________________
[1] સંસ્કૃતનું ગુજરાતી :1. રાજાઓ એક વાર બોલે છે, સાધુઓ એક વાર બોલે છે અને
કન્યા [પણ] એક વાર અપાય છે. આ ત્રણે વસ્તુ એક – એક વાર હોય છે. ભગવાન મહાવીર પાસેથી ત્રિપદીને મેળવીને એક જ મુહૂર્તમાં અગ્યાર ગણધરોએ દ્વાદશાંગી રચેલી. તેમાં હમણાં પાંચમા ગણધર સુધર્માસ્વામીની દ્વાદશાંગી પ્રવર્તે છે. જિનશાસનમાં વર્તમાનમાં ૪૫ આગમો છે. સુધર્માસ્વામીએ બાર અંગો રચેલા હતા અને તેમાં વર્તમાનમાં બારમું અંગ નષ્ટ થયું છે. તે બારમા અંગમાં ચૌદ પૂર્વો હતાં. બાર અંગમાં પાંચમા અંગનું વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ એ પ્રમાણે નામ છે. તેમાં ૪૧ મુખ્ય શતક છે, તેના પેટાભેદો [પેટા શતકો] ભેગા કરતા
૧૩૮ શતકો અને ૧૯ર૩ ઉદેશાઓ છે. 5. અને ત્યાં ભગવતી [= વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ] સૂત્રમાં જીવન પ૬૩ ભેદ
દેખાડાયેલા છે. 6. તે આ પ્રમાણે - એકેન્દ્રિયોના ૨૨ ભેદ, વિકસેન્દ્રિયોના ૬ ભેદ,
નારકોના ૧૪ ભેદ, પંચેન્દ્રિય તિર્યંચોના ૨૦ ભેદ, મનુષ્યોના ૩૦૩
ભેદ અને દેવોના ૧૯૮ ભેદો છે. 7. આ બધાંનો સરવાળો કરતા જીવોના પ૬૩ ભેદ થઈ ગયા. 8. આ બધાંના વિસ્તારથી જ્ઞાન માટે ભગવાનના સિદ્ધાંતો જણાવનારા
ચાર પ્રકરણ ગ્રંથોમાં પહેલું પ્રકરણ [જીવ વિચાર] ભણવું જોઈએ. 9. ત્યાં [જીવ વિચારમાં વિસ્તારથી બધાં જીવોના આયુષ્ય-અવગાહના
કાયસ્થિતિ-પ્રાણ-યોનિ વગેરે પણ દેખાડેલું છે. જલદીથી સંસ્કૃત ભણી ક્રમસર આ બધું (= વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ વગેરે) ભણવું જોઈએ,
ઝડપ કરો. એ સરલ સંસ્કૃતમ્ - ૩ ૦ ૧૧૬ •
પાઠ-૨/૨