Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાનું દુઃખ તેમજ રોગ અને સુધા વગેરેથી થતાં દુઃખને પાર આવે તેમ નથી. આત્માર્થી મનુષ્ય અસાર એવા સંસારથી વિરકત થાય છે. અને ભોગ અને ઉપભોગ પદાર્થોને તૃપ્તિના હેતુભૂત માનતા નથી. જે એકવાર ભોગવવામાં આવે છે તેને ભોગ કહે છે અને જે વારંવાર ભેગવવામાં આવે છે તેને ઉપભોગ કહે છે. આહાર, ઓષધ વગેરે ભોગ પદાર્થો છે. ઘર, શયા, વસ્ત્ર વગેરે ઉપભોગ પદાર્થો છે. ભોગ અને ઉપગ પદાર્થોથી ઈ. ચન્દ. ચક્રવર્તિ જેવાઓને કદી સુખ થયું નથી અને ભવિષ્યમાં થનાર નથી. બેગ અને ઉપભેગ પદાર્થોને ભોગવનારાઓ ઉલટા તે તે પદાર્થોથી કેટલીક વખત દુઃખી થાય છે. આ અસાર સંસારમાં ભોગ અને ઉપભોગ વડે સુખ લેવા મનુષ્ય રાત્રિ દિવસ ઉદ્યમ કરે છે, પણ અને બિચારા થાકીને કહે છે કે અરે ! અમને કંઇ પણ સુખ મળ્યું નહીં. દુનિયામાં અનાદિકાળથી જીવ આહારનું ભક્ષણ કરે છે તેને જે ઢગલો કરવામાં આવે તે પર્વતે સહિત પૃથ્વીથી પણ વધી પડે. સમુદ્ર કરતાં આ જીવે અધિક જલનું પાન કર્યું તે પણ હજી તેથી તૃપ્તિ થઈ નથી અને ભવિષ્યમાં થવાની નથી. આ જીવે ફુલ, ફળ વગેરે પણ ઘણું પૂર્વકાળમાં વાપર્યાં અને હજી વાપરે છે તે પણ તેથી તૃપ્તિ થઈ નથી અને થવાની નથી. દેવતાઓ ઘણા કાળ પર્યત ભોગો ભોગવે છે તો પણ તેનાથી અને ભ્રષ્ટ થાય છે અને શોક વગેરેથી દુ:ખના સાગરમાં ડુબકીઓ મારે છે. ભાગને માટે આત્મા છે કે આત્માને માટે ભોગ છે ? આત્મા ભાગને ભોગવવાથી કદી શાન્તિ પામનાર છે? શું આજ સુધી કોઈએ બાહ્યના ભાગેબી નિત્ય શક્તિ પ્રાપ્ત કરી છે ? અલબત કહેવું પડશે કે બાહ્ય પદાર્થોને ભાગરૂપ કલ્પીને મિથ્યા પ્રયત્ન કરાય છે. ભોગોને ભોગવવામાં સુખ છે સુખ છે એમ માનીને સો વર્ષ પર્યત, તેઓને ભોગવ્યા કરે અને અને અનુભવથી તમારે કહેવું પડશે કે ભગોથી સુખ થયું નથી અને હવે થશે નહીં. ભોગ પદાર્થો કંઈ મનુષ્યને સુખ આપવા ઉત્પન્ન થયા નથી અને તેમનામાં મનુષ્યને સુખ આપવાનું સામર્થ્ય પણ નથી, તેમ છતાં મૂઢ છે, કૂતરું જેમ હાડકાને (અસ્થિને) કરંડે અને લોહી નીકળે છે તો પણ મૂકતું નથી તેમ ભેળપદાર્થોમાં રાચામાચીને રહે છે, અને તેમાં જ પિતાનું અમૂલ્ય જીવન હારે છે. ભાવત્રાવક તવોનું સમ્યફ સ્વરૂપ જાણે છે તેથી ભોગ અને ઉપભાગના પદાર્થોમાં રાગ કરતો નથી. ઉત્તમ એવો ભાવશ્રાવક સગાંવહાલાં વગેરેના અનુરોધથી કામગમાં પ્રવૃત્તિ કરે છે, સારાંશંકે કામ ભેગમાં પોતે સુખબુદ્ધિ ધારણ કરતો નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44