________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
રનાર શ્રાવક ગૃહવાસને પાશની સમાન માને છે. માટે એ છઠ્ઠા ગુણ કહ્યા બાદ હવે સાતમા ગુરુને કહે છે.
માવત્રાવના સાતમા મુળને કહે છેઃ—.
गाथा
गिहवासं पासं पिव- मनतोस दुरिकओतंमि
चारित्तमोहाणिज्जं निज्जिणिउ उज्जमं कुणइ ॥ ७ ॥
ભાવાર્થ=ગૃહવાસને પાશની પેઠે માનતા થકા દુ:ખીત થઇ તેમાં વાસ કરે છે, અને ચારિત્રમેહનીય કર્મ જીતવાને ઉદ્યમ કરે છે. ભોગાવલી કમૈના તીવ્ર ઉદયે ગૃહાવાસમાં વસે છે તાપણુ ગૃહાવાસમાં સુખની બુદ્ધિ ધારણ કરતા નથી. સંસાર ભીરૂ ભાવશ્રાવક માતા પિતા વડેરેના પ્રતિબન્ધથી દીક્ષા લેઇ શકતા નથી. તે પણ તે ચારિત્રની ભાવના કરતા છતા સંસારમાં પડી રહે છે, અને ચારિત્રમેાહનીયને ટાળવા પ્રયત્ન કરે છે. ચાર કષાયના સેળભેદ અને નવ નાકષાય એ પચ્ચીશ ચારિત્રમે હનીય કહેવાય છે. શ્રાવક ચારિત્રમે હન.યને જીતવા દરરોજ પ્રયત્ન કરે છે. આત્મજ્ઞાન, વૈરાગ્ય અને તપ વગેરેથી કષાયના વેગેાને જીતે છે. ચારિત્રમેહનીયના ઉછાળાની સાથે યુદ્ધ કરે છે. બાર ભાવના વડે કષાયેાને મન્દ કરે છે. કષાયેાનું સ્વરૂપ નિવાવારીને તેને જીતવાના ઉપાયા શોધે છે. ચારિત્રમેહનીયને મનમાં ઉત્પન્નથતીજ નિવારવાને પ્રયત્ન કરે છે. ક્રોધ માન, માયા અને લાભ વગેરે ચા રિત્રના નાશકારક દોષો હઠાવવાને પેાતાના આત્માના ઉપયેાગ વધારે છે. ચારિત્રથી મુકિત થાય છે એમ શ્રદ્દા કરે છે. શાસ્ત્રામાં કહ્યું છે. કેઃ—
શુદ્ધ ચારિત્ર ધરવાસમાં વસનારને સંભવતુ નથી. ભાવશ્રાવક ચારિત્ર ધારક મુનિયાને ત્રિકાલ વન્દના કરેછે, ચારિત્રધારક મુનિયાના ગુણા જ્યાં ત્યાં ગાયા કરે. કદી પ્રાણાન્તે પણ ચારિત્રધારકની નિન્દા કરે નહીં. દેવે ન્દ્રો પણ ચારિત્રધારક મુનિયાને વન્દન કરે છે. કાઇ સાધુની હેલના જા અપમાન કરે નહીં. આવી રીતે વર્તતા ભાવશ્રાવક કાઇ વખત ચારિત્રને પ્રાપ્ત કરી શકે છે, અને ગૃહાવાસના ત્યાગ કરી શકે છે, ગૃહાવાસને પાશ સમાન માનનાર ભાવશ્રાવક સાપણું અંગીકાર કરી સારી રીતે પાળી શકે છે. માટે ભાવ શ્રાવકપણું પ્રાપ્ત કરવા પુરૂષા અને સ્ત્રીઓએ ઉદ્યમ કરવા જોઇએ. ગૃહવાસને પાશ સમાન જિનમતની શ્રદ્ધા વિના માની શુકાતો નથી માટે આસ્તિકતા ગુણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. તેથી તે આઠમા ગુણને કહે છે.
-
માત્ર વિના આઠમા ગુળને કહે છેઃ
For Private And Personal Use Only