________________ શિક્ષણની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પરમ પાવન જગદગુરુ શ્રી સુઝુરસ્વામીજી : પ્રત્યેક આત્મામાં સારપનો એક અંકુર હોય છે જ. દ્વેષના, નફરતના ઝનૂનને પ્રેમની તાકાતથી જીતાય છે. શિક્ષણથી વ્યક્તિત્વ ખીલે છે; માનવીય અને નૈતિક મૂલ્યો પ્રત્યે આદર પ્રબળ થાય છે; દેશો, જાતિઓ કે ધર્મો વચ્ચેની સમજથી મેત્રી અને સહિષ્ણુતાને પ્રોત્સાહન મળે છે અને શાંતિની જાળવણીમાં મદદ થાય છે. અહિંસા અને વિશ્વશાંતિ માટે શિક્ષણ એ એક દીર્ઘકાલીન ઉકેલ છે. મહાત્મા ગાંધીનો પ્રભાવ ગાંધી વિચારધારા અધ્યયનનો પ્રસાર યુ.એસ.ના પૂર્વ ઉપપ્રમુખ અલ ગોરે કહ્યું છે, “મોટા ભાગના વિશ્વમાં, મહાત્મા ગાંધીનું આધ્યાત્મિક અને નૈતિક નેતૃત્વ આજે પણ ગુંજે છે અને પ્રેરણા આપે છે.' અમેરિકામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી 50 જેટલી યુનિવર્સિટીઓ અને કોલેજોએ ગાંધી વિચારધારા પર અભ્યાસક્રમો શરૂ કર્યા છે. સમગ્ર વિશ્વમાં આવી સંસ્થાઓ અસ્તિત્વમાં છે. ગાંધીજીનો સંદેશ ભારતની કેટલીક જેલોમાં શીખવાય 9.