________________
[1] સંસ્કૃતિનું ગુજરાતી - 1. “પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ - આ પંચમહાભૂતથી
જુદો કોઈ પરલોકમાં જનાર જીવ નથી' – આ પ્રમાણે નાસ્તિકો માને છે. 2. તે વાત ખોટી છે. [તન = તે નથી એટલે કે તે વાત ખોટી છે.]
સુખ-દુઃખ વગેરેનું સંવેદન કરનાર, શરીરથી જુદો અને પરલોકમાં
જનાર આત્મા વિદ્યમાન છે. 3. ત્રિશલા માતાના પુત્ર શ્રીમહાવીર પરમાત્મા અને વામાં માતાના નંદન
શ્રી પાર્શ્વનાથ પરમાત્મા – આ બંને ભગવાન અમારું કલ્યાણ કરો. 4. મહાપુરુષો હંમેશા ગુરુની આજ્ઞાના ભંગથી ડરનારા હોય છે. 5. મદ અને ગર્વને હરનાર એવું જ્ઞાન છે. તેનાથી જ જે અભિમાની થાય
છે તેનો કોણ વૈદ્ય થઈ શકે ? અમૃત પણ જેને ઝેર થતું હોય તેની
ટ્રીટમેન્ટ કેવી રીતે કરી શકાય? 6. ધર્મ કાયમ માટે સુખને લાવનાર છે, વિષયો કાયમ માટે દુઃખને
લાવનારા છે. વિષયો એક ક્ષણ માટે [કદાચ) સુખને આપતા હોવા
છતાં પરંપરાએ કડવા ફળ જેવા (કડવા ફળ આપનારા) થાય છે. 7. બલભદ્રમુનિના પ્રભાવથી આ જંગલમાં હિંસક પણ પશુઓ શત્રુની
હિંસા નથી કરતા. [અરે !] તેને મારવાની ઈચ્છા પણ નથી કરતા. 8. આ સંસાર અષ્ટમૂલપર્યન્ત [= જેનું મૂળ કે છેડો જોવાયેલો નથી તેવું
અનંત) નામનું નગર છે. અને આ વાત યોગ્ય જ છે. કારણ કે આ
સંસારમાં દેવલોક વગેરે જગ્યાઓ મહેલ જેવી છે. 9. નવા નવા જન્મના માર્ગો બજારના રસ્તા જેવા છે. તેમાં વિવિધ
સુખ-દુઃખ કરિયાણા જેવા છે. તેને યોગ્ય મૂલ્ય જેવા અનેક પ્રકારના
પુણ્ય-પાપ છે. [2] ગુજરાતીનું સંસ્કૃત - 1. शीलप्रभावाद् अग्निरपि जलति, सर्पोऽपि मालायते, व्याघ्रोऽपि
मृगायते । એક સરલ સંસ્કૃતમ્ - ૩ ૧૩૮૦
પાઠ-૨/૨૮8