________________
यति अंतिम आराधना
મરણના ભયથી કે મરણ ક્યારે આવશે? કેવી રીતે આવશે? કેવું આવશે? એવી ઉત્સુકતાથી પણ ૫૨ થઇ જવામાં પસાર કરે છે. કાયાની મમતાને ઉતા૨વા અનશન સ્વીકારી લે છે. આહાર પાણીનો ત્યાગ કરે છે. એકાગ્રતા સાધવા શરીરને સ્થિર કરી દે છે. મૌનની ગહરાઇમાં ઉતરી જાય છે. મનની શાંતિ બનાવી રાખે છે.
આ ભૂમિકા પ્રાપ્ત ક૨વી આસાન નથી. વરસોની સાધના જોઇએ, પારાવાર હિંમત જોઇએ, ઉંચા ગજાનું સત્ત્વ જોઇએ, ઉંડો શાસ્ત્રબોધ જોઇએ, અડગ શ્રદ્ધા બળ જોઇએ, મનની સમસ્યાઓને ઉકેલી શકે તેવી પારદર્શી પ્રજ્ઞા જોઇએ. પરમાત્માની કરુણા, ગુરુની કૃપા અને શાસ્ત્રોનાં સ્વાધ્યાય (સ્વ+અધ્યાય) વિના આ શક્ય નથી. મહાપચ્ચક્ખાણ નામનાં આગમ સૂત્રમાં કહ્યું છે-સંલેખના માટે બાર વરસની સાધના કરવી. અંત સમયને કેવી રીતે ઉજાળી શકાય? તે માટે પૂર્વપુરુષોએ અનેક શાસ્ત્રો રચ્યાં છે. તેમાનાં કેટલોકનો પરિચય કરીએ.
૧)
૨)
૩)
૪)
૫)
६५
૬)
૭)
મ૨ણવિભક્તિ-આ આગમમાં આવિચિ વગેરે સત્તર પ્રકા૨નાં મરણનું વર્ણન છે.
આત્મવિશુદ્ધિ-આ આગમમાં આલોચના, પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત દ્વારા આત્મા વિશુદ્ધ કેવી રીતે થઇ શકે તેનું વર્ણન છે.
સંલેખના શ્રુત-આ આગમમાં બાર વર્ષ સુધી સંલેખના કેવી રીતે થઇ શકે તેનું વર્ણન છે. શ૨ી૨ની મમતા ઉતારવાનો પ્રયાસ અને કષાયોની તાકાત તોડવાનો પ્રયાસ તે સંલેખના. અનશન સ્વીકરતા પહેલા બાર વરસ સુધી આ અભ્યાસ ક૨વાનો હોય છે. આ ત્રણ આગમો હાલ મળતા નથી. આતુ૨પ્રત્યાખ્યાન-આ આગમ ઉપલબ્ધ છે તેમાં શ૨ી૨માં માંદગી આવે ત્યારે કેવા પ્રકારની સાધના ક૨વી તેનું વર્ણન છે. આ આગમ ઉપલબ્ધ છે. પ્રકીર્ણક આગમોમાં તેનું સ્થાન છે. ગણધર ભગવંત સિવાયના પ્રભુના શિષ્યોએ રચેલા બોધવચનોને પ્રકીર્ણક સૂત્ર કહેવાય છે. આ નામના બે આગમ છે. મહાપ્રત્યાખ્યાન-જીવનના અંત સમયે જે પચ્ચક્ખાણ ક૨વામાં આવે છે તે મહાપચ્ચક્ખાણ કહેવાય. તેમાં શ૨ી૨નો પણ ત્યાગ કરવામાં આવે છે.
ચતુઃશરણપ્રકીર્ણક-ગાથા ૨૭)અંતસમયે આરાધનાનાં આલંબન રૂપે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણ સ્વીકારવામાં આવે છે તેનું વર્ણન આ આગમમાં છે.
મ૨ણસમાધિપ્રકીર્ણક-આ આગમમાં મરણ સમયે સમાધિ કેવી રીતે કેળવવી તેનું વર્ણન છે. આગમ ઉપરાંત પણ પ્રાચીન મહાપુરુષોએ અંતિમ આરાધનાને લગતાં અનેક અર્થગંભી૨ શાસ્ત્રોની રચના કરી છે. ?
૮)
આરાધનાપતાકા- પ્રાચીન આચાર્ય ભગવંતે આ શાસ્ત્રની રચના કરી છે. તેની ૯૩૨ ગાથા છે. તેમાં ઉત્તમાર્થ = મરણ સમયે સમાધિ જાળવવા બત્રીસ મુદ્દાની સંકલના કરી છે.
૬. આગમપ્રભાકર પૂ. મુનિવર શ્રીપુણ્યવિજયજી મ. એ આવા શાસ્ત્રોનું સંકલન કર્યું હતું તે શ્રી અમૃતભાઇ ભોજકે સંપાદિત કર્યું છે. તેમ જ મહાવીર વિદ્યાલય ત૨ફથી પફળયા ભા. ૧-૨માં મુદ્રિત થયું છે.