Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ–શકિન ગેપવ્યા સિવાય. તેમજ પિતાના આત્માને અબાધા ના થાય, જેમ જાજુ થાય તેમ સુમતિ ભાવશ્રાવક, દાનાદિક ચાર પ્રકારના ધર્મને આદરે છે. પિતાના આત્માની શકિત પ્રમાણે ભાવશ્રાવક, ચતુર્વિધ ધર્મને કરે છે. વધુ ધનવાળા હોય તો અતિતૃષ્ણાવાળે થતો નથી. અલ્પ લક્ષ્મી હોય તે ઘણો ઉદાર થતા નથી. કારણકે અ૫લક્ષ્મી છતાં ઘણો ઉદાર થાય તે સર્વ સંપત્તિને અભાવ થાય અને તેથી ગૃહસંસાર ચલાવતાં અનેક જાતની મુશ્કેલીઓ નડવાથી ધમને પણ સાધી શકે નહીં. ભાવશ્રાવકે આવક પ્રમાણે દાન કરવું. નકામા ફુલણજીની પેઠે ફુલાઈ જઈને કુપાત્રમાં લક્ષ્મીનું દાન કરવું હિતાવહ જણાતું નથી. આવક પ્રમાણે દાન કરનાર થવું અને આવક પ્રમાણે ખર્ચ રાખનાર થવું, અને આવક પ્રમાણે ભંડારમાં દ્રા સમાપનાર થવું, યથાશકિત અનુસારે જ્ઞાનક્ષેત્રમાં દાન વાપરવું. દાનગુણુના ઘણે ભેદ છે. અભયદાન, સુપાત્રદાન. ઉચિતદાન. અનુકંપાદાન અને કીર્તિદાન. એ પંચ દાનમાં અભયદાન અને સુપાત્રદાન. મુક્તિ અને સ્વર્ગ લેને આપવા સમર્થ થાય છે. સુપાત્રમાં દાન દેવાથી આત્માની ઉચ્ચદશા થાય છે ભકિત અને બહુ માન પૂર્વક હર્ષોલ્લાસ વધતાં દાન કરવાથી ઘણું ફળ પ્રાપ્ત થાય છે. પરિણમિક બુદ્ધિવાળે શ્રાવક-શીયલને પણ યથાશકિત આદરે છે. તપને પણ આદરે છે. તેમજ દરેક ધર્માનુષ્ઠાનોમાં ભાવની અધિકતાને ધારણ કરે છે, દાના દિકયતુર્વિધર્મના અનુક્રમને પૂર્ણ રહસ્યને જાણે છે અને ચાર પ્રકારના ધમનું ચઢતે ભાવે સેવન કરે છે. જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપકરણદાન એ ત્રણ પ્રકારનું દાન કહ્યું છે. જિનેશ્વરકથિતસિદ્ધાતોનું જે જ્ઞાન તેને દાન સમાન અન્ય કોઈ દાન નથી. આજીવિકા માટે અનેક પ્રકારના હુન્નર વગેરેનું જે જ્ઞાન તે ખરેખર સંસાર હેતુભૂત હોવાથી અજ્ઞાન જ છે જિનવાણીનું દાન તેજ સત્યદાન છે. જ્ઞાનદાન આપનારા મુનિવરો જગતને આંખે આપી શકે છે. જૈન આગમાનું જ્ઞાનદાન આપનારાજ ખરેખર અભયદાન દેવાને સમર્થ થાય છે જ્ઞાનચક્ષનું દાન દેવાથી જગત લોકો સર્વ વસ્તુઓને સારી રીતે દેખી શકે છે અને તેથી પિતાની ઉન્નતિના માર્ગોને સ્વયમેવ શેાધી લે છે. જ્ઞાન વિનાનો મનુષ્ય સત્ય તતવને દેખી શકવાને સમર્થ થતું નથી. જ્ઞાન ચક્ષુથી સત્યમાર્ગમાં ચાલી શકાય છે જ્ઞાનદાન દેવાથી કરડે મનુષ્ય જેને તત્ત્વને જાણે આત્મ કલ્યાણ કરી શકે છે, ભાવશ્રાવક અન્ય મનુષ્યને જ્ઞાન અને અભય આદિ દેવામાં યથાશક્તિ પ્રયત્ન કરે છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44