________________ ધાર્મિક અગ્રણીઓની સકારાત્મક ભૂમિકા લબ્ધપ્રતિષ્ઠિત જેના ગુર આચાર્ય મહાશ્રમણે. કહ્યું, “આંતરિક શાંતિનો સૌથી મોટો અવરોધ છે ભાવાત્મક અસંતુલન. જો પ્રયાસપૂર્વક વ્યક્તિ પોતાની ભાવનાઓ પર અંકુશ રાખતા શીખે તો આંતરિક શાંતિ શોધવાની જરૂર ના પડે.' ' બિશપ - ડેસ્મોન્ડ ટટુ કેપ ટાઉનના સર્વપ્રથમ હબસી. આર્કબિશપ અને સાઉથ આફ્રિકાના એંગ્લીકન ચર્ચના વડા હતા. એ આ પદનો ઉપયોગ રંગભેદ અને સાઉથ આફ્રિકાની જાતિવાદી નીતિઓના વિરોધ માટે કર્યો. તેમને ઈ.સ.૧૯૮૪ માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો.