો લેખનસમય સંવંત-૧૮૯૯ પોષ-વદ-૩ સોમવાર છે. આ પ્રત પ. દુલીચંદે વિક્રમપુરમાં લખી છે. પ્રત ઘણે ભાગે શુદ્ધ છે. તેની પહેલી પ્રતિલિપિ અમૃતભાઈ પટેલે કરી છે. પ્રતની ભાષા જૂની ગુજરાતી છે. મોટે ભાગે સમજી શકાય તેવી છે. અશુદ્ધ પાઠને સંપાદન સમયે સુધારી લેવામાં આવ્યાં છે. અસ્પષ્ટ પાઠની સામે (?) ચિહ્ન દર્શાવ્યું છે. અધૂરા પાઠને પૂરા કરી પાદટીપમાં દર્શાવ્યા છે. એકંદરે આ કૃતિ અંતિમ આરાધનામાં ખૂબ સહાયક બને તેવી છે.
સા. શ્રીહર્ષરેખાશ્રીજીના શિષ્યા
સા. જિનરત્નાશ્રી
१. बाणाष्टरसभौमाब्दौ (१६८५) रिणीनगरसंस्थितैः। यत्यन्त्याराधना चक्रे समयादिमसुन्दरैः।।