Page #1
--------------------------------------------------------------------------
________________ શાંતિના સ્વરૂણી હોની હાલા લા.દ. શ્રેણી: 154 મુખ્ય સંપાદક : જિતેન્દ્ર બી. શાહ
Page #2
--------------------------------------------------------------------------
________________ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ સ્મૃતિ-વ્યાખ્યાનમાળા વર્ષ : 2009 - 2010 શાંતિનાં સ્વરૂપો (Many Faces of Peace - નો અનુવાદ) વ્યાખ્યાનકર્તા હોમી લાલા મુખ્ય સંપાદક જિતેન્દ્ર બી. શાહ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ - 380 009
Page #3
--------------------------------------------------------------------------
________________ લા. દ. શ્રેણી. : 154 (Many Faces of Peace - નો અનુવાદ) વ્યાખ્યાનકર્તા હોમી લાલા અનુવાદક શ્રીદેવી મહેતા પ્રશાંત દવે ડીઝાઇન સોએબ મન્સુરી મુખ્ય સંપાદક જિતેન્દ્ર બી. શાહ પ્રકાશક જિતેન્દ્ર બી. શાહ નિયામક શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિધામંદિર અમદાવાદ (c) શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિધામંદિર પ્રથમ આવૃત્તિ : 2011 પ્રત : 500 @I) ISBN 81-85857-38-5 કિંમત : રૂા. 250.00 SS
Page #4
--------------------------------------------------------------------------
________________ પ્રકાશકીય આજે સમગ્ર વિશ્વ ભય અને આતંકના ઓથાર નીચે જીવી રહ્યું છે. માનવે માનવી વચ્ચેનું અંતર વધી રહ્યું છે. રાષ્ટ્રો પરસ્પર યુદ્ધો કરી રહ્યાં છે. આવી વિકટ પરિસ્થિતિમાં શાંતિની આવશ્યકતા અંગે કોઈ પ્રશ્ન ન હોઈ શકે. આજે વિશ્વશાંતિની ખોજ ચાલી રહી છે. સંગોષ્ઠીઓ અને સંમેલનો યોજાય છે. વિશ્વના ભિન્ન ભિના અગ્રેસર રહ્યો છે. ભારતે સમગ્ર વિશ્વને પ્રાચીન સાહિત્ય દ્વારા વિશ્વશાંતિ, વસુધૈવ કુટુમ્બકમ જેવા સંદેશ આપી નેતૃત્વ કર્યું છે. તેમ છતાં વિશ્વમાં ચાલી રહેલા શાંતિ-સ્થાપનાના પ્રયાસોનો સંગ્રહ કોઈ એક ગ્રંથમાં દુર્લભ છે. તે તમામ ઘટનાઓને પ્રસ્તુત નાનકડા પુસ્તકમાં ડો. હોમી ધાલાએ સમાવી લીધી છે. આજથી ત્રણ વર્ષ પૂર્વે લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિધામંદિરે શ્રેષ્ઠી શ્રી કસ્તુરભાઈ લાલભાઈ વ્યાખ્યાનમાળામાં ડો. હોમી ધાલાને વ્યાખ્યાનો આપવા આમંત્રિત કર્યા હતા. ત્યારે તેમણે શાંતિનાં અનેક સ્વરૂપો અંગે મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે તે વ્યાખ્યાન અંગ્રેજીમાં આપ્યું હતું. તે વ્યાખ્યાન ગુજરાતીમાં છપાયા અને તેનો પ્રચાર શાળા અને કોલેજોમાં થાય તો શાંતિની જ્યોત વધુ પ્રજવલિત થાય તેવી ભાવના વ્યક્ત કરી હતી. મારી ભાવનાને ડો. હોમી ધાલાએ વધાવી લીધી. તેમનાં વ્યાખ્યાનોને ગુજરાતીમાં અનુવાદિત કરવાનું ડો. શ્રીદેવી મહેતા તથા પ્રા. પ્રશાંત દવેએ ઉપાડી લીધું, તેમાં ડો. બાલાજી ગણોરકરનો પણ સહયોગ મળ્યો. અનુવાદ સરળ અને પ્રવાહી શૈલીમાં થયો છે, તેથી જિજ્ઞાસુઓને લાભ થશે. આ પુસ્તકના લોકાર્પણનો સમારોહ મહામહિમ પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે થાય તેવી ભાવના પહેલાંથી જ મનમાં ઉદ્ભવેલી. પરમાત્માની કૃપાથી ભાવના સાકાર થઈ રહી છે તે સોનામાં સુગંધ ભળવા જેવી ઘટના છે. માનનીય પર્વ રાષ્ટ્રપતિએ અતિ વ્યસ્ત સમયમાંથી અમારા આમંત્રણનો સ્વીકાર કર્યો તે માટે અમે આ કાર્યમાં સહયોગ કરનાર તમામનો હૃદયથી આભાર માનું છું. મને શ્રદ્ધા છે કે શાંતિની જ્યોત ગુજરાતથી સમગ્ર વિશ્વમાં ફ્લાશે. જિતેન્દ્ર બી. શાહ અમદાવાદ તા.૧૧-૧૧-૨૦૧૧
Page #5
--------------------------------------------------------------------------
_
Page #6
--------------------------------------------------------------------------
________________ પુરોવચન ડો. એ.પી.જે.અબ્દુલકલામ, ભારતના રાષ્ટ્રપતિ હતા ત્યારે તેઓએ ‘‘ફાઉન્ડેશન ફોર યુનિટી ઓફ રિલિજીયન્સ એન્ડ એન્વાઇટડ સીટીઝનશીપ (FUREC)ની રચના માટે વિવિધ ધાર્મિક પરંપરાઓના અગ્રણીઓ અને વિદ્વાનોને આમંત્રિત કર્યા હતા. FOREC ની ટોચની સમિતિમાં ઝોરોસ્ટ્રીયન પ્રતિનિધિ તરીકે મારી નિમણૂંક કરવામાં આવી હતી. આ સંસ્થાના નેજા હેઠળ અનેક સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે. FOREC ની એક મીટીંગમાં ચર્ચાવિચારણામાં ‘શાંતિ અને હિંસ આવ્યો. હું શાંતિ ચળવળમાં 25 વર્ષથી સંકળાયેલો છું, તેથી મેં શાંતિનાં અનેક પરિમાણો અને વિશ્વના વિવિધ ભાગોમાં થઈ રહેલાં શાંતિ સંવર્ધનનાં કાર્યો સમજાવ્યાં. આ વિચારવિનિમયને પરિણામે ""Many Faces of Peace'' નામનું એક પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું મેં નક્કી કર્યું. કલાકારો, શિક્ષણવિદો, સંગીતજ્ઞો, ધાર્મિક અગ્રણીઓ, ખેલાડીઓ, રાજનીતિજ્ઞો ઇત્યાદિ દ્વારા થઈ રહેલાં સકારાત્મક પ્રદાના સહિત શાંતિનાં બહુપરિમાણિક પાસાંની વિશિષ્ટતાઓ દર્શાવવી જરૂરી હતી. દુર્ભાગ્યે , હિંસા એટલી ફ્લાઈ છે કે હવે દુનિયાભરમાં શાંતિના સંવર્ધન માટે થતાં રચનાત્મક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી બન્યું છે. આ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન વિશ્વના વિવિધ ભાગોમાં યોજાયેલી અનેક કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યું છે. - આ રજૂઆત માટે કેટલાક પ્રેસ રીપોટ Afternoon Despatch & Courier, DNA, Hindustan Times, Mumbai Mirror, Sunday Express, The Times of India માંથી લીધા છે. તે માટે તેમનો આભારી છું. નામાંકિત વ્યક્તિઓના તેમજ અન્ય કેટલાક ફોટોગ્રાફ્સ ઇન્ટરનેટ પરથી ઉપલબ્ધ થયા છે. લબ્ધપ્રતિષ્ઠિત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના ઉધમી નિયામક ડો. જિતેન્દ્રભાઈ શાહનો આ અવસરે આભાર માનું છું. તેમણે આ પ્રોજેક્ટમાં ઊંડો રસ લઈ તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવ્યો. મને એ જાણીને અત્યંત આનંદ થયો કે મારું આ કાર્ય ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક શેક્ષણિક સાધન તરીકે ઉપયોગી થશે. વિદ્યાર્થી સમુદાય માટે આ સંદેશ અત્યંત આવશ્યક છે. મને શ્રદ્ધા છે કે તેનાથી વિધાર્થીઓ શાંતિનાં કાર્ય માટે પ્રેરાશે, ડો. કલામે આ પુસ્તકનું વિમોચન કરવાનું સ્વીકાર્યું તે માટે હું તેમનો ઓશિંગણ છું. તેમણે અબજો ભારતીય વિદ્યાર્થીઓની સર્જન-લ્પનાશક્તિમાં ચેતના પૂરી છે. તેથી આ પ્રોજેક્ટના મંડાણ માટે તેઓ જ સર્વથા યોગ્ય છે. અમદાવાદ ડો. હોમી. બી. લાલા તા.૧૧-૧૧-૨૦૧૧
Page #7
--------------------------------------------------------------------------
_
Page #8
--------------------------------------------------------------------------
________________ શાંતિનાં સ્વરૂપો ડો. હોમી વાલા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે.અબ્દુલકલામે ફાઉન્ડેશન ફોર ધી યુનિટી ઓફ રિલિજીયન્સ એન્ડ એન્વાઇટન્ડ સીટીઝનશીપ (FUREC)નો ઈ.સ.૨૦૦૪ માં શુભારંભ કર્યો. FOREC ની ટોચની સમિતિમાં ડો. હોમી ધાલા અને અન્ય ધાર્મિક અગ્રણીઓની નિમણૂંક કરવામાં આવી. FURTC ની એક મીટીંગમાં " “શાંતિ અને હિંસા'' પર થયેલા વિચારવિનિમયથી ડો.ધાલાને આ પ્રેઝન્ટેશન માટેની પ્રેરણા મળી. આ પ્રેઝન્ટેશનનો પહેલો ભાગ હિંસાનાં વિવિધ સ્વરૂપોને ટૂંકમાં દર્શાવે છે, જ્યારે બીજો ભાગ શિક્ષણવિદો, ધાર્મિક અગ્રણીઓ, રાજનીતિજ્ઞો, કલાકારો અને અન્યો દ્વારા શાંતિ માટે વૈશ્વિક સ્તરે થયેલાં રચનાત્મક કાર્યો પર કેન્દ્રિત છે. આ પ્રેઝન્ટેશન રજૂ કરવાનો ઉદ્દેશ - લોકોને શાંતિના સંવર્ધનમાં સહભાગી થવા માટે પ્રેરવાનો છે. આ સમય છે વ્યક્તિગત કે સામૂહિક રીતે શાંતિ વિશે બોલવાનો કે કંઈક કરવાનો. ડો. કલામના શબ્દોમાં: ‘‘જ્યારે મહાત્મા ગાંધીએ “ભારત છોડો'(“Quit India'') ની ઘોષણા કરી. ત્યારે તેમનું એક સ્વપ્ન હતું. માર્ટિન લ્યુથર કિંગે જ્યારે એલાન કર્યું કે “મારું એક સ્વપ્ન છે'' ત્યારે તેમણે પ્રવચન આપવાથી વિશેષ કર્યું. બંનેએ તેમની દૂરદર્શીતા નિરૂપિત કરી જેનાથી ઇતિહાસનો પથ બદલાયો, તેમનાં નિરૂપણો ભવિષ્યના નકશા હતા. આપણી આજની દૃષ્ટિ આપણી આવતીકાલને સર્જે છે.'' આથી શાંતિ-સંવર્ધનમાં પોતે કઈ રીતે યોગદાન આપશે અને હિંસાના પડકારો કેવી રીતે ઝીલશે તે વિશેની દૃષ્ટિ બધાં સ્ત્રીપુરુષો પાસે હોવી અનિવાર્ય છે. ભાગ - 1 ઈ.સ.ની પહેલી સદીથી ઈ.સ.૧૮૯૯ સુધીનાં તમામ યુદ્ધોમાં ભોગ બનેલા લોકોથી ત્રણ ગણા - આશરે 11 કરોડ લોકો માત્ર વીસમી સદીમાં થયેલાં યુદ્ધોનો ભોગ બન્યા છે. આમાંનાં કેટલાંક યુદ્ધો તો ધર્મના નામે લડાયાં હતાં. હિંસાના છેડાઓ ઘણાં ઊંડે સુધી પહોંચ્યા છે અને વિસ્તૃત પણ થયા છે. એના કોરડા સમાજ પર વિવિધ રીતે વીંઝાય છે. ઉદાહરણ તરીકે, રાજ્ય પ્રયોજિત હિંસા, મુક્તિ માટે હિંસા, આત્મઘાતી બોમ્બરો, પ્રવાહી વિસ્ફોટકો, પોલીસની પાશવતા, સ્ત્રીભૃણહત્યા, ઘરેલુ હિંસા, સમુદ્રી હિંસા, પારિસ્થિતિક હિંસા, માનવ-અધિકારોનો ભંગ વગેરે. ભાગ - 2 - હિંસા વ્યાપક બની છે, તો શાંતિના સંવર્ધન માટે કાર્ય કરવાની સભાનતા પણ વધી છે. હવે કદાચ સમય છે જખ્ખો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ઉપચાર માટે કાર્યરત થવાનો . હવે આપણે શાંતિના સંવર્ધનને વેગ આપવાના વિવિધ કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરીએ.
Page #9
--------------------------------------------------------------------------
________________ શાંતિનાં સ્મારકો ઓરોવિલે - પોંડિચેરીની પરોઢની નગરી - આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક નગરી છે. માનવ-એક્યને સમર્પિત આ નગરીમાં 43 દેશોના લોકો સુમેળપૂર્વક રહે છે. ચાઇનાસાઉથ કોરિયા ફ્રેન્ડશીપ ટાવર, હરબિન (ઉત્તર પૂર્વ ચીન).
Page #10
--------------------------------------------------------------------------
________________ શાંતિનાં સ્મારકો વિશ્વશાંતિ સ્તૂપ, એક બૌદ્ધ તીર્થ, બિહાર. શાંતિ અને સુમેળનો પિરામિડ, અરસ્તાના, કઝાખસ્તાન.
Page #11
--------------------------------------------------------------------------
________________ ધાર્મિક અગ્રણીઓની સકારાત્મક ભૂમિકા લબ્ધપ્રતિષ્ઠિત જેના ગુર આચાર્ય મહાશ્રમણે. કહ્યું, “આંતરિક શાંતિનો સૌથી મોટો અવરોધ છે ભાવાત્મક અસંતુલન. જો પ્રયાસપૂર્વક વ્યક્તિ પોતાની ભાવનાઓ પર અંકુશ રાખતા શીખે તો આંતરિક શાંતિ શોધવાની જરૂર ના પડે.' ' બિશપ - ડેસ્મોન્ડ ટટુ કેપ ટાઉનના સર્વપ્રથમ હબસી. આર્કબિશપ અને સાઉથ આફ્રિકાના એંગ્લીકન ચર્ચના વડા હતા. એ આ પદનો ઉપયોગ રંગભેદ અને સાઉથ આફ્રિકાની જાતિવાદી નીતિઓના વિરોધ માટે કર્યો. તેમને ઈ.સ.૧૯૮૪ માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો.
Page #12
--------------------------------------------------------------------------
________________ ધાર્મિક અગ્રણીઓની સકારાત્મક ભૂમિકા છે | બિશપ ડિનિસ સેગુલેન, ક્રિશ્ચિયન એઇડ પાર્ટનર, ક્રિશ્ચિયના કાઉન્સીલ ઓફ મોઝામ્બીકના પ્રમુખ છે. આ સંસ્થા શાંતિ અને સુમેળને ઉત્તેજન આપે છે, ગરીબો માટે સહાય મેળવે છે અને તેમના સામુદાયિક વિકાસની અનેક યોજનાઓ ચલાવે છે. મોઝામ્બિકમાં 16 વર્ષ ચાલેલા યુદ્ધમાં દસ લાખ લોકોએ જાન ખોયા હતા ત્યાં શાંતિ સ્થાપવા બિશપે મધ્યસ્થીની મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી. નવેમ્બર 9, 1989 ના રોજ બર્લિન વોલ'ના પતનની લાખો લોકોએ ઉજવણી કરી, અગિયાર મહિના પછી જર્મનીનું પુન:જોડાણ થયું. પૂર્વ જર્મનીમાં ઇવાન્જલીકલ ચર્ચાએ આ પરિવર્તન અને એકીકરણા માટે નોંધપાત્ર ભૂમિકા | ભજવી.
Page #13
--------------------------------------------------------------------------
________________ ધાર્મિક અગ્રણીઓની સકારાત્મક ભૂમિકા યોના મેટ્ઝર, મુસ્લિમ દેશ. કઝાખસ્તાનની મુલાકાત લેનારા પહેલા ઇઝરાયલી મુખ્ય ધર્મગુરુ હતા. તેમણે અપહત ઇઝરાયલી વેપારીને છોડાવવા માટે વાટાઘાટો કરી હતી. આર્કબિશપ ઓફ કેન્ટરબરી ડો. રોવન વિલિયમ્સ સમલિંગકામીઓ માટે સહાનુભૂતિપૂર્ણ અપીલ કરી કે યાદ રાખો કે ઘણા દેશોમાં આવા લોકોને યાતનાઓ અને નિર્દયતાને વેઠવી પડે
Page #14
--------------------------------------------------------------------------
________________ ધાર્મિક અગ્રણીઓની સકારાત્મક ભૂમિકા " “ધી. આર્ટ ઓફ લિવિંગ''ના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે કહ્યું, આપણે ટેક્નોલોજીની દૃષ્ટિએ પ્રગતિ સાધી છે, પરંતુ આપણે લોકોની ભાવાત્મક અને આધ્યાત્મિક જરૂરિયાતોની ખૂબ ઓછી કાળજી લીધી છે. ભિન્નતા એ સંઘર્ષ કે હિંસાનું કારણ બને તે પહેલાં આપણે વિવિધતાને આવકારી તમામ સંસ્કૃતિઓને અને ધાર્મિક પરંપરાઓને આદરસહિત સન્માનવી જોઈએ.' સ્વામી અગ્નિવેશ કર્મઠ સમાજસેવક છે. તે મધપાન, સ્ત્રીભૃણ-હત્યા, બંધવા અને નારીમુક્તિના અનિષ્ટો સામે અભિયાન ચલાવે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________ ધાર્મિક અગ્રણીઓની સકારાત્મક ભૂમિકા प्राः बहुधा धावदान्त कसहि 8 સ્વામી જિતાત્માનંદ ભારપૂર્વક કહે છે, “જ્યારે આપણે આધ્યાત્મિક સંસ્કૃતિ, નિહિત દિવ્યતાના આપણા મૂળભૂત ક્રાઇસ્ટ તથા બુદ્ધ સ્વરૂપો પ્રત્યે જાગ્રત થઈશું ત્યારે આપણા યુગમાં ધર્મના ભેદ છતાં શાંતિ સ્થપાશે.' સ્ત્રીભ્રણહત્યાના અનિષ્ટને ડામવા માટે જાગૃતિ કેળવવા ભારત સરકાર ધાર્મિક અગ્રણીઓની સહાય લે છે. 4POETICIDE बेटी बचाओ save the girl child
Page #16
--------------------------------------------------------------------------
________________ ધાર્મિક અગ્રણીઓની સકારાત્મક ભૂમિકા વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ આતંકવાદ સામેના યુદ્ધના સમર્થનની ખાતરી મેળવવા માટે મુસ્લિમ ધર્મગુરુઓને મળ્યા હતા. શિક્ષણની મહત્ત્વપૂર્ણ ભૂમિકા શિક્ષણમાં આધ્યાત્મિક પરિમાણ પર ભાર આપણી સાંપ્રત શિક્ષણવ્યવસ્થામાં “બુદ્ધિ-આંક'' (IQ) પર ભાર આપવામાં આવે છે, જ્યારે નિર્ણાયક એવા “આધ્યાત્મિક-આંક'' (SQ) કે ભાવાત્મક-આંક'' (EQ) પર ઓછું ધ્યાન આપવામાં આવે છે. EQ ની ઊર્જા સંવેદનશીલતા કે અંતરાત્માના ગુણોને ઉપજાવે છે અને તેમાં વૃદ્ધિ કરે છે. દુર્ભાગ્યે આજે આપણી ચોપાસા જોવા મળતી હિંસા તેમ જ દૂાસ માટે માનવીય સંવેદનાનો અભાવ જ જવાબદાર છે. - " R. મ® IS31
Page #17
--------------------------------------------------------------------------
________________ શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા ભારતની સર્વોચ્ચ અદાલતઃ “ધાર્મિક જ્ઞાનની ઊણપથી અસહિષ્ણુતા પાંગરે છે.' ભારતની સર્વોચ્ચ અદાલતે સપ્ટેમ્બર 2002 માં આપેલા એક સીમાચિન્હરૂપ ચુકાદામાં જણાવ્યું કે ““ધર્મ વિશે જાણવાનો અધિકાર છે. દેશના પ્રવર્તમાન સંજોગોમાં દેશની એકતા અને અખંડિતતા માટે ધર્મોનો અભ્યાસ જરૂરી હતો.' ઈ.સ.૨૦૦૬થી યુનિવર્સિટી ઓફ કોમ્યુનલ હાર્મની એન્ડ સોશ્યલ પીસ(સામુદાયિક સંવાદિતા અને સામાજિક શાંતિ)નો એક અભ્યાસક્રમ દાખલ કર્યો. 10
Page #18
--------------------------------------------------------------------------
________________ શિક્ષણની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પીસ એજ્યુકેશન (શાંતિ શિક્ષણ). ધી વોશિંગ્ટન પોસ્ટ'ના કોલમેન મેક્વાર્થીએ ચેતવણી ઉચ્ચારી છે કે જો આપણે બાળકોને શાંતિ નહિ શીખવીએ તો અન્ય કોઈ તેમને હિંસા શીખવશે. આજે વિશ્વભરની 400 થી વધુ યુનિવર્સિટીઓ અને કોલેજો આ વિધાશાખામાં પદવીઓ એનાયત કરે યુ.કે.ની સ્કૂલોમાં આંતરધર્મ-શિક્ષણ વિવિધ ધર્મના અગ્રણીઓ અને વિદ્વાનોએ સાથે મળીને ઈ.સ.૧૯૯૪ માં - રિલિજીયસ એજ્યુકેશન મોડેલા સીલેબસીસ (ધાર્મિક શિક્ષણના આદર્શ અભ્યાસક્રમો) રચ્યા. તે અન્વયે યુ.કે. ની કેટલીક સ્કૂલોમાં દુનિયાના છ મુખ્ય ધર્મો સળતાપૂર્વક શીખવાય છે. 11
Page #19
--------------------------------------------------------------------------
________________ શિક્ષણની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પરમ પાવન જગદગુરુ શ્રી સુઝુરસ્વામીજી : પ્રત્યેક આત્મામાં સારપનો એક અંકુર હોય છે જ. દ્વેષના, નફરતના ઝનૂનને પ્રેમની તાકાતથી જીતાય છે. શિક્ષણથી વ્યક્તિત્વ ખીલે છે; માનવીય અને નૈતિક મૂલ્યો પ્રત્યે આદર પ્રબળ થાય છે; દેશો, જાતિઓ કે ધર્મો વચ્ચેની સમજથી મેત્રી અને સહિષ્ણુતાને પ્રોત્સાહન મળે છે અને શાંતિની જાળવણીમાં મદદ થાય છે. અહિંસા અને વિશ્વશાંતિ માટે શિક્ષણ એ એક દીર્ઘકાલીન ઉકેલ છે. મહાત્મા ગાંધીનો પ્રભાવ ગાંધી વિચારધારા અધ્યયનનો પ્રસાર યુ.એસ.ના પૂર્વ ઉપપ્રમુખ અલ ગોરે કહ્યું છે, “મોટા ભાગના વિશ્વમાં, મહાત્મા ગાંધીનું આધ્યાત્મિક અને નૈતિક નેતૃત્વ આજે પણ ગુંજે છે અને પ્રેરણા આપે છે.' અમેરિકામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી 50 જેટલી યુનિવર્સિટીઓ અને કોલેજોએ ગાંધી વિચારધારા પર અભ્યાસક્રમો શરૂ કર્યા છે. સમગ્ર વિશ્વમાં આવી સંસ્થાઓ અસ્તિત્વમાં છે. ગાંધીજીનો સંદેશ ભારતની કેટલીક જેલોમાં શીખવાય 9.
Page #20
--------------------------------------------------------------------------
________________ મહાત્મા ગાંધીનો પ્રભાવ ઇઝરાયલનાં અને યુરોપનાં | પાઠ્યપુસ્તકોમાં ગાંધી. વિચારધારા એક રાજકીય વિકલ્પ રૂપે અસ્તિત્વમાં છે. ગાંધીજીની પ્રતિમાઓ ન્યૂયોર્ક, લંડન અને જોહાનિસબર્ગમાં જોવા મળે છે. "MA VIE EST MON MESSAGE "MY LIFE IS MY MESSAGE" ઉપચાર માટે ન્યાય અનિવાર્ય કલ્લેઆમ પછી વર્ષો સુધી દોષીને સજા ન થાય, તો ઉપશમન પણ ન થાય. કે શાંતિ પણ ન સ્થપાય. 13
Page #21
--------------------------------------------------------------------------
________________ ઉપચાર માટે ન્યાય અનિવાર્ય છે ઈ.સ.૧૯૯૩ના. મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો આવતાં 13 વર્ષ અને 6 માસ થયા. આંધ્રપ્રદેશ હાઇકોર્ટના જસ્ટીસ વી. એસ. રાવ અનુસાર માર્ચ ૨૦૧૦માં ભારતની અદાલતોમાં આશરે 3.13 લાખથી વધુ પડતર કેસો હતા. આર્કબિશપ. ડેસમન્ડ ટુટુ ન્યાયની સંકલ્પનાને આ પ્રમાણે સમજાવે છે : સાઉથ આફ્રિકામાં વ્યવહારમાં જે પ્રકારનો ન્યાય છે તેને હું દંડાત્મક નહિ પણ સુધારણાલક્ષી ન્યાય કહીશ, તેને મૂળભૂત રીતે સજા સાથે સંબંધ નથી. એનાથી ઘા ઝડપથી રૂઝાય છે. અમે માનીએ છીએ કે અધમ જાતિયવાદીમાં પણ બદલાવની ક્ષમતા હોય છે.... તેને જરૂર છે. પુન:સંકલનની. 14
Page #22
--------------------------------------------------------------------------
________________ ક્ષમાના સ્પર્શથી ઉપચાર માર્ચ 2000 માં સદ્દગતા પોપ જહોન પોલ - II એ ભૂતકાળમાં સત્યના નામે થયેલી હિંસા અને પરધર્મીઓ પ્રત્યેની શત્રુતા માટે ક્ષમા પ્રાર્થી હતી. પૂર્વ વડાપ્રધાન જુનિકિરો કોઝુમીએ જાપાનીઝ સૈન્યના આક્રમણને કારણે લોકોને ભોગવવી પડેલી યાતના માટે માફી માગી અને પ્રતિજ્ઞા લીધી કે ટોકિયો. ક્યારેય યુદ્ધની પહેલા નહિ કરે. 1 15
Page #23
--------------------------------------------------------------------------
________________ ક્ષમાના સ્પર્શથી ઉપચાર ઈ.સ.૧૯૮૪નાં રમખાણોમાં હજારો શીખોની હત્યા માટે ભારતના વડાપ્રધાન ડો. મનમોહન સિંઘે પાર્લામેન્ટમાં રાષ્ટ્રની ક્ષમા માગી હતી. જમ્મનું રામકૃષ્ણ સેન્ટર રામકૃષ્ણ મિશનનું એક સેન્ટર જમ્મુ(કાશ્મીર)માં છે. તે તોફાનગ્રસ્ત વિસ્તારમાં સેવા ના આદર્શો અને આધ્યાત્મિકતાને સાંકળીને ઉપચારનો સ્પર્શ આપે 16
Page #24
--------------------------------------------------------------------------
________________ ક્ષમાના સ્પર્શથી ઉપચાર કિરણ બેદીએ હિંસા. અને નશાખોરીથી વ્યાપ્ત તિહાર જેલમાં કેદીઓની જિંદગી વધુ ઉપયુક્ત બને તે માટે પ્રાર્થના, ધ્યાન અને સલાહ-મસલતા (કાઉન્સેલિંગ) દાખલ કર્યા. અહો આશ્ચર્યમ ! તિહાર જેલ હવે. ‘તિહાર આશ્રમ' તરીકે ઓળખાવા લાગી છે. આતંકના વિરોધમાં મુસ્લિમો માર્ચ 2006 માં વારાણસીના સંકટ મોચન મંદિર પર હુમલો થયો ત્યારે મુસ્લિમ દુકાનદારો પણ સર્વ ધર્મ શાંતિ કૂચ(All Religion Peace March)માં જોડાયા હતા. CARTER 99
Page #25
--------------------------------------------------------------------------
________________ ઉદારમતવાદી ઈસ્લામની શીખ સમર્પિત ઉદારમતવાદી અમ્ર ખાલેદ તેમના ટેલિવિઝન પરનાં ધાર્મિક વ્યાખ્યાનોમાં દર્શકોને કટ્ટરવાદને નકારવાની અને સહિષ્ણુ બનવાની વારંવાર સલાહ આપે છે. એમનો પ્રેરણાત્મક સંદેશ લાખો | મુસ્લિમો સુધી પહોંચે છે. ઉદારમતવાદી ઈસ્લામની શીખ ટર્કીશ ફ્લિસૂફ અને શાંતિમય સહ-અસ્તિત્વને પ્રોત્સાહન આપતી ગુલેના ચળવળના નેતા. એમ. ફેશુલ્લાહ ગુલેન પોતાની વિચારધારા દ્વારા સંવાદ, શાંતિ અને ઈસ્લામના ઉદારમતવાદી દૃષ્ટિકોણ માટે સંદેશ આપે છે. 18
Page #26
--------------------------------------------------------------------------
________________ તટસ્થ સંચાર-માધ્યમો ર શાંતિ-સ્થાપન માટે સંચાર-માધ્યમો હકારાત્મક કે નકારાત્મક ભૂમિકા ભજવી શકે. ઈ.સ.૨૦૦૫માં મહંમદ પયગ'બરસાહેબને જેમાં અનુચિત રીતે દર્શાવ્યા હતા તે ડેનિશ કાર્ટૂન વિવાદથી વિશ્વભરમાં હિંસા અને હત્યાઓ થઈ હતી. આ મહદંશે ટાળી શકાયું હોત. PEACE પીસ. સ્ટેશન ઓફ રેડિયો કમિર - સંઘર્ષગ્રસ્તા કમિરની સૌપ્રથમ FM રેડિયો ચેનલનો એક દૃઢ મૂળભૂત સિદ્ધાંત છે - રાજ્યમાં હજુ પણ ભભૂકી રહેલી હિંસાનો મુદ્દો ન લેવો. STATIONI 19
Page #27
--------------------------------------------------------------------------
________________ આંતરધર્મ ચળવળનું સામર્થ્ય કેટલાંક મહત્ત્વનાં વૈશ્વિક સંગઠનો છે : ઈન્ટરનેશનલ એસોસીએશન ફોર રિલિજીયસ ફ્રીડમ, રિલિજીયન્સ ફોર પીસ એન્ડ યુનાઇટેડ રિલિજીયન્સ ઇનિફ્યુટિવ. તેમનાં મહત્ત્વનાં કાર્યક્ષેત્રો છે - શાંતિ અભિયાનને સમર્થન, સંઘર્ષ-સમાધાન, માનવ-અધિકારોને પ્રોત્સાહન, ધાર્મિક સ્વાતંત્ર્યની તરફેણ, ગરીબી નિવારણ વગેરે. આંતરધર્મની ચળવળનું સામર્થ્ય લગભગ બધાં જ આંતરધર્મ સંગઠનો માટે સંવાદ એ મહત્ત્વનો. ઉકેલ છે. વિખ્યાત ખ્રિસ્તી ધર્મશાસ્ત્રી હાન્સ કુગએ હ્યું છે, ““ધર્મો વચ્ચે શાંતિ વગર દેશો વચ્ચે શાંતિ નહિ. ધર્મો વચ્ચે સંવાદ વગર ધર્મોમાં શાંતિ ના થાય.'' 20
Page #28
--------------------------------------------------------------------------
________________ આંતરધર્મ ચળવળનું સામર્થ્ય રશિયન રૂઢિવાદી ચર્ચમાં બે પક્ષો વચ્ચે આઠ દાયકાથી પડેલી મડાગાંઠ ઈ.સ.૨009ના મે માસમાં સંવાદ દ્વારા ઉકલી. નેલ્સના મેન્ડેલાએ કહ્યું, રંગભેદના અનિષ્ટનો અંત લાવવામાં આંતરધર્મની એક્તાની. શક્તિ નિર્ણાયક હતી.'' 21
Page #29
--------------------------------------------------------------------------
________________ આંતરધર્મ ચળવળનું સામર્થ્ય આંતરધર્મ ચળવળના પ્રબળ હિમાયતી હોમી લાલા કહે છે, આંતરધર્મ સંવાદથી વિવિધ યોજનાઓ માટે આંતરધર્મ સહયોગ પ્રાપ્ત થવો જોઈએ. તદુપરાંત તે આધ્યાત્મિકતા વધારનારો. અનુભવ હોવો. જોઈએ.' યુવાવર્ગને પ્રોત્સાહન શાંતિનો આરંભ - પરિવારથી વાલીઓએ ઘરમાં પ્રેમ અને શાંતિનાં મૂલ્યોનું સંવર્ધન નાનપણથી જ થાય તેમ કરવું જોઈએ, બાળકોનાં મનમાં સમાજ પ્રત્યે કર્તવ્યભાવના જગાડવી જોઈએ. શાંતિ એટલે સંઘર્ષનો અભાવ નહિ પરંતુ રોજબરોજની - વાસ્તવિકતા. 22
Page #30
--------------------------------------------------------------------------
________________ યુવાવર્ગને પ્રોત્સાહન Penpal સરહદ પારના મિત્રો જહોના સિલિફન્ટ અને માર્ક પીટર્સે વિશ્વશાંતિ માટે એક નવો અભિગમ અપનાવ્યો. એમણે સભાવનાના સંકેતો તરીકે ભારતીય બાળકોના મૈત્રીભર્યા પત્રો એકત્રિત કરીને પાકિસ્તાની બાળકોને પહોંચાડ્યા. સિલિન્ટ કહે છે કે ““જ્યારે એ બે બાળકો સંકળાય ત્યારે એક ચિરસ્થાયી નાતો. બને છે. અને જો તમે આખી પેઢીને સાંકળો. તો જ્યારે તે બધાં બાળકો મોટાં થાય ત્યારે દુનિયા જુદી જ મન : સ્થિતિવાળા લોકોની બને છે.'' યુવાવર્ગ માટે ગાંધીજીનું પુનઃ આવિષ્કરણ ગાંધીજીનાં સહિષ્ણુતા અને શાંતિનાં મૂલ્યોના આવિષ્કરણ માટે માર્ચ 2010 માં સાબરમતી આશ્રમમાં એક આંતરરાષ્ટ્રીય યુવાશિબિર યોજાઈ હતી. દક્ષિણ-પૂર્વ એશિયાના 10 દેશોના 21 સદસ્યોએ તેમાં ભાગ લીધો હતો. આ આશ્રમમાં ઈ.સ.૧૯૩૦ સુધી ગાંધીજીનો નિવાસ હતો. 23
Page #31
--------------------------------------------------------------------------
________________ યુવાવર્ગને પ્રોત્સાહન પથરામાંથી. પાઠશાળાઓ ય .એસ .ના પર્વતારોહી ગ્રેગ મોર્ટેન્સન પાકિસ્તાન અને અઘાનિસ્તાનમાં બોમ્બ નહિ પરંતુ પુસ્તકો દ્વારા શાંતિ માટે પ્રોત્સાહન આપે છે. તેમણે છેવાડાનાં ગામોમાં 100 જેટલી શાળાઓ બાંધી શાંતિનાં બીજ -લેખક જહોન વોલાક માર્ચ 1993 માં શરૂ કરેલો - નહિ નફો અને બિનસાંપ્રાદાયિક શાંતિબીજ પ્રોગ્રામ, આવતીકાલના નેતાઓ તૈયાર કરીને સંઘર્ષ-સમાધાન પર કેન્દ્રિત કર્યો છે. તે યુવાવર્ગને સહ-અસ્તિત્વ અને સુમેળના સંવર્ધન માટે સજ્જ કરે છે. તેમાં મધ્યપૂર્વના તેમ જ સંઘર્ષગ્રસ્ત અન્ય પ્રદેશોના કિશોરોને આવરી લેવાય છે.
Page #32
--------------------------------------------------------------------------
________________ શાંતિ માટે કલાકારો 12 ) મુંબઈના ઈ.સ.૧૯૯૨નાં રમખાણો પછી કલાકારોએ એક ગ્રુપ બનાવ્યું, Artists Against Communalism (કોમવાદના | વિરોધમાં કલાકારો). મહાન સિતારવાદક રવિશંકરે “શાંતિ અને પ્રેમ'' નો. સાદ દીધો. રોક બેન્ડ યુ 2 ના બોનો કહે છે, “હું છેવાડાના નિધનોનું અને સૌથી વધુ અસુરક્ષિતોનું પ્રતિનિધિત્વ કરું છું. આધ્યાત્મિક સ્તરે.... એવા લોકોના આક્રોશ, રોષ, પીડાનું હું નિરૂપણ કરું છું.' 25
Page #33
--------------------------------------------------------------------------
________________ શાંતિ માટે કલાકારો વેક્ષા (બેંગ્લર), સ્ટીલ વોટર્સ (નાગાલેન્ડ) અને રંધર (મુંબઈ) જેવા ભારતીય યુવા બેડ શાંતિ માટે તેમની ગીટારોની સૂરાવલી રચે. ઇઝરાયલી અને આરબ સંગીતકારોએ ઈ.સ.૧૯૯૯માં “ધી વેસ્ટ-ઈસ્ટર્ન દિવાન ઓરકેસ્ટ્રા બનાવ્યું. એનો ઉદ્દેશ - મધ્ય પૂર્વમાં શાંતિ અને આંતરસાંસ્કૃતિક સંવાદ વિકસાવવાનો. 26
Page #34
--------------------------------------------------------------------------
________________ શાંતિ માટે કલાકારો ઈરાક યુદ્ધના નિખાલસ આલોચક અને પ્રખ્યાત ગાયક હેરી બેલાફોને પોતાની પ્રતિષ્ઠાનો ઉપયોગ કરીને, નાગરિક અધિકારના આંદોલન દ્વારા (Civil rights movement) HISSI HI2 લાખો લોકોને એકત્રિત કર્યા અને રંગભેદ વિરોધી ચળવળને ટેકો આપ્યો. ઓસ્કાર | વિજેતા અમેરિકાના અભિનેતા જ્યોર્જ લૂનીએ જ્યાં પાંચ વર્ષમાં 3,00,000 લોકો મરી ગયા હતા તે દરકૂર (સુદાન) માટે સક્રિય અભિયાન ચલાવ્યું હતું.
Page #35
--------------------------------------------------------------------------
________________ શાંતિ માટે કલાકારો આઝાદ તિબેટ' માટે સક્રિય હોલિવુડના અભિનેતા રિચાર્ડ ગેરે દલાઈ લામાના નામાંકિત શિષ્ય છે. શાંતિ માટે કલાકારો માઈકલ મૂરે પોતાની સતત જકડી રાખતી ક્લિા ““ફેરનહીટ 9/11'' દ્વારા ઈરાક યુદ્ધ ફતેના ગપગોળાઓના ચૂરેચૂરા કરી નાખ્યા અને એ ટોટી સમયે અમેરિકન સરકારની ભૂમિકા વિશે પ્રશ્ન ઉઠાવ્યા. 28
Page #36
--------------------------------------------------------------------------
________________ શાંતિ માટે કલાકારો બીજા. વિશ્વયુદ્ધ સમયના મહાસંહારમાંથી બચી. ગયેલાં સારા એઝમોના પોતાના અનુભવોને અનેક ચિત્રો દ્વારા દુનિયા સમક્ષ રજૂ કરે છે. તેમનાં હાથે દોરેલાં ચિત્રો ઇરાકમાં શાંતિનો સંદેશા ફ્લાવે છે. જર્મના વિજેતા ગુન્ટર ગ્રાસે અપીલ કરી કે ““સર્જકોએ આતંકવાદ, શરણાર્થી-સમસ્યા, વેશ્વિક તપના (Global Warming) જેવી સળગતી. સમસ્યાઓ પર લખવું જોઈએ... સર્જકોએ જેઓને અવાજ નથી. તેમને સાંભળીને , તેઓ માટે પોતાનો અવાજ ઉઠાવવો. જોઈએ.' 29
Page #37
--------------------------------------------------------------------------
________________ શાંતિ માટે કલાકારો કોલકત્તાના ફાધર સજુ જ્યોર્જ ભારતનાટ્યમ નૃત્ય દ્વારા ધાર્મિક ઐક્યા અને સંવાદિતાનો ઉપદેશ આપે છે. ભારતનાટ્યમના પ્રતિનિધિ મલ્લિકા સારાભાઈ ગુજરાતી રાજ્યમાં ઈ.સ.૨૦૦૨નાં કોમી રમખાણોના પીડિતોના ઘા રૂઝવવા નો પ્રયાસ કરી રહ્યાં છે. આથી. તેઓ શાંતિ અને સભાવનાના નીડર અને મુખર સમર્થક તરીકે જાણીતાં 30
Page #38
--------------------------------------------------------------------------
________________ શાંતિ માટે કલાકારો દલાઈ લામાએ ઈ.સ.૧૯૯૮માં World Festival of Sacred Music (પાવન સંગીતનો. વિશ્વસમારોહ)નો આરંભ કર્યો. તેઓએ કહ્યું, “સંગીત એ પોતાની અન્ય સાથેની સંવાદિતાની ઝંખનાનું પ્રતીક છે. સંગીતમાં કંઈક એવું છે જે આપણને ઉપર ઉઠાવીને એકરૂપ બનાવે છે.' સીમા સહેગલા પોતાની કવિતા અને ગીતો દ્વારા ભારત-પાકિસ્તાન મિત્રતાને પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેઓ કલાની વૈશ્વિક્તાને દોહરાવતાં કહે છે, “સંગીતા અને કલા સરહદો, રાષ્ટ્રીયતા અને ધાર્મિક ઝનૂનની સરિયામ અવજ્ઞા કરે છે છે.' તેઓ કવિતા અને સંવાદ દ્વારા ભારત-પાક સંબંધોને સુધારવા માટે સમર્પિત છે. 31
Page #39
--------------------------------------------------------------------------
________________ બોલીવૂડ દ્વારા શાંતિને પ્રોત્સાહન RATION સચિન તેંડુલકર અને રોજર ફેડરર જેવા સુપ્રસિદ્ધ ખેલાડીઓએ પોતાના સ્મૃતિચિહ્નો રાહુલ બોઝના ફાઉન્ડેશનને દાન કર્યા છે, જે વંચિત બાળકોને સહાય કરે છે. આમીર ખાન દ્વારા અભિનીત ફ્સિ રંગ દે બંસતી', ભારત તરફથી ઓ+ કારમાં મોકલવામાં આવી હતી. તે કહે છે કે અહિંસાનું મહત્ત્વ એ આ ચલચિત્રનો સૌથી નોંધપાત્ર સંદેશો છે. 32
Page #40
--------------------------------------------------------------------------
________________ બોલીવૂડ દ્વારા શાંતિને પ્રોત્સાહન શાહરૂખ ખાને આતંકવાદ સામે અવાજ ઉઠાવ્યો છે. તે કહે છે કે ‘આતંકવાદ એ દેશ વિરોધી કૃત્ય છે, કોઈ ધર્મ | વિરોધી. નહીં.' સ્ત્રીભૃણ-હત્યા સામે પોતાના ટેકો દર્શાવવા બોલીવૂડની કેટલીક વિખ્યાત હસ્તીઓએ રેમ્પ-વોક કર્યું હતું. we murder two million women every year. Female foeticide is a gender crime. List's chengewinde mens. Join Fight-Back, log onto www.fight-back.net today Fight Back on book 33
Page #41
--------------------------------------------------------------------------
________________ બોલીવૂડ દ્વારા શાંતિને પ્રોત્સાહન STD 6 ) કેટલીક ભારતીય ફિલ્મો 2414 4311 (Honour killing), દહેજ, બાળવિવાહ અને જ્ઞાતિપ્રથાને દૂર કરવાનો સામાજિક સંદેશો આપે છે. શિયા દેવગન અને પ્રિયંકા ચોપરા શાંતિને છે. {\કાનું 34
Page #42
--------------------------------------------------------------------------
________________ શાંતિ માટે ખેલકૂદ ઈ.સ.૨૦૦૫માં ગાંધીજીની જન્મજયંતી 2 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં યોજાયેલી શાંતિયાત્રામાં ભૂતપૂર્વ વર્લ્ડ હેવી વેઇટ બોક્સિંગ ચેમ્પિયન ઇવાન્ડર હોલીફિલ્ડ અને બાસ્કેટબોલના વિખ્યાત ખેલાડી માઇકલ જોર્ડન જોડાયા હતા. હોલીલ્ટેિ કહ્યું હતું કે, “હું ગાંધીજીનો બહુ મોટો ચાહક છું. તેમના આદર્શો પર આજે ચાલવા મળ્યું તે માટે હું મારી જાતને સભાગી માનું તિબેટિયના સમાજસેવક લ્હાકપા સેરિંગે પોતાના દેશની આઝાદી માટે 22 દેશોમાં યાત્રા કરી સંદેશો ફ્લાવ્યો. તેમની આ યાત્રા ““ફ્રી તિબેટ વર્લ્ડ ટુર'' તરીકે ઓળખાઈ. 35
Page #43
--------------------------------------------------------------------------
________________ શાંતિ માટે ખેલકૂદ તેગલા લોરૂપનો ઉછેર યુગાન્ડામાં ગરીબી, અત્યાચારો અને બળાત્કારથી ગ્રસ્ત એવા. ગુનાહિત વાતાવરણમાં થયો હતો. વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર મેરેથોનરે ઈ.સ.૨૦૦૩માં પીસ ફાઉન્ડેશનની રચના કરી. તે અન્વયે - અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ પોતાનાં હથિયાર હેઠાં મૂક્યાં છે. તે કહે છે કે, “હું ખેલકૂદ દ્વારા શાંતિ લાવવા માગું કેટલીક પ્રસિદ્ધ રમતો એશિયનોના નકારાત્મક અભિગમને ઉત્તેજન આપે છે. પ્રો.મેલાની કીલેને "Cool School : Where Peace Rules" (“કૂલ સ્કૂલ: વ્હેર પીસ રૂલ્સ') નામની નવી રમત રજૂ કરી જે નવી પેઢીને શાંતિ અને અહિંસા. શીખવે છે. 36
Page #44
--------------------------------------------------------------------------
________________ શાંતિના અન્ય સૂર ઈ.સ.૨૦૦૫ નાં ફ્રેન્ચ રમખાણો પછી મુસ્લિમ વિદ્વાન તારીક રમાદાને કહ્યું, “સામાજિક આર્થિક દૃષ્ટિએ ફ્રાન્સનું એક્ય એ એક ગપાટો છે... ધાર્મિક વિભાજન એ એક વળગણ છે, પરંતુ એક બાજુ લઘુમતી વિસ્તાર અને બીજી બાજુએ સુખી. વિસ્તારોમાં કોઈને આવા ધાર્મિક વિભાજનો નજરે પડતા નથી.'' સપ્ટેમ્બર 2006 માં જ્યાં ૪પ૬ સોવિયેત પરમાણુ ટેસ્ટ થાય તે સેમિપલટિંસ્કમાં "Central Asian Nuclear-WeaponsFree Zone Treaty'' પર સહી થઈ. આ કરારના મુખ્ય યોજકોમાંના એક છે: કઝાખસ્તાનના પ્રમુખ નાઝાબેયવા Hastal 37
Page #45
--------------------------------------------------------------------------
________________ શાંતિના અન્ય સૂર પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ મુશર્રફે સપ્ટેમ્બર 2006 માં યુનાઇટેડ નેશન્સમાં કહ્યું, “ઇસ્લામી રાજ્યને સંડોવતા દરેક નવા રણક્ષેત્ર આતકવાદીઓ અને ઉગ્રવાદીઓનાં નવાં ઉછેરકેન્દ્રો બન્યાં છે. વિવેકહીન બોમ્બમારો, નાગિરક જાનહાનિ, યાતનાઓ, નાગરિક અધિકારોનો ભંગ, જાતિવાદ વિશેનાં ઉચ્ચારણો, ભેદભાવ-એ બધાં આતંકવાદને પરાજિત કરવાના પડકારમાં કેવળ વિઘ્નો ઊભા. કરે છે. મહારાષ્ટ્રના પૂર્વ ગવર્નર ડો.પી. સી. એલેકઝાન્ડરનું અવલોકન છે, “વર્ષોથી. જમીન-સધારણામાં નિષ્ફળતા , આદિવાસીઓની જમીનો જબરજસ્તીથી , પડાવી લેવી જેવાં સામાજિક-આર્થિક પરિબળોને કારણે કેટલાક વિસ્તારોમાં હિંસા અને વિદ્રોહ ઉદ્દભવ્યાં છે.' 38
Page #46
--------------------------------------------------------------------------
________________ શાંતિના અન્ય સૂર મુઝફફર અલિ સંઘર્ષમાં સંવાદિતા શોધે છે અને આજની ખંડિત દુનિયામાં સુફીવાદ સુસંગત હોવાની તરફેણ કરે છે. લ્મિો, કલા અને સંગીતમાં ગૂઢવાદીતા કે સૂફી સંદેશને સમાવવા કહે છે. પ્રકૃતિના રક્ષક "An Inconvenient Truth" (અણગમતું સત્ય) નામની દસ્તાવેજી લ્મિથી વૈશ્વિક તપન (Global Warming) તરફ દોરી જતી પારિસ્થિતિક હિંસા વિશે “ઓઝોન મેન'' અલ ગોર પોતાનો સંદેશ આપે છે. 39
Page #47
--------------------------------------------------------------------------
________________ પ્રકૃતિના રક્ષક अकि पेिड़ कम नही તેરા દે |SS GREEN YOUTH CLD H GENERATION REVISE OF CHIPKO MOVEME VE-DURGA MAN ON 10 AUGUST 2011 URGA MANDIR JUNGLET W. GREEN YOUTH GENERATION Is On : Facebook of ઈ.સ.૧૯૭૦ના દાયકામાં વનોના નિકંદના સામે ભારતભરમાં વિરોધ થયો. હતો. આ શાંતિમય વિરોધ સંગઠિત થયો અને “ચીપકો ચળવળ'' તરીકે જાણીતો બન્યો. આ ચળવળના સમર્થકો કપાતા વૃક્ષોની રક્ષા માટે ખરેખર વૃક્ષને ચોંટી રહેતા. (હિંદીમાં ‘ચીપકો'નો શાબ્દિક અર્થ ચોંટવું” એવો થાય છે.) ONGE,THAWE GOPA ENERATION.CO.NR કેન્યામાં પુન:વનીકરણના પ્રયાસો માટે વાંગરી મથાઈ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનારા પ્રથમ આફ્રિકન મહિલા હતાં. તે ચળવળને આફ્રિકાની Greenbelt Movement (ગ્રીનબેલ્ટ ચળવળ) કહે છે. તે અન્વયે ઈ.સ.૧૯૯૩ સુધીમાં કેન્યામાં 2 કરોડ વૃક્ષો રોપવામાં આવ્યાં છે. 40
Page #48
--------------------------------------------------------------------------
________________ ગરીબી શાંતિમાં વિધ્વરૂપ ગરીબી એ હિંસાનું અત્યંત અધમ રૂપ છે.” - મહાત્મા ગાંધી વર્લ્ડી બેન્કના પૂર્વ પ્રમુખ જેમ્સ વોલ્ફન્સોને કહ્યું હતું, “ગરીબી એ માત્ર ન્યાયસંગતતા કે સામાજિક ન્યાયનો. મુદ્દો નથી - અંતે તો એ શાંતિની. સમસ્યા છે. વિશ્વમાં જ્યાં ગરીબી ચાલુ જ રહે છે, ત્યાં સ્થિરતા અસંભવ છે, ત્યાં લાંબા ગાળાની શાંતિ તો અશક્ય જ છે.'' COHN 41
Page #49
--------------------------------------------------------------------------
________________ ગરીબી શાંતિમાં વિઘ્નરૂપ યુ.એસ.ના પૂર્વ પ્રમુખ સદ્ગત આઇઝન હોવરે ઈ.સ.૧૯૫૩ માં કહ્યું હતું કે, “બનાવેલી પ્રત્યેક બંદૂક, તરતું મુકાયેલું પ્રત્યેક યુદ્ધજહાજ, પ્રક્ષેપિત થતું પ્રત્યેક રોકેટ - એ બધાં અંતે તો જે જગ્યા નથી, ભૂખ્યા છે, નાઉમેદ છે, નિર્વસ્ત્ર છે તેવા પાસેથી છીનવાયેલા. ધનમાંથી બનેલાં છે, તે ચોરી છે. આ આંકડા બોલે છે : વિશ્વમાં દર 5 સેકન્ડ એક બાળક મરે છે. ભારતમાં દર 15 સેકન્ડ એક બાળક મરે છે. 42
Page #50
--------------------------------------------------------------------------
________________ ગરીબી શાંતિમાં વિધ્વરૂપ Total Spent by U.S. on Iraq War (in Billions) $529. $468. 182. 129 ઈરાક યુદ્ધનો પ્રતિ સેકન્ડનો ખર્ચ 5,000 ડોલર હતો. યુદ્ધનો આખરી ખર્ચ 3 અબજ ડોલર હતો. ભારતનો વર્ષ 2010-2011 નો સંરક્ષણ ખર્ચ છે - 1,40,344 કરોડ રૂપિયા. 2002 2003 mation from www.researcher.com 2008 | (current) 2008 by year's end) યુ.એસ. કોંગ્રેસના અંદાજ પ્રમાણે એશિયા મધ્ય પૂર્વ, લેટિના અમેરિકા અને આફ્રિકાના દેશો દ્વારા શસ્ત્રો પર સરેરાશ 22 અબજ ડોલર ખર્ચાય છે. તેમાંથી થોડા પણ જો. ગરીબી ઘટાડવાને શિક્ષણ તેમજ સ્વાધ્યને માટે ખર્ચાય તો તેનાથી Millennium Development Goals (સહસ્રાબ્દી વિકાસ લક્ષ્યો ) સાધી શકાશે. 43
Page #51
--------------------------------------------------------------------------
________________ શાંતિદૂત બીજા વિશ્વયુદ્ધના મહાસંહારમાંથી બચી. ગયેલાં, નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા એલી વિઝલ કહે છે કે “આપણે દ્વેષભાવ સામે લડવું જોઈએ, અન્યાય સામે મૂંગા રહેવું તથા વિમુખ રહેવું તેના જેવું મોટું પાપ કોઈ નથી.' ઈરાની માનવા સમાજસેવક શિરિન ઈબાદીને ઈ.સ.૨૦૦૩માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો. તેઓ અખબારી સ્વાતંત્ર્ય અને જાતીય સમન્યાયના પ્રોત્સાહન માટે તેમ જ બાળકો સાથે દુર્વ્યવહાર સામે સક્રિય છે. 44
Page #52
--------------------------------------------------------------------------
________________ શાંતિદૂત વિખ્યાત કવિ તેમજ નાટ્યકાર વાક્લાવ હાવેલે ઈ.સ.૧૯૮૯ માં ઝેકોસ્લોવાકિયાની સામ્યવાદી સરકારને રક્તવિહીન ક્રાંતિ દ્વારા ઉથલાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેને વેલ્વેટ રેવોલ્યુશન' ('velvet revolution') નામ અપાયું હતું. તેઓ. પાછળથી ઝેકોસ્લોવાકિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અમેરિકાના પૂર્વ પ્રમુખ ક્લિન્ટને કહ્યું હતું કે જો આપણે માત્ર એક વિમાન ઓછું આપ્યું. હોત તો આતંકવાદીઓ કેટલા ઓછા થયા હોતા તે તો કેવળ ભગવાન જ કહી શકે, પરંતુ તે જ તેમજ વૈજ્ઞાનિકોને આપણે ભણાવી શક્યા હોત.'' તેમણે આ શબ્દો ડિસેમ્બર ૨૦૦૬માં કેનેડામાં યોજાયેલી બાળગરીબીની પરિષદમાં પાકિસ્તાન માટે કહ્યું હતું. ક્લિન્ટને Clinton Global Initiative (CG) નામની એક સંસ્થા પણ શરૂ કરી છે, જે શિક્ષણ, આબોહવા, આરોગ્ય તેમજ ગરીબી-નિવારણ માટે કાર્યરત છે. 45
Page #53
--------------------------------------------------------------------------
________________ શાંતિદૂત ઈ.સ.૨૦૦૧ 2009 દરમિયાન Amnesty International નાં પ્રમુખ બનેલાં આઈરિન ખાન પ્રથમ એશિયન અને પ્રથમ મહિલા પ્રમુખ હતાં. તેઓ માને છે કે ન્યાય તેમજ માનવ-અધિકારના આદર વિના શાંતિ શક્ય નથી. તેમને ઈ.સ.૨૦૦૬માં સિડની શાંતિ પુરસ્કાર એનાયત થયો. હતો. લેક વાલેસાએ ગજ્જ (પોલેન્ડ) ખાતે એક હડતાલનું નેતૃત્વ કર્યું હતું, જેના પરિણામે પોલેન્ડમાં તથા અન્ય સ્થળોએ સામ્યવાદનું પતન થયું હતું. તેમને લોકશાહીનાં તરફ દાર તરીકે યાદ કરાય છે. તે પાછળથી પોલેન્ડના પ્રમુખ થયા હતા. 46
Page #54
--------------------------------------------------------------------------
________________ શાંતિદૂત અમેરિકાના પૂર્વ પ્રમુખ કાટર કહ્યું હતું કે “વેસ્ટ બેન્કમાં જે થઈ રહ્યું છે તે ઇઝરાઇલી ધર્મના મૂળભૂત સિદ્ધાંતોથી તદ્દન વિરુદ્ધનું છે તેમ જ ઇઝરાઇલ દેશની રચના વખતના મૂળભૂત સિદ્ધાંતોથી પણ તદ્દન વિરુદ્ધનું છે. લશ્કરી દળો પોતાના કબજા. હેઠળના ક્ષેત્રમાં જે કરી રહ્યાં છે તે પેલેસ્ટાઇનના લોકો પર થઈ રહેલા અપરાધો જોર્ડનનાં રાણી રાનીયા સ્ત્રીસશક્તિકરણ માટે કામ કરે છે. તેમણે નાની રકમ ઉધાર આપવાનું (micro-lending) એક અભિયાન શરૂ કર્યું છે. તેઓ માને છે કે “આ માત્ર ગરીબી દૂર કરવાનો જ ઉપાય નથી, પરંતુ સ્વનિર્ભર થવા નો ઉપાય પણ છે.'' 40
Page #55
--------------------------------------------------------------------------
________________ શાંતિદૂત બ્રિટનના ખૂબ પ્રતિષ્ઠિત અને મુસ્લિમ વિરુદ્ધના મુસ્લિમ' એડ હુસેન સમાવર્તન અને બહુસંસ્કૃતિવાદના પ્રતિક સમા છે. તેઓ દઢપણે માને છે કે તેમની આસ્થા ખુંચવાઈ ગઈ છે. અને મુસ્લિમ યુવાનો ઇસ્લામના શાંતિપૂર્ણ સગુણોની ઉપેક્ષા કરે છે. રોટરી ક્લબના સદસ્યો શાંતિના સંવર્ધન માટે બે કાર્યક્રમ કરી રહ્યા છે : Rotary World Peace Fellowships and Rotary Peace and Conflicts Studies (રોટરી વિશ્વશાંતિ ભાઈચારો તેમ જ રોટરી શાંતિ અને સંઘર્ષ -અભ્યાસો). GUNDATION 2 UVA GOTARY EN THE T M. TARY IN ERNATIONAL AN NATION 48
Page #56
--------------------------------------------------------------------------
________________ શાંતિદૂત અમેરિકાના પૂર્વ પ્રમુખ સદ્ગત રેગનનું બ્રાન્ડેનબર્ગ પ્રવચના 12 જુન, 1987 ના રોજ અપાયેલા. આ પ્રખ્યાત પ્રવચનમાં નૈતિક સમજાવટની શક્તિ વર્તાય છે. “જનરલ સેક્રેટરી ગોબચોવ, આપ જો શાંતિ, સમૃદ્ધિ તેમજ સ્વતંત્રતા ઈચ્છતા હો તો, આવો આ દરવાજા પાસે આવો. શ્રીમાન ગોર્બોચોવ, આ દરવાજો ખોલો ! .... આ દીવાલા ને તોડી પાડો.'' રશિયા ના પૂર્વ પ્રમુખ મિખાઈલ ગોર્બોચોવ બોલ્યા હતા કે " “સલામતી સમિતિના કે બીજા દેશોના અભિપ્રાયની કદર કર્યા વિના , પરવા કર્યા વિના અમેરિકાએ ઇરાક પર આક્રમણ કર્યું, જેનાં પરિણામ વિનાશક છે. લશ્કરી તાકાતના ઘમંડથી આ. ગંભીર સમસ્યા સર્જાઈ છે.'' 49
Page #57
--------------------------------------------------------------------------
________________ શાંતિદૂત નોઆમ ચોસ્કીએ કહ્યું છે કે " અમેરિકાનું ઇરાક પરનું આક્રમણ તે અન્યાયપૂર્ણ યુદ્ધ છે. આપણે ઈરાકમાં શા માટે છીએ ? ઈરાકને નષ્ટ કરીને આપણે ઈરાકના નાગરિકો પાસેથી શું મેળવવા ઈચ્છીએ છીએ ?'' અમેરિકા ઓબામાએ ન 3, 2009 ના કેરો યુનિવર્સિટીમાં આપેલા વ્યાખ્યાનમાં જગતના મુસ્લિમોને જણાવ્યું કે ““હું અહીંયા અમેરિકાના તેમજ જગતભરના મુસ્લિમો વચ્ચે નવી શરૂઆત કરવા આવ્યો છું કે જે પરસ્પરના સન્માન તેમજ હિતસંબંધી હોય.....'' પ૦
Page #58
--------------------------------------------------------------------------
________________ શાંતિદૂત સાર્વત્રિક જવાબદારી'' - દલાઈ લામા. આજે આપણે અન્યોન્ય પર એટલા આધારિત છીએ, અન્યોન્ય સાથે એટલા જોડાયેલા છીએ કે સાર્વત્રિક જવાબદારીની લાગણી વિના આપણે આપણા અસ્તિત્વના ખતરાઓ સામે ટકી રહેવાની આશા રાખી ન શકીએ. વિશ્વશાંતિ માટે વિશ્વની. સમસ્યાઓ સામે સાર્વત્રિક એક માત્ર આધાર શ્રી શ્રી રવિશંકરે તેમની શ્રીલંકાની મુલાકાત દરમિયાન શાંતિપૂર્ણ ઉકેલ માટે ની ઈચ્છા દર્શાવી હતી. શાંતિના સંવર્ધન માટે તેઓએ અન્ય દેશોની પણ સફર કરી છે.
Page #59
--------------------------------------------------------------------------
________________ શાંતિદૂત લૂઇઝ મુશિકિવાબો ઈ.સ.૧૯૯૪ માં માત્ર ત્રણ માસમાં રવાડાની હુતુ બહુમતી દ્વારા દસ લાખ તુસ્ત્રીઓની કલેઆમ થઈ હતી. પોતાનો દેશ આ કોમીસંહાર પછી પુનઃ સામાન્ય સ્થિતિ મેળવે અને એકરાગનું વેશ્ચિક મોડેલ બને તે માટે વિદેશપ્રધાન મુશિકિવાબો ઉપાયો યોજી રહ્યાં છે. ઓગ સેન સૂ ચી મ્યાનમારમાં વિપક્ષની નેતા હોવાથી તેઓ 14 વર્ષ કેદમાં હતાં. લાંબા સમયથી યાતના ભોગવતા લોકો માટે તે આશાનું પ્રતીક છે. લશ્કરી દમનનો સામનો કરવા તેમણે હંમેશા શાંતિ અને સમાધાનની તરફેણ કરી છે. પર
Page #60
--------------------------------------------------------------------------
________________ શાંતિ પરિયોજના aman ki asha NE - Go THE FIRST STEP 'અમનની આશા' ભારત-પાકિસ્તાન શાંતિની પહેલ, જાન્યુઆરી 1, 2010 ના રોજ શરૂ થઈ હતી. સરહદોને જોડતા સેતુ બનાવવાના આ કામમાં લેખકો, સંગીતજ્ઞો, ખેલાડીઓ, વિધાર્થીઓ, - કવિઓ, પત્રકારો અને અભિનેતાઓએ ભાગ લીધો હતો. શ્રીલંકામાં ક્રાંતિ આંદોલના મેસેસે એવોર્ડ વિજેતા ડો. એ. ટી. અરિયરનેએ નિર્માણ માટે શ્રીલંકામાં ઈ.સ.૧૯૫૮માં ગાંધીવાદી સિદ્ધાંતો પર રચાયેલું અને અહિંસા, સત્ય અને ક્ષમાનાં મૂલ્યોને વિશેષ મહત્ત્વ આપતું આ આદોલન 15,000 ગામોમાં ચાલે છે. પ૩
Page #61
--------------------------------------------------------------------------
________________ શાંતિ પરિયોજના The Forgiveness Project London, England www.theforgivenessproject.com ક્ષમાં પરિયોજના ઈ.સ.૨૦૦૫માં ઇંગ્લેન્ડમાં એક સંસ્થાની રચના કરવામાં આવી છે. તે સંઘર્ષ-સમાધાન અને ક્ષતિપૂરક ન્યાય તેમ જ સંઘર્ષ, હિંસા અને ગુનાખોરીની અંતહીના ઘટમાળોના વિકલ્પોને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. The Forgiveness Project works at a local, national and international level to help build a future free of conflict and violence by healing the de of the past ઈ.સ.૨000 ની સાલમાં માત્ર યુ.એસ.માં રીવોલ્વરથી 28 663 લોકોના મોત થયા હતા. પ૪
Page #62
--------------------------------------------------------------------------
________________ શાંતિ પરિયોજના MILLION MOM MARCH MOTHER'S DAY 2011 Washington D.C. માતૃસંવેદના ઈ.સ.૨૦૦૦ માં 14 મે(મધર્સ ડે)ના રોજ વોશિંગ્ટન ડી.સી.માં એકઠા થયેલા 7,00,000 લોકોએ ગન માટે વિવેકયુક્ત કાયદાઓની માંગ કરી. તેમણે હિંસાથી થતા. અસંખ્ય મોત બાબતે સજાગતા. કેળવવા રજૂઆત કરી. આંખ ઉઘાડનાર સ્મારક હરતુંતું યુદ્ધ સ્મારક - એક યુદ્ધવિરોધી પ્રદર્શન માર્ચ 25, 2005 ના રોજ સાન ફ્રાન્સિસ્કો yazzi. American Friends Service Committee (AFSC), જે Quakers તરીકે વધુ જાણીતું છે, તેના દ્વારા પુરસ્કૃત આ. પ્રદર્શનમાં ઇરાકમાં માર્યા ગયેલાઓને દર્શાવતા હજારો જોડ જૂતાં લાઈનસર ગોઠવેલાં છે. 55
Page #63
--------------------------------------------------------------------------
________________ શાંતિ પરિયોજના કરુણાનું ઘોષણાપત્ર' આધુનિક વિશ્વમાં ધર્મની ભૂમિકા પરના અગ્રણી વિચારક કરેન આર્મસ્ટ્રોંગ “કરુણાનું ઘોષણાપત્ર' જાહેર કરવા માટે ઈ.સ.૨૦૦૯ના નવેમ્બરની જોડાયા. આ ઘોષણાપત્રથી નીતિમત્તાના તેમ જ ધર્મના કેન્દ્રમાં કરુણા પુનઃસ્થાપિત કરવાનું આદ્યાના અપાયું છે. શાંતિપાર્ક યુ.એન. શાંતિપાર્ક અને યુ.એન. મેમોરિયલ હોલ, ચું, સાઉથ કોરિયા. બે દેશો. વચ્ચેના વિવાદિત ક્ષેત્રો બાબતનો. વ્યાવહારિક ઉકેલ છે - શાંતિપાર્ક શરૂ કરવા. વિશ્વભરમાં આશરે 170 જેટલા શાંતિપાર્કો છે. પ૬
Page #64
--------------------------------------------------------------------------
________________ શાંતિ પરિયોજના સ્વાધ્યાય ચળવળ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેએ ઈ.સ.૧૯૯૦માં મહારાષ્ટ્રમાં હિન્દુ આધ્યાત્મિક ચળવળ શરૂ કરી છે. તે ચળવળ અન્વયે 80,000 થી વધુ ગામડાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સમાજ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી છે. તેમાં વ્યક્તિના પરિવર્તન પર વિશેષ ઝોક આપવામાં આવ્યો છે, જેના પરિણામે ક્રમશઃ સામાજિક ફેરફાર અને સુમેળ થાય. બૌદ્ધ પ્રતિબદ્ધતા ક્રૂર શાસકો, અન્યાય અને પરદેશી આધિપત્યનો વિરોધ કરવા બૌદ્ધ સાધુઓ અને સાધ્વીઓ કટિબદ્ધ થયા છે. આ વલણ તિબેટ, મ્યાનમાર, થાઇલેન્ડ અને કોરિયામાં જોવા મળે છે. પ૭
Page #65
--------------------------------------------------------------------------
________________ ARE TO MAKE A DIFFERENCE DACS CARAVAN FOR PEACE કલહથી BUILDING BRIDGES OF PEACE Nova 007 મિડાનાઓમાં શાંતિ-વણજાર નવેમ્બર 21-28, 2008 દરમિયાન ફીલીપાઇન્સના મિડાનાઓ ટાપુ કે જ્યાં સતત 20 વર્ષ આંતરવિગ્રહ ચાલ્યો હતો ત્યાંથી શાંતિ-વણજાર પસાર થઈ. લહનો અંત લાવવા માટે લોકોને સંવેદનશીલ બનાવવા ધાર્મિક અને અને સામાજિક સંસ્થાઓ આ કાફલામાં જોડાઈ હતી. આંતરધર્મ સંવાદ માટે મેડ્રિડ પ્રોગ્રામ માર્ચ 11, 2004 ના રોજ મેડ્રિડની. ચાર ટ્રેન પર થયેલા આતંકવાદી હુમલાઓથી 192 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ મેડ્રિડ કાર્યક્રમ અન્વયે આધ્યાત્મિક વાચનસામગ્રી, કીર્તન અને ધ્યાનસહિત “શાંતિ માટે ધર્મો' એવું પ્રતીક ધરાવતી “શાંતિ ટ્રેન''નું આયોજન થયું હતું. 58
Page #66
--------------------------------------------------------------------------
________________ શાંતિ પરિયોજના રીઓ દ જોનેરોમાં “શાંતિ પોલિસ' PASSION FOR THE PEACE આતંકથી રીઓ શહેરમાં ખૂબ હિંસક અને કંગાળ બનેલા વિસ્તારો પર નિયંત્રણ માટે સરકારી અધિકારીઓ અને પોલીસે એક પોલીસ'' પ્રણાલીગત પોલીસ ઉપરાંતનાં. સામાજિક કર્તવ્ય બજાવે છે. તેમનું મુખ્ય કામ દાયકાઓની હિંસાથી ત્રસ્ત રહેવાસીઓને જીતી અને લોકશાહી ધારાધોરણ સ્થાપી પુન: સામાજિક શાંતિ લાવવાનું છે. બોન્સિયાની સામુદાયિક ઉધાન યોજના'' ઈ.સ.૧૯૯૨ થી 1995 સુધીમાં સર્બ, ક્રોએટ અને બોસ્નેિક લોકો વચ્ચે થયેલાં યુદ્ધમાં 2,50,000 લોકોએ જાન ખોયા. ઈ.સ.૨૦૦૦ માં 2000 લોકોએ 14 ઉધાનોનું નિર્માણ કરવાની સાથે ““ઉધાન યોજના''નો આરંભ કર્યો. શાકભાજીના બાગાયત માટે ભૂમિ, બીજ, ઓજારો અને ખાતર પૂરાં પાડવામાં આવ્યાં. એનાથી ફરી એક વાર મિત્રાચારીની ઉત્તમ
Page #67
--------------------------------------------------------------------------
________________ શાંતિ પરિયોજના સંત ઈગીડિયોનો સમુદાય ઈ.સ.૧૯૬૮ માં રોમમાં સંત ઈગીડિયોના સમુદાયની શરૂઆત કરવામાં આવી. તેમાં 90 દેશોના 50,000 સ્વયંસેવકો છે. તેમનું લક્ષ્ય માનવ-અધિકારો તેમ જ શાંતિ અને ધર્મો વચ્ચેના સંવાદ પર કેન્દ્રિત છે. અનેક આફ્રિકન દેશોમાં તેમના AIDS 44121134 ચાલે છે. ભૂતાન નો ઉNH પ્રયોગ ભૂતાનના રાજા જિમે સીગ્યે . વાંચૂકે ઈ.સ.૧૯૭૨ માં પહેલી વાર શબ્દ આપ્યો : Gross National Happiness (GNH) (સર્વજન સુખાય-સર્વજના હિતાય) ન્યાયસંગત આજીવિકા, કરણા અને હિસ્સેદારીનાં બૌદ્ધ મૂલ્યો આધારિત અર્થતંત્ર ઘડવા માટે ભૂતાન પ્રતિબદ્ધ
Page #68
--------------------------------------------------------------------------
________________ શાંતિ પરિયોજના બાઇબલના પઠનથી સંવાદને પ્રોત્સાહન 28 સપ્ટેમ્બર, 2008 ના રોજ પોપ. બેનેડિક્ટ સોળમાએ “બુક ઓફ જીનેસિસ'ના શરૂઆતનાં પદનું પઠન કર્યું. બાઇબલના બધા જ ગ્રંથો(૭૩ ગ્રંથો)નું 1250 વાચકો દ્વારા 139 કલાક સુધી પઠન કરવામાં આવ્યું. ધર્મગ્રંથો દ્વારા થયેલો આ નવી પ્રકારનો સંવાદ હતો. મુસ્લિમો, યહુદીઓ. અને અન્યોએ તેમાં ભાગ લીધો, તેથી તે યથાર્થ રીતે આંતરધર્મ બન્યો. I Hulah va Israel જળથી શાંતિ જોર્ડન નદી, ગેલિલીનો સમુદ્ર અને મૃત સમુદ્ર (Dead Sea) - બધાં - સૂકાયાં છે. આને કારણે જોર્ડન, પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ સંવાદ શરૂ કરવા વિવશ થયા છે. ત્રણેય દેશોએ સાથે મળીને 'Ecopeace' નામનું સંગઠન શરૂ કર્યું છે. તે સંગઠન ટકી રહેવા માટેના વિકાસને પ્રોત્સાહન આપે છે. Sea of Galilee Varmouk 2 River Jordan River West Bank b ok River Dead Sea Jordan 61
Page #69
--------------------------------------------------------------------------
________________ શાંતિ પરિયોજના મુંબઈમહોલ્લા સમિતિઓ ઈ.સ.૧૯૯૩ નાં મુંબઈનાં રમખાણો પછી વિવિધ વિસ્તારોમાં, વિશેષ કરીને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં અનેક સમિતિઓ રચવામાં આવી. પારસ્પરિક વેર અટકાવવા અને ઉપચારની દિશામાં એ પહેલા છે. સામુદાયિક સંવાદિતા એનો મહત્વનો ઉદ્દેશ છે. શાંતિ માટે ઔષધ અખાતી યુદ્ધ પછી, એક સંગઠનની અનેક મેડિકલ ટીમોએ બિમાર ઈરાકી બાળકોની સારવાર કરી અનેક જિંદગીઓ બચાવી હતી. તેમની દસ્તાવેજી લ્મિો દુનિયાના વિવિધ ભાગોમાંનાં ઈરાકી બાળકોની દુર્દશા દર્શાવે છે. એવી જ જિંદાદિલીથી ભારતીય ડોક્ટરોએ પણ અનેક પાકિસ્તાની બાળકોનાં ઓપરેશન કર્યા હતાં.
Page #70
--------------------------------------------------------------------------
________________ શાંતિ પરિયોજના Mothers for Peace a national movement for peace A Mother for Peace lives here. શાંતિ માટે માતૃવંદ Phillippine Peace Movemnet (ફિલિપાઇન શાંતિ ચળવળ) એ રાષ્ટ્રવ્યાપી ચળવળ છે, જેમાં વિવિધ ધર્મોની મહિલાઓ ભાઈચારાની ભાવનાથી એકત્રિતા થાય છે. મિડાનાઓમાં લશ્કર અને મુસ્લિમ વિદ્રોહી વચ્ચે ચાર દાયકાથી ચાલતા આંતરવિગ્રહમાં યુદ્ધવિરામની માંગ માટે તેની શરૂઆત ઈ.સ.૨૦૦૩ માં થઈ હતી. હાલમાં સામાન્ય મહિલાઓનાં જીવનમાં શાંતિ સ્થાપવાના ભાગરૂપે શાંતિમંડળોની રચના થાય છે. શાંતિ માટે પાદરી સમુદાય આ એક વિશ્વવ્યાપી સંસ્થા છે, જેનો ઉદ્દેશ કચડાયેલા લોકોને ન્યાય અને આત્મનિર્ધાર માટે પ્રોત્સાહિત કરવાનો છે. - PASTORS FOR PEACE END THE EMBANO THE EMBAS TO YOW
Page #71
--------------------------------------------------------------------------
________________ શાંતિ પરિયોજના SCIENCE PEACE. શાંતિ માટે વિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાનીઓ, એન્જિનીયરો, સમાજવિજ્ઞાનીઓ, શિષ્ટ સાહિત્યના વિદ્વાનો અને અન્ય વિચારશીલ લોકોની બનેલી આ એક કેનેડિયન સંસ્થા છે. તેનો ઉદ્દેશ હિંસા, પર્યાવરણને હાનિ અને સામાજિક અન્યાયને ટેકો આપતાં પરિબળોને સમજવાની અને તેની વિરુદ્ધમાં સક્રિય થવાની છે. “મેયર્સ ફોર પીસ'' 1500 શહેરોમાં ફ્લાયેલું આ. આંતરરાષ્ટ્રીય નેટવર્ક ઈ.સ૧૯૪૫માં પરમાણુશસ્ત્રો દ્વારા નાશ પામેલાં બે શહેરો - હિરોશીમા અને નાગાસાકીના. નગરપતિઓ દ્વારા શરૂ થયું હતું. હાલમાં અસ્તિત્વમાં છે તે બધાં શસ્ત્રાગારોનાં નિરસન અને પ્રત્યેક દેશને પરમાણુશસ્ત્રો બનાવતા રોકવા બાબતની સંધિ પર વાટાઘાટો શરૂ કરવા તમામ સરકારોને મેયર્સ ફોર પીસ' અપીલા કરે છે. Mayo for Peace Demag 14 borderen de Verenigde Staten de la ima en Nanak De laire en tegen de steden is uir hereven na 200,000 m en van het leven. Tot wandosyal w in beide steden de gevolgen van de ve westende straling die bij de bombardamente er veel mensen k an kanker baby worden g ewinntale herstand tiny van het team veel doodgeborenen en suten voor eenige dreiging die uitgaat van R une Sinds 1945 rechten de Verenigde den stappe n de rich een veter wereld is een wereldwijd verbo fસ કરો દર કરતાં કરતાં કહ્યું છે તેવી જ છે wanneer het m et fon Proliferatie NPT ondertekend wordt. Door het staten onderwens werven an amach kernwapenarsenaal votled કat RTE હs : 64
Page #72
--------------------------------------------------------------------------
________________ શાંતિની શક્યતા Peace in Aceh afte opere 30 long years! Aceh, ઇન્ડોનેશિયામાં ઐતિહાસિક શાંતિ કરારથી 30 વર્ષની દુશ્મનાવટનો અંત આવ્યો. Indonesia completes pullout of non-local troops from Aceh, a very crucial step towards implementing the peace deal રાકન કર જ ન કહેતા કે ન - દમ ર બ બી - 8 + મ = મધ વીર જ રાજ - 6 - - ન "જ ,શકwr : વક કા = ક મ ક The w ee how દિ ક પેરુ-ઇક્વેડોર નેશનલ પીસ પાર્ક પ૭ વર્ષના સરહદયુદ્ધ પછી જોહાન ગલતુંગે સૂચવ્યું કે 500 ચો.કિ.મી.નો વિસ્તાર પીસ પાર્કમાં ફેરવવો. 65
Page #73
--------------------------------------------------------------------------
________________ ભલામણો (1) સ્કૂલ અને કોલેજ કક્ષાએ “વિશ્વધર્મો'ના અભ્યાસક્રમો દાખલ કરવાથી અન્ય ધર્મો અને સંસ્કૃતિઓ વિશેની સમજ અને સહિષ્ણુતા કેળવાશે. (2) શાંતિશિક્ષણના અભ્યાસક્રમો શરૂ કરવા. (3) વિશ્વભરની વિવિધ યુનિવર્સિટીઓમાં ગાંધી વિચારધારા અભ્યાસને ટેકો આપવો. (4) વિશ્વભરમાં આંતરધર્મ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. (5) વ્યક્તિઓને હથિયારના વેચાણ બાબતે કઠોર કાયદા ઘડવા. (6) પ્રત્યેક દેશે સંરક્ષણખર્ચ ઘટાડી Millennium Development Goals (સહસ્રાબ્દી વિકાસ લક્ષ્યો)ને સાધવા ઉપાયો યોજવા. સંચારમાધ્યમો સાથે સંવાદ શરૂ કરીને શાંતિના સંવર્ધન માટેના ઉપાયો ખોળવા. (8) વાલીઓ અને શિક્ષકોએ અન્ય ધર્મો અને સંસ્કૃતિઓ પ્રત્યે સહિષ્ણુતા કેળવવા રચનાત્મક ભૂમિકા અદા કરવી. (9) પેલેસ્ટાઇન અને ઇરાકની જટિલ સમસ્યાના ઝડપી અને ન્યાયી ઉકેલ માટે તમામ પ્રયાસો કરવા. (10) પશ્ચિમના અને ઇસ્લામી દેશો વચ્ચે વધારે સારી સમજ કેળવાય તે માટે વિવિધ સ્તરે સંવાદ શરૂ કરવા. (11) પરમાણુશસ્ત્રો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાય તે માટે તમામ ઉપાયો શોધવા. (12) વૈશ્વિક કલહોમાં યુ.એન. મધ્યવર્તી અને મહત્ત્વની મધ્યસ્થીની ભૂમિકા ભજવે એ અનિવાર્ય છે. તેની પ્રવૃત્તિઓને ટેકો આપવો. તારણ એ સ્પષ્ટ છે કે હિંસાની સમસ્યા જટિલ અને બહુપરિમાણીય છે. આ અનિષ્ટનો સરળ ઉકેલ નથી. આપણી ધાર્મિક પ્રણાલીઓમાં આ સમસ્યાનો સામનો કરવા માટે માર્ગદર્શક બની રહે એવા અસંખ્ય ઉકેલો છે. શાંતિના સંવર્ધન માટે તમે કયાં નક્કર પગલાં ભરશો ? These are the three great duties of mankind: To make an enemy a friend, To make a wicked person righteous, And to make an ignorant person wise (Shayest-ne-Shayest XX.6) In this world may obedience triumph over disobedience, Peace over discord, Generosity over niggardliness, Reverence over contempt, The true spoken word over the false spoken word, And truth over falsehood (Yasna 60.5) હું ઝોરોસ્ટ્રીયના ધર્મગ્રંથોનાં પ્રેરક વચનો સાથે સમાપન કરું છું. -ડો. હોમી. બી. લાલા 66
Page #74
--------------------------------------------------------------------------
________________ અમદાવાદ - 380 009