________________ યુવાવર્ગને પ્રોત્સાહન Penpal સરહદ પારના મિત્રો જહોના સિલિફન્ટ અને માર્ક પીટર્સે વિશ્વશાંતિ માટે એક નવો અભિગમ અપનાવ્યો. એમણે સભાવનાના સંકેતો તરીકે ભારતીય બાળકોના મૈત્રીભર્યા પત્રો એકત્રિત કરીને પાકિસ્તાની બાળકોને પહોંચાડ્યા. સિલિન્ટ કહે છે કે ““જ્યારે એ બે બાળકો સંકળાય ત્યારે એક ચિરસ્થાયી નાતો. બને છે. અને જો તમે આખી પેઢીને સાંકળો. તો જ્યારે તે બધાં બાળકો મોટાં થાય ત્યારે દુનિયા જુદી જ મન : સ્થિતિવાળા લોકોની બને છે.'' યુવાવર્ગ માટે ગાંધીજીનું પુનઃ આવિષ્કરણ ગાંધીજીનાં સહિષ્ણુતા અને શાંતિનાં મૂલ્યોના આવિષ્કરણ માટે માર્ચ 2010 માં સાબરમતી આશ્રમમાં એક આંતરરાષ્ટ્રીય યુવાશિબિર યોજાઈ હતી. દક્ષિણ-પૂર્વ એશિયાના 10 દેશોના 21 સદસ્યોએ તેમાં ભાગ લીધો હતો. આ આશ્રમમાં ઈ.સ.૧૯૩૦ સુધી ગાંધીજીનો નિવાસ હતો. 23