________________ શાંતિના અન્ય સૂર પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ મુશર્રફે સપ્ટેમ્બર 2006 માં યુનાઇટેડ નેશન્સમાં કહ્યું, “ઇસ્લામી રાજ્યને સંડોવતા દરેક નવા રણક્ષેત્ર આતકવાદીઓ અને ઉગ્રવાદીઓનાં નવાં ઉછેરકેન્દ્રો બન્યાં છે. વિવેકહીન બોમ્બમારો, નાગિરક જાનહાનિ, યાતનાઓ, નાગરિક અધિકારોનો ભંગ, જાતિવાદ વિશેનાં ઉચ્ચારણો, ભેદભાવ-એ બધાં આતંકવાદને પરાજિત કરવાના પડકારમાં કેવળ વિઘ્નો ઊભા. કરે છે. મહારાષ્ટ્રના પૂર્વ ગવર્નર ડો.પી. સી. એલેકઝાન્ડરનું અવલોકન છે, “વર્ષોથી. જમીન-સધારણામાં નિષ્ફળતા , આદિવાસીઓની જમીનો જબરજસ્તીથી , પડાવી લેવી જેવાં સામાજિક-આર્થિક પરિબળોને કારણે કેટલાક વિસ્તારોમાં હિંસા અને વિદ્રોહ ઉદ્દભવ્યાં છે.' 38