________________ શાંતિ માટે કલાકારો દલાઈ લામાએ ઈ.સ.૧૯૯૮માં World Festival of Sacred Music (પાવન સંગીતનો. વિશ્વસમારોહ)નો આરંભ કર્યો. તેઓએ કહ્યું, “સંગીત એ પોતાની અન્ય સાથેની સંવાદિતાની ઝંખનાનું પ્રતીક છે. સંગીતમાં કંઈક એવું છે જે આપણને ઉપર ઉઠાવીને એકરૂપ બનાવે છે.' સીમા સહેગલા પોતાની કવિતા અને ગીતો દ્વારા ભારત-પાકિસ્તાન મિત્રતાને પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેઓ કલાની વૈશ્વિક્તાને દોહરાવતાં કહે છે, “સંગીતા અને કલા સરહદો, રાષ્ટ્રીયતા અને ધાર્મિક ઝનૂનની સરિયામ અવજ્ઞા કરે છે છે.' તેઓ કવિતા અને સંવાદ દ્વારા ભારત-પાક સંબંધોને સુધારવા માટે સમર્પિત છે. 31