________________ પ્રકાશકીય આજે સમગ્ર વિશ્વ ભય અને આતંકના ઓથાર નીચે જીવી રહ્યું છે. માનવે માનવી વચ્ચેનું અંતર વધી રહ્યું છે. રાષ્ટ્રો પરસ્પર યુદ્ધો કરી રહ્યાં છે. આવી વિકટ પરિસ્થિતિમાં શાંતિની આવશ્યકતા અંગે કોઈ પ્રશ્ન ન હોઈ શકે. આજે વિશ્વશાંતિની ખોજ ચાલી રહી છે. સંગોષ્ઠીઓ અને સંમેલનો યોજાય છે. વિશ્વના ભિન્ન ભિના અગ્રેસર રહ્યો છે. ભારતે સમગ્ર વિશ્વને પ્રાચીન સાહિત્ય દ્વારા વિશ્વશાંતિ, વસુધૈવ કુટુમ્બકમ જેવા સંદેશ આપી નેતૃત્વ કર્યું છે. તેમ છતાં વિશ્વમાં ચાલી રહેલા શાંતિ-સ્થાપનાના પ્રયાસોનો સંગ્રહ કોઈ એક ગ્રંથમાં દુર્લભ છે. તે તમામ ઘટનાઓને પ્રસ્તુત નાનકડા પુસ્તકમાં ડો. હોમી ધાલાએ સમાવી લીધી છે. આજથી ત્રણ વર્ષ પૂર્વે લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિધામંદિરે શ્રેષ્ઠી શ્રી કસ્તુરભાઈ લાલભાઈ વ્યાખ્યાનમાળામાં ડો. હોમી ધાલાને વ્યાખ્યાનો આપવા આમંત્રિત કર્યા હતા. ત્યારે તેમણે શાંતિનાં અનેક સ્વરૂપો અંગે મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે તે વ્યાખ્યાન અંગ્રેજીમાં આપ્યું હતું. તે વ્યાખ્યાન ગુજરાતીમાં છપાયા અને તેનો પ્રચાર શાળા અને કોલેજોમાં થાય તો શાંતિની જ્યોત વધુ પ્રજવલિત થાય તેવી ભાવના વ્યક્ત કરી હતી. મારી ભાવનાને ડો. હોમી ધાલાએ વધાવી લીધી. તેમનાં વ્યાખ્યાનોને ગુજરાતીમાં અનુવાદિત કરવાનું ડો. શ્રીદેવી મહેતા તથા પ્રા. પ્રશાંત દવેએ ઉપાડી લીધું, તેમાં ડો. બાલાજી ગણોરકરનો પણ સહયોગ મળ્યો. અનુવાદ સરળ અને પ્રવાહી શૈલીમાં થયો છે, તેથી જિજ્ઞાસુઓને લાભ થશે. આ પુસ્તકના લોકાર્પણનો સમારોહ મહામહિમ પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે થાય તેવી ભાવના પહેલાંથી જ મનમાં ઉદ્ભવેલી. પરમાત્માની કૃપાથી ભાવના સાકાર થઈ રહી છે તે સોનામાં સુગંધ ભળવા જેવી ઘટના છે. માનનીય પર્વ રાષ્ટ્રપતિએ અતિ વ્યસ્ત સમયમાંથી અમારા આમંત્રણનો સ્વીકાર કર્યો તે માટે અમે આ કાર્યમાં સહયોગ કરનાર તમામનો હૃદયથી આભાર માનું છું. મને શ્રદ્ધા છે કે શાંતિની જ્યોત ગુજરાતથી સમગ્ર વિશ્વમાં ફ્લાશે. જિતેન્દ્ર બી. શાહ અમદાવાદ તા.૧૧-૧૧-૨૦૧૧