________________ પુરોવચન ડો. એ.પી.જે.અબ્દુલકલામ, ભારતના રાષ્ટ્રપતિ હતા ત્યારે તેઓએ ‘‘ફાઉન્ડેશન ફોર યુનિટી ઓફ રિલિજીયન્સ એન્ડ એન્વાઇટડ સીટીઝનશીપ (FUREC)ની રચના માટે વિવિધ ધાર્મિક પરંપરાઓના અગ્રણીઓ અને વિદ્વાનોને આમંત્રિત કર્યા હતા. FOREC ની ટોચની સમિતિમાં ઝોરોસ્ટ્રીયન પ્રતિનિધિ તરીકે મારી નિમણૂંક કરવામાં આવી હતી. આ સંસ્થાના નેજા હેઠળ અનેક સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે. FOREC ની એક મીટીંગમાં ચર્ચાવિચારણામાં ‘શાંતિ અને હિંસ આવ્યો. હું શાંતિ ચળવળમાં 25 વર્ષથી સંકળાયેલો છું, તેથી મેં શાંતિનાં અનેક પરિમાણો અને વિશ્વના વિવિધ ભાગોમાં થઈ રહેલાં શાંતિ સંવર્ધનનાં કાર્યો સમજાવ્યાં. આ વિચારવિનિમયને પરિણામે ""Many Faces of Peace'' નામનું એક પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું મેં નક્કી કર્યું. કલાકારો, શિક્ષણવિદો, સંગીતજ્ઞો, ધાર્મિક અગ્રણીઓ, ખેલાડીઓ, રાજનીતિજ્ઞો ઇત્યાદિ દ્વારા થઈ રહેલાં સકારાત્મક પ્રદાના સહિત શાંતિનાં બહુપરિમાણિક પાસાંની વિશિષ્ટતાઓ દર્શાવવી જરૂરી હતી. દુર્ભાગ્યે , હિંસા એટલી ફ્લાઈ છે કે હવે દુનિયાભરમાં શાંતિના સંવર્ધન માટે થતાં રચનાત્મક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી બન્યું છે. આ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન વિશ્વના વિવિધ ભાગોમાં યોજાયેલી અનેક કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યું છે. - આ રજૂઆત માટે કેટલાક પ્રેસ રીપોટ Afternoon Despatch & Courier, DNA, Hindustan Times, Mumbai Mirror, Sunday Express, The Times of India માંથી લીધા છે. તે માટે તેમનો આભારી છું. નામાંકિત વ્યક્તિઓના તેમજ અન્ય કેટલાક ફોટોગ્રાફ્સ ઇન્ટરનેટ પરથી ઉપલબ્ધ થયા છે. લબ્ધપ્રતિષ્ઠિત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના ઉધમી નિયામક ડો. જિતેન્દ્રભાઈ શાહનો આ અવસરે આભાર માનું છું. તેમણે આ પ્રોજેક્ટમાં ઊંડો રસ લઈ તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવ્યો. મને એ જાણીને અત્યંત આનંદ થયો કે મારું આ કાર્ય ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક શેક્ષણિક સાધન તરીકે ઉપયોગી થશે. વિદ્યાર્થી સમુદાય માટે આ સંદેશ અત્યંત આવશ્યક છે. મને શ્રદ્ધા છે કે તેનાથી વિધાર્થીઓ શાંતિનાં કાર્ય માટે પ્રેરાશે, ડો. કલામે આ પુસ્તકનું વિમોચન કરવાનું સ્વીકાર્યું તે માટે હું તેમનો ઓશિંગણ છું. તેમણે અબજો ભારતીય વિદ્યાર્થીઓની સર્જન-લ્પનાશક્તિમાં ચેતના પૂરી છે. તેથી આ પ્રોજેક્ટના મંડાણ માટે તેઓ જ સર્વથા યોગ્ય છે. અમદાવાદ ડો. હોમી. બી. લાલા તા.૧૧-૧૧-૨૦૧૧