Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ વતની ફરજો બજાવનાર હાય. ૨ શીળવાન હોય. ૩ ગુણવાન હોય. ૪ ઋજુ વ્યવહારી હોય. ૫ ગુરૂની સુશ્રષા કરનાર હોય. હું અને પ્રવચનમાં કુશળ હોય. તેજ ભાવ શ્રાવક કહેવાય છે. માથાં. तथ्थायण्णण जाणण-मिण्हण पडिसेवणेसु उज्जुत्ते कयवयकम्मोचउहा-भावत्थो तस्सिमोहोइ ॥१॥ ૧ તત્રત નું સ્વરૂપ કહે છે. ભાવ શ્રાવક-ત્રતાનું સ્વરૂપ સાંભળે છે, અને બરાબર તેને નિશ્ચય કરી જાણે છે. પશ્ચાત તને ગ્રહણ કરે છે, અને તેને બરાબર પાળે છે, એ ચાર બાબતમાંકતવ્રતકર્મા શ્રાવક, ઉદ્યમાન હોય છે તે શ્રાવક-વિનય અને બહુમાન પૂર્વક ગીતાર્થ ગુરૂ પાસેથી વ્રતનું સ્વરૂપ સાંભળે છે, વિનય એટલે ગુરૂના સામે ઉઠીને જવું ગુરૂ આવે ત્યારે ઉભા થઈ પગે લાગવું. ગુરૂને વાંદરા અને ગુરૂના પર બહુ પ્રીતિ ધારા કરવી તે બહુમાન જાણવું. વિનય અને બહુમાન પૂર્વક, ગીતાર્થ ગુરૂ પાસે વ્રતનું સ્વરૂપ સાંભળતાં ગુરૂના બોધની હૃદયમાં અસર થાય છે, અને જ્ઞાનાવરણીય કર્મ ખરે છે. કોઈ ઘૂર્ત હોય છે તે ઉપરથી વાંદણાં વગેરે દેહ વિનય પૂર્વક પરિજ્ઞાનને માટે સાંભળે છે–પણ મનમાં બહુમાન ન હોય, કારણ કે તે ભારે કર્મી હોય છે. તેવા જીવો સાંભળીને આત્માથપણું પામી શકતા નથી. બીજો હદયમાં ગુરૂનું બહુમાન કરે–પણ માંદો હેય ઇત્યાદિ શકિત વિકલતાથી વિનય કરતું નથી. ત્રીજો કલ્યાણના સમૂહને તુર્ત પામનાર હોવાથી સુદર્શન શેઠની માફક વિનય અને બહુમાન પૂર્વક ગુરૂ ઉપદેશને સાંભળે છે. કઈ ભારે કર્મ વિનય અને બહુ માન રહિત હોય છે અને તે ઉપદેશને સાંભળે છે. પણ આગમ પ્રમાણે ચાલનારગુરૂએ એવા વિનય બહુમાન હીન જનને કંઇપણ સંભળાવવું નહીં, શ્રી સ્થાનાંગસૂત્રમાં ચાર જણ વાચના દેવાને અયોગ્ય કહયા છે તે નીચે મુજબ. ૧ અવિનીત ૨ વિકૃતિ રસિક ૩ અવિજોષિત પ્રાભૂત અને ૪ અતિકષાયી અવિનયીને ઉપદેશ આપનાર ફેકટ કલેશ પામે છે. વિનય વિના જેજે સાંભળવામાં આવે છે તેને સમ્યપણે પરિણમતું નથી. વિનયવંતને પણ અધિકાર પ્રમાણે વિભાગ પાડીને મધુરવાણીથી જ્ઞાનાદિકની વૃદ્ધિ કરે એવો ઉપદેશ આપે. સૂત્ર અને તેના અર્થથી સંયુકત હોય છે તે ગીતાર્થ કહેવાય છે. ઉપદેશ દેવાનો અધિકાર ગીતાર્થ ગુરૂનો છે. ગીતાર્થ વિના અન્ય કદાપિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44