Book Title: Shantina Swarupo
Author(s): Homi Ghala
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 69
________________ શાંતિ પરિયોજના મુંબઈમહોલ્લા સમિતિઓ ઈ.સ.૧૯૯૩ નાં મુંબઈનાં રમખાણો પછી વિવિધ વિસ્તારોમાં, વિશેષ કરીને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં અનેક સમિતિઓ રચવામાં આવી. પારસ્પરિક વેર અટકાવવા અને ઉપચારની દિશામાં એ પહેલા છે. સામુદાયિક સંવાદિતા એનો મહત્વનો ઉદ્દેશ છે. શાંતિ માટે ઔષધ અખાતી યુદ્ધ પછી, એક સંગઠનની અનેક મેડિકલ ટીમોએ બિમાર ઈરાકી બાળકોની સારવાર કરી અનેક જિંદગીઓ બચાવી હતી. તેમની દસ્તાવેજી લ્મિો દુનિયાના વિવિધ ભાગોમાંનાં ઈરાકી બાળકોની દુર્દશા દર્શાવે છે. એવી જ જિંદાદિલીથી ભારતીય ડોક્ટરોએ પણ અનેક પાકિસ્તાની બાળકોનાં ઓપરેશન કર્યા હતાં.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74