Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટેવ હોય છે. પણ જે માધ્યસ્થ હોય છે તે તે જ્ઞાનદષ્ટિથી સર્વ બાબતનું મનન કરી સત્ય સિદ્ધાન્તને અંગીકાર કરે છે. મનમાં હિતની ઇચ્છાને ધારણ કરી સત્યને અવલંબે છે. પરસ્પર ગચ્છમાં પડેલા મતભેદોનું સૂક્ષ્મ દૃષ્ટિથી મનન કરે છે. ગીતાર્થ ગુરૂના ઉપદેશનું સમ્યગૂરીયા પાન કરવાને તે સમર્થ થાય છે. આગમયુક્તિથી ધર્મતને સમજે છે. લેહગ્રાહક વાણીયા ની પેઠે મેં ગ્રહ્યું તે સાચું એવું માનતા નથી. જે મધ્યસ્થ હોય તે ભાવ શ્રાવકત્વ પામવાને યોગ્ય ગણાય છે. જે કઈ દષ્ટિરાગથી એકાત કદાગ્રહ કરે છે તે ભાવશ્રાવકપણું પામવાનો અધિકારી બનતું નથી. પ્રદેશ રાજાએ માધ્યસ્થદષ્ટિથી જ કેશીકુમારનો બોધ સાંભળે તો સમકિત પામ્યો. જૈન શાસ્ત્રમાં અનેક બાબતના પાઠે આવે છે તેમાં કોઈ પાઠ સંબંધી પિતાની બુદ્ધિથી કદાગ્રહ પકડી લેવામાં આવે તે ઉત્સવ બલવાન મહાન દેષ પ્રાપ્ત થાય છે માટે ભાવશ્રાવકે સર્વથા પ્રકારે અસગ્રહને ત્યાગ કરે છે. જે માધ્યસ્થ હોય છે તે અસંબદ્ધગુણ પ્રાપ્ત કરી શકે છે માટે હવે ચઉદમાં ગુણ બાદ પન્નરમાં ગુણનું વર્ણન કરે છે. भावश्रावकना पन्नरमा गुणने कहेछे. જાથા भावतो अणवरयं-खण भंगुरयं समत्थवत्थूण, સંઘતો વિધાયું–વાન વિંધસંબંધ છે ૧૬ ભાવાર્થ સર્વ વસ્તુઓની ક્ષણભંગુરતાને પ્રતિદિન ભાવ છત, બાહ્યથી ધનાદિકમાં જોડાયલ છતે પણ અન્તરથી પ્રતિબંધને ત્યાગ કરે છે. જમમાં સર્વે વસ્તુઓ ક્ષગુભંગુર છે. ક્ષણે ક્ષણે વસ્તુઓનાં રૂપ બદલાય છે. શરીર પણ સદા કાલે એક સરખું રહેતું નથી. શરીરમાં અનેક પ્રકારના રોગ ભર્યા છે. શરીરની ઉત્પત્તિ થઈ છે તો તેને એક દિવસ નાશ થાય છે. જે બાલ્યાવસ્થામાં શરીર હોય છે તે યુવાવસ્થામાં ફરી જાય છે અને જે યુવાવસ્થામાં હોય છે તે વૃદ્ધાવસ્થામાં ફરી જાય છે. કેટલાકનાં શરીર સ્મશાનમાં દટાયાં અને કેટલાકનાં શરીર સ્મશાનમાં બળ્યાં. જે મોટા યોદ્ધાઓ પૂર્વે હતા તેઓના શરીરની ખાખ પણ હાલ મળતી નથી. વૈરાગી ભાવશ્રાવક શરીરની ક્ષણભંગુરતા ભાવ છત અન્તરથી શરીરમતિ મમત્વ ધારણ કરતો નથી. કુટુંબ, હાથી, ઘેડા, ધન, હવેલી, દુકાન, અને બગીચા વગેરેને બાહ્યથી સંબંધ રાખતો છતે પણ અન્તરથી ન્યારો રહે છે. દુનિયાની વસ્તુઓને લાભ થાય છે તે પણ હર્ષ થતો નથી અને સ્વજન, ધન વગેરેને કદાપિ નાશ થાય છે તે શેકસાગરમાં ડુબી જતું નથી. નવવિધ પરિગ્રહમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44