Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ श्रीमद् बुद्धिसागरजीकृत ॥ श्राद्धधम्मस्वरूप યાને (બાવન ધર્મ વ) શ્રાવકના પૂર્વોક્ત એકવીસ ગુણને જે ધારણ કરે છે, તે માત્રા પણું પામવાને માટે યોગ્ય ગણાય છે. શ્રાવક શબ્દનો અર્થ નીચે પ્રમાણે જોવો. श्लोक श्रद्धालुतां श्राति श्रृणोति शासनं, दानं वपेदाशु वृणोति दर्शनम् ; कृन्तल्यपुण्यानि करोति संयमं; તૈ શ્રાવ ત્રાહુ મા વક્ષ: ( ) જે શ્રદ્ધાળુતાને અંગીકાર કરે. શાસનને સાંભળે–દાનને આપે અને દર્શન નને વરે. પાપને છેદે અને સંયમને કરે તેને વિચક્ષણે શ્રાવક કહે છે. સ્થાનાંગ સૂત્રમાં શ્રાવકના ભેદ બીજી રીતે કહયા છે, તira चउविहा समणोवासगा पन्नत्ता तंजहा. अम्मापिय समाणे, भायसमाणे, मित्त समाणे, सवत्तिसमाणे, अहवा चउविहा समणोवासगा पन्नत्ता, तंजहा. अभ्यससमाणे, पडागसमाणे, खाणुसमाणे, खरंटसमाणे, एतेच साधुन्नाश्रित्य दृष्टव्यास्तचामीषां चतुण्णा मध्ये कास्मन्नवतरन्तीति ? શ્રમણોપાસક (શ્રાવક) ચાર પ્રકારના કહ્યા છે, તે આ રીતે મા બાપ સમાન, ભ્રાતાસમાન, મિત્ર સમાન, અને શક્ય સમાન. મા બાપ સમાન શ્રાવક હોય છે તે સાધુ વર્ગની પ્રેમથી ભક્તિ કરે છે. મા બાપ પિતાના પુત્રના છિદ્રો ઢાંકે છે, અને ગુણે પ્રગટ કરે છે, પુત્રોના ઉન્નતિ માટે સદાકાલ પ્રયત્ન કરે છે, પોતાના પુત્રોને કારણ પ્રસંગે એકાન્તમાં શિખામણ આપે છે, પુત્રોની ઉન્નતિ દેખી ખુશી થાય છે, પુત્રો પર અત્યન્ત સ્નેહ ધારણ કરે છે, પુત્રો માટે મરી મથે છે તેમ કેટલાક શ્રાવકે સાધુઓ આશ્રયી માબાપ જેવા હોય છે. સાધુઓને પંચાચાર પાળવામાં તનમન અને ધનથી સહાય કરે છે. પરમ પ્રેમથી સાધુની ભકિત કરે છે. સાધુઓના દુર્ગુણો ઠેરઠેર બોલતા નથી, પણ તેમાં જે જે સદ્ગુણો હોય છે, તેને સર્વત્ર ફેલાવે છે. સાધુઓની કોઈ નિન્દા કરે છે, તો તેને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44