________________ શાંતિનાં સ્વરૂપો ડો. હોમી વાલા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે.અબ્દુલકલામે ફાઉન્ડેશન ફોર ધી યુનિટી ઓફ રિલિજીયન્સ એન્ડ એન્વાઇટન્ડ સીટીઝનશીપ (FUREC)નો ઈ.સ.૨૦૦૪ માં શુભારંભ કર્યો. FOREC ની ટોચની સમિતિમાં ડો. હોમી ધાલા અને અન્ય ધાર્મિક અગ્રણીઓની નિમણૂંક કરવામાં આવી. FURTC ની એક મીટીંગમાં " “શાંતિ અને હિંસા'' પર થયેલા વિચારવિનિમયથી ડો.ધાલાને આ પ્રેઝન્ટેશન માટેની પ્રેરણા મળી. આ પ્રેઝન્ટેશનનો પહેલો ભાગ હિંસાનાં વિવિધ સ્વરૂપોને ટૂંકમાં દર્શાવે છે, જ્યારે બીજો ભાગ શિક્ષણવિદો, ધાર્મિક અગ્રણીઓ, રાજનીતિજ્ઞો, કલાકારો અને અન્યો દ્વારા શાંતિ માટે વૈશ્વિક સ્તરે થયેલાં રચનાત્મક કાર્યો પર કેન્દ્રિત છે. આ પ્રેઝન્ટેશન રજૂ કરવાનો ઉદ્દેશ - લોકોને શાંતિના સંવર્ધનમાં સહભાગી થવા માટે પ્રેરવાનો છે. આ સમય છે વ્યક્તિગત કે સામૂહિક રીતે શાંતિ વિશે બોલવાનો કે કંઈક કરવાનો. ડો. કલામના શબ્દોમાં: ‘‘જ્યારે મહાત્મા ગાંધીએ “ભારત છોડો'(“Quit India'') ની ઘોષણા કરી. ત્યારે તેમનું એક સ્વપ્ન હતું. માર્ટિન લ્યુથર કિંગે જ્યારે એલાન કર્યું કે “મારું એક સ્વપ્ન છે'' ત્યારે તેમણે પ્રવચન આપવાથી વિશેષ કર્યું. બંનેએ તેમની દૂરદર્શીતા નિરૂપિત કરી જેનાથી ઇતિહાસનો પથ બદલાયો, તેમનાં નિરૂપણો ભવિષ્યના નકશા હતા. આપણી આજની દૃષ્ટિ આપણી આવતીકાલને સર્જે છે.'' આથી શાંતિ-સંવર્ધનમાં પોતે કઈ રીતે યોગદાન આપશે અને હિંસાના પડકારો કેવી રીતે ઝીલશે તે વિશેની દૃષ્ટિ બધાં સ્ત્રીપુરુષો પાસે હોવી અનિવાર્ય છે. ભાગ - 1 ઈ.સ.ની પહેલી સદીથી ઈ.સ.૧૮૯૯ સુધીનાં તમામ યુદ્ધોમાં ભોગ બનેલા લોકોથી ત્રણ ગણા - આશરે 11 કરોડ લોકો માત્ર વીસમી સદીમાં થયેલાં યુદ્ધોનો ભોગ બન્યા છે. આમાંનાં કેટલાંક યુદ્ધો તો ધર્મના નામે લડાયાં હતાં. હિંસાના છેડાઓ ઘણાં ઊંડે સુધી પહોંચ્યા છે અને વિસ્તૃત પણ થયા છે. એના કોરડા સમાજ પર વિવિધ રીતે વીંઝાય છે. ઉદાહરણ તરીકે, રાજ્ય પ્રયોજિત હિંસા, મુક્તિ માટે હિંસા, આત્મઘાતી બોમ્બરો, પ્રવાહી વિસ્ફોટકો, પોલીસની પાશવતા, સ્ત્રીભૃણહત્યા, ઘરેલુ હિંસા, સમુદ્રી હિંસા, પારિસ્થિતિક હિંસા, માનવ-અધિકારોનો ભંગ વગેરે. ભાગ - 2 - હિંસા વ્યાપક બની છે, તો શાંતિના સંવર્ધન માટે કાર્ય કરવાની સભાનતા પણ વધી છે. હવે કદાચ સમય છે જખ્ખો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ઉપચાર માટે કાર્યરત થવાનો . હવે આપણે શાંતિના સંવર્ધનને વેગ આપવાના વિવિધ કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરીએ.