________________ ભલામણો (1) સ્કૂલ અને કોલેજ કક્ષાએ “વિશ્વધર્મો'ના અભ્યાસક્રમો દાખલ કરવાથી અન્ય ધર્મો અને સંસ્કૃતિઓ વિશેની સમજ અને સહિષ્ણુતા કેળવાશે. (2) શાંતિશિક્ષણના અભ્યાસક્રમો શરૂ કરવા. (3) વિશ્વભરની વિવિધ યુનિવર્સિટીઓમાં ગાંધી વિચારધારા અભ્યાસને ટેકો આપવો. (4) વિશ્વભરમાં આંતરધર્મ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. (5) વ્યક્તિઓને હથિયારના વેચાણ બાબતે કઠોર કાયદા ઘડવા. (6) પ્રત્યેક દેશે સંરક્ષણખર્ચ ઘટાડી Millennium Development Goals (સહસ્રાબ્દી વિકાસ લક્ષ્યો)ને સાધવા ઉપાયો યોજવા. સંચારમાધ્યમો સાથે સંવાદ શરૂ કરીને શાંતિના સંવર્ધન માટેના ઉપાયો ખોળવા. (8) વાલીઓ અને શિક્ષકોએ અન્ય ધર્મો અને સંસ્કૃતિઓ પ્રત્યે સહિષ્ણુતા કેળવવા રચનાત્મક ભૂમિકા અદા કરવી. (9) પેલેસ્ટાઇન અને ઇરાકની જટિલ સમસ્યાના ઝડપી અને ન્યાયી ઉકેલ માટે તમામ પ્રયાસો કરવા. (10) પશ્ચિમના અને ઇસ્લામી દેશો વચ્ચે વધારે સારી સમજ કેળવાય તે માટે વિવિધ સ્તરે સંવાદ શરૂ કરવા. (11) પરમાણુશસ્ત્રો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાય તે માટે તમામ ઉપાયો શોધવા. (12) વૈશ્વિક કલહોમાં યુ.એન. મધ્યવર્તી અને મહત્ત્વની મધ્યસ્થીની ભૂમિકા ભજવે એ અનિવાર્ય છે. તેની પ્રવૃત્તિઓને ટેકો આપવો. તારણ એ સ્પષ્ટ છે કે હિંસાની સમસ્યા જટિલ અને બહુપરિમાણીય છે. આ અનિષ્ટનો સરળ ઉકેલ નથી. આપણી ધાર્મિક પ્રણાલીઓમાં આ સમસ્યાનો સામનો કરવા માટે માર્ગદર્શક બની રહે એવા અસંખ્ય ઉકેલો છે. શાંતિના સંવર્ધન માટે તમે કયાં નક્કર પગલાં ભરશો ? These are the three great duties of mankind: To make an enemy a friend, To make a wicked person righteous, And to make an ignorant person wise (Shayest-ne-Shayest XX.6) In this world may obedience triumph over disobedience, Peace over discord, Generosity over niggardliness, Reverence over contempt, The true spoken word over the false spoken word, And truth over falsehood (Yasna 60.5) હું ઝોરોસ્ટ્રીયના ધર્મગ્રંથોનાં પ્રેરક વચનો સાથે સમાપન કરું છું. -ડો. હોમી. બી. લાલા 66