________________
श्रुतदीप-१
તેરસની સાંજના સમયે અકબરે કાશમીર વિજય માટે શ્રીરાજ શ્રીરામદાસજીની વાટિકામાં પ્રથમ પ્રવાસ કર્યો હતો. ત્યાં જ સમસ્ત રાજાઓ, સામંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં કવિએ પોતાનો નૂતન ગ્રંથ સંભળાવીને સહુની સન્મુખ સિદ્ધ કરી બતાવ્યું કે મારા જેવો એક અદનો વ્યક્તિ પણ એક અક્ષરના એક લાખ અર્થ કરી શકે છે. તો સર્વજ્ઞની વાણીનાં અનંત અર્થ કેમ ન થાય? આ ગ્રંથ સાંભળીને સૌ ચમત્કૃત થયા અને વિદ્વાનોના સન્મુખ જ સમ્રાટે આ ગ્રંથને પ્રમાણિત કર્યો.
મહોપાધ્યાય શ્રી સમયસુંદરજીને મહાકવિ રૂપે પ્રતિષ્ઠાપિત કરવા માટે એમનું શ્રી જિનસિંહસૂરિ પદોત્સવ કાવ્ય જ પર્યાપ્ત છે. આ કાવ્યમાં રઘુવંશ કાવ્યના ત્રીજા સર્ગની પાદપૂર્તિના રૂપમાં શ્રી જિનસિંહસૂરિ ના આચાર્ય પદોત્સવનું વર્ણન કર્યું છે. આ પદોત્સવ સમ્રાટ અકબરના આગ્રહથી યુગપ્રધાનઆ. શ્રી જિનચન્દ્રસૂરિના આદેશ મુજબ મહામંત્રી કર્મચંદ બચ્છાવતે સંવત્ ૧૬૪૯, ફાગણ સુદ બીજને લાહોરમાં આયોજિત કર્યો હતો. દા. ત. બે પદ્ય જુઓ
यदध्वरेखाभिधमंहिपङ्कजे, भवान्ततः पूज्यपदप्रलब्धवान्। प्रभो! महामात्यवितीर्णकोटिशः सदक्षिणादोहद! लक्षणं दधौ॥१॥ अकब्बरोक्त्या सचिवेश सद्रूं, गणाधिपं कर्विति मानसिंहकम। गुरोर्यकः सूरिपदं यतिव्रतिप्रिया प्रपेदे प्रकृतिप्रिये वद॥२॥
એવી રીતે આચાર્ય શ્રી માનતુંગસૂરિ પ્રણીત ભક્તામર સ્તોત્રના ચોથા ચરણની પાદપૂર્તિરૂપ કાવ્યની રચના કરી છે. આમાં કવિએ આચાર્ય શ્રી માનતુંગસૂરિજીની જેમ જ ભગવાન શ્રી આદિનાથને નાયક માનીને સ્તવના કરી છે. આ કૃતિ પણ અત્યંત જ પ્રોજ્જવલ અને સરસ-માધુર્ય સંયુક્ત છે. કવિનું સ્તવના સમયે ભાવુક સ્વરૂપ જુઓ અને સાથે શબ્દયોજના પણ જુઓनमेन्द्रचन्द्र! कृतभद्र! जिनेन्द्रचन्द्र! ज्ञानात्मदर्श-परिदृष्ट-विशिष्ट! विश्व!। त्वन्मूर्तिरर्तिहरणी तरणी मनोज्ञे- वालम्बनं भवजले पततां जनानाम्॥१॥ કવિની ઉપમા સાથે ઉત્યેક્ષા જુઓ'केशच्छटा स्फुटतरा' अधदङ्गदेशे, श्रीतीर्थराजविबुधावलिसंश्रितस्त्वम्। मूर्धस्थकृष्णतलिकासहितं च शृङ्गमुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम्॥३०॥ કવિની સંવત્ ઉલ્લેખવાળી સર્વપ્રથમ રચના ભાવશતક છે. એની રચના સંવત્ ૧૬૪૧ માં થઈ છે. આમાં આચાર્ય રચિત કાવ્યપ્રકાશમાં વર્ણિત ધ્વનિને આધારે વાચ્યાતિશાયી ભંગના કેટલાંક ભેદો ઉપર કવિએ વિશદતાથી વિચાર કર્યો છે.
ભાષા જ્ઞાન- કવિનો જેમ સંસ્કૃત ભાષા ઉપર અધિકાર હતો તેમ જ પ્રાકૃત, રાજસ્થાની, સિંધી આદિ ભાષાઓ ઉપર પણ અધિકાર હતો. પ્રાકૃત અને સંસ્કૃત મિશ્રિત પાર્શ્વનાથ સ્તોત્રનું પ્રથમ પદ્ય જુઓ
लसण्णाण-विन्नाण-सन्नाण-गेहं, कलाभिः कलाभिर्युतात्मीयदेहम्। मणुण्णं कलाकेलिरूवाणुगारं, स्तुवे पार्श्वनाथं गुणश्रेणिसारम्॥१॥