________________ ઉપચાર માટે ન્યાય અનિવાર્ય છે ઈ.સ.૧૯૯૩ના. મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો આવતાં 13 વર્ષ અને 6 માસ થયા. આંધ્રપ્રદેશ હાઇકોર્ટના જસ્ટીસ વી. એસ. રાવ અનુસાર માર્ચ ૨૦૧૦માં ભારતની અદાલતોમાં આશરે 3.13 લાખથી વધુ પડતર કેસો હતા. આર્કબિશપ. ડેસમન્ડ ટુટુ ન્યાયની સંકલ્પનાને આ પ્રમાણે સમજાવે છે : સાઉથ આફ્રિકામાં વ્યવહારમાં જે પ્રકારનો ન્યાય છે તેને હું દંડાત્મક નહિ પણ સુધારણાલક્ષી ન્યાય કહીશ, તેને મૂળભૂત રીતે સજા સાથે સંબંધ નથી. એનાથી ઘા ઝડપથી રૂઝાય છે. અમે માનીએ છીએ કે અધમ જાતિયવાદીમાં પણ બદલાવની ક્ષમતા હોય છે.... તેને જરૂર છે. પુન:સંકલનની. 14