Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાધ્યાય જાણવો. ગુરૂ પાસે અભ્યાસ કરતાં, પલાંઠી ઠીંગણ-પાદપ્રસારણ અને વિકથા તથા હાસ્યને ત્યાગ કરવો. આસન કે શયામાં રહી પુછવું નહી, પરંતુ ગુરૂ પાસે આવીને ઉત્કટાસને બેસી બે હાથ જોડી પુછવું. નિર્દોષ પણે પદચ્છદ પૂર્વક જાવકે સૂત્રનું સ્મરણ કરવું તે પરાવર્તન જાણવું. અનુપ્રેક્ષા એટલે અર્થનું ચિત્તવવું. જિનામમાં કુશળ એવા ગુરૂએ સંભળાવેલા સોના અર્થ સંબંધી વિચાર કરો. એકામ મનથી તત સંબંધી રહસ્યો વિચારવાં. ગુરૂની કૃપાથી જે શુદ્ધોપદેશ સમજા હેય, ગુરૂએ જે જે તવો સમજાવ્યાં હોય તેમજ પિતાને અને અન્યોને ઉપકારક હોય તે કેવળ ધન વગેરે આજીવિકાને ત્યાગ કરીને યોગ્ય જનોને સમજાવવાં. ભાવ શ્રાવકધર્મનાં તના બોધવડે આજીવિકા ચલાવતો નથી. જેના વડે આત્માનું કલ્યાણ થાય તે વડે પિતાની આજીવિકા ચલાવવાથી પરમાર્થ બુદ્ધિને નાશ થાય છે. અને દોકડા માટે ધર્મકથા કરનારની પેઠે વર્તવાથી લૉકામાં ધર્મ કથાના નામે રળી ખાનાર ગણાય છે. માટે ભાવ શ્રાવક સ્વાર્થ બુદ્ધિને ત્યાગ કરીને ધર્મ કથા કરે છે. ગમે તે યોગમાં જોડાયેલ મનુષ્ય સમય સમય પ્રતિ અસંખ્યાત ભવનાં પાપ ખપાવે છે અને સ્વાધ્યાયમાં ઉપયોગી રહે થકે મનુષ્ય તેથી પણ અધિક ભવનાં પાપ ખપાવી શકે છે. સ્વાધ્યાયથી પ્રશસ્તધ્યાન રહે છે સ્વાધ્યાય ઉત્તમ તપ છે. સ્વાધ્યાયથી સર્વ પરમાર્થ તોનું જ્ઞાન થાય છે. ૨ ક્રિયાનુષ્ઠાન-તપ, નિયમ અને વન્દન વગેરે કરવામાં ભાવ શ્રાવક નિત્ય ઉદ્યમવંત રહે છે. બાર પ્રકારે તપ જાણવું. રસ્તે ચાલી થાકેલા તપસ્વી તથા લેચ કરનાર મુનિને ઘી વગેરે દેવાની બાબતના અભિગ્રહને નિયમ કહે છે. રસો ચાલી થાકેલા કાન, જ્ઞાન ભાગનાર, “ લચકરતાર ' તેમજ તપસ્વી સાધુને ઉત્તર પારણે દીધેલું દાન બહુ ફળવાળું થાય છે. વંદન એટલે જિન પ્રતિમા તથા ગુરૂને વન્દન કરવું, જિન પૂજા કરવામાં ભાવ શ્રાવક નિત્ય તત્પર રહે છે. ૩ દિનચ–ગુણીજનો પ્રતિ અભ્યથાન વગેરે વિનય જરૂર બતાવવો જોઈએ. પાસે આવેલા દેખીને ઉઠીને ઉભા થઇ બે હાથ જોડવા. ગુરૂવચ્ચે આવતા જોઈને તેમની સામે જવું અને મસ્તકે અંજલી બાંધવી અને પોતે પોતાના હાથે આસન આપવું ગુરૂજન બેઠા પશ્ચાત બેસવું તેમને વન્દન કરવું. તેમની બહુ પ્રેમથી ઉપાસના કરવી અને ગુરૂ જાય ત્યારે વળાવવા જવું ભાવશ્રાવક એ આ પ્રકારે વિનાશને સેવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44