Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ પણ આવશ્યકતા છે. જ્ઞાનગર્ભિતવૈરાગ્ય અને અધ્યાત્મજ્ઞાનના અભ્યાસથી ભાવશ્રાવકે અરકતદિગુણ પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. જ્ઞાનગર્ભિત વૈિરાગ્યવડે રાગાદિકને મનમાં ઉત્પન્ન થતાંજ જીતે છે. તેઓ વિચારે છે કે દુનિયાની કોઈપણ વસ્તુ ખરેખર આત્માની સાથે આવનાર નથી. આત્મા દુનિયાના સકળ પદાર્થો તજીને પરભવમાં ચાલ્યો જાય છે. દુનિયાની વસ્તુઓમાં અહં મમત્વ ભાવની કલ્પના જૂડી છે. ભાવશ્રાવક, સંસાર વ્યવહાર ઉચિત એવાં દુનિયામાં કાર્યો કરે છે પણ અન્તરથી તે તેઓ ન્યારા રહે છે અથાત બાહ્ય કાર્યોમાં રાગ કે દ્વેષથી મુંઝાતા નથી. કોઈના ઉપર વૈર કરતા નથી. કોઈના ઉપર રાગ કરતા નથી. કોઈનું ઊંધુવાળવા પ્રવૃત્તિ કરતા નથી. કેઈની મશ્કરી કરીને કલેશ ઉત્પન કરતા નથી. કોઈની સાથે વિરની પરંપરાને વધારતા નથી. ભાવશ્રાવક પિતાના ગુણસ્થાનકની હદ પ્રમાણે અરકત દ્વિષ્ટભાવને ધારણ કરીને જૈન ધર્મની આરાધના કરે છે અને તેથી તે વખત આવે સાધુની દીક્ષા અંગીકાર કરીને સર્વ વિરતિરૂપ ઉત્તમ ચારિત્ર પાળવાને સમર્થ બને છે અને કમને ક્ષય કરે છે. માટે તેરમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરવા માટે પુરૂષો અને બહેનોએ ઉદ્યમ કરવો જોઈએ. જે શ્રાવક, અરકતદિક ભાવને ધારણ કરે છે તેજ માધ0 ગુણને પ્રાપ્ત કરી શકે છે માટે તેરમા ગુણનું વર્ણન કર્યા બાદ ચાદમાં ગુણનું વર્ણન કરે છે. भावभावना चउदमा गुणनें कहेछे. માથાં उवसम सार वियारो-बाहिज्जइ नेव राग दो हिं, मझ्झत्थो हियकामी-असग्गहं सव्वहाचयइ ।। १४ ॥ ભાવાર્થ-ઉપશમસાર વિચારવાળો ભાવશ્રાવક રાગદ્વેષથી પરાભવ પામત નથી. હિતકામ માધ્યસ્થભાવશ્રાવક સર્વ પ્રકારે કદાગ્રહનો ત્યાગ કરે છે. - રાગાદિ કષાયોને દબાવવા તેને ઉપશમ કહે છે. ઉપશમભાવવડે જે ધર્માદિકનું સ્વરૂપ વિચારે છે તે કોઈ પણ પક્ષમાં પડતું નથી મેં ઘણું લોકો સમક્ષ આ પક્ષ સ્વીકાર્યો છે અને ઘણા લેકેએ મારા પક્ષને પ્રમાણ કર્યો છે માટે તે માનેલા પક્ષને હવે કેમ તજી દઉં એમ વિચારીને પિતાના અસત પક્ષના અનુરાગમાં પડતું નથી અને તેથી તે ભાવશ્રાવક અમારે આ શત્રુ છે કેમકે તે અમારા પક્ષનો દૂષક છે માટે સામાને હલકે પાડી તેની પ્રતિષ્ઠા ઘટાડું એવી દેષ ભાવનાને તે કરતા નથી. પોતે જે પક્ષ પકડે હેય તે ખોટો હોય તે પણ પુષ્ટિ કર્યા કરે એવી કદાગ્રહી માણસને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44