________________
૨. ગુજરાતી ભાષાના ધ્વનિઘટકોનું વર્ગીકરણ
ભાષાની સમસ્ત પ્રક્રિયા ઘણી સંકુલ છે. તેને સમજવા માટે આપણે સૌ પહેલાં ધ્વનિને સમજવા પડશે. ભાષાનો એકમ ધ્વનિ છે. ધ્વનિની વિવિધ પ્રકારની મેળવણીથી વાચ્યવહાર ચાલી શંકે છે.
જગતમાં અસંખ્ય અવાજો છે. મોં વાટે પણ આપણે અસંખ્ય અવાજો કાઢી શકીએ છીએ. આ બધા અવાજ ભાષાના નથી. આ બધા અવાજોમાંથી ભાષાના અવાજને આપણે અલગ તારવવા પડશે.
ભાષાનો અવાજ તે વાચિકધ્વનિ.
વાચિકધ્વનિ ભાષાની યોજનામાં મહત્ત્વ ધરાવે છે. શબ્દમાં તેને આગળપાછળ કે વચ્ચે ગોઠવી શકાય છે. વાચિકધ્વનિના ઉચ્ચારણ પછી અન્ય ધ્વનિ આવશે તેવી શ્રોતામાં અપેક્ષા જાગે છે. સામાન્ય ધ્વનિ અને વાચિકધ્વનિ વચ્ચે આ મહત્ત્વનો ભેદ છે.
5-4-2
ટ-પ-ક
પટ–ક
આ દરેક ધ્વનિ ગુજરાતી ભાષાની યોજનામાં મહત્ત્વ ધરાવે છે. તેથી તેને આપણે વાચિકધ્વનિ કહીશું. છીંક ખાતાં થતો ધ્વનિ, ડચકારાનો
ધ્વનિ વગેરેને આપણે વાચિકધ્વનિ નહિ ગણીએ કારણ કે ભાષાની
યોજનામાં તેનું કોઈ સ્થાન નથી. દરેક ભાષાને પોતાની યોજના છે અને એ યોજના પ્રમાણે તેના વાચિકધ્વનિઓ નક્કી થયેલા હોય છે.
ધ્વનિ સાથે અનેક બાબતોનું મિશ્રણ હોય છે. એક જ ધ્વનિ જુદા જુદા સ્થાન પરથી ઉચ્ચારાતો હોય તેને કારણે લિપિમાં જુદો સંકેત ન અપાય, ધ્વનિઘટકો તારવવાની રીત વધારે સંકુલ છે. દા.ત. ‘અમદાવાદ', ‘અસારવા’. આ બંને ‘અ’ જુદા સ્થાન પરથી ઉચ્ચારાય છે. ‘કીકુ’. આ બંને ‘ક' જુદા સ્થાન પરથી ઉચ્ચારાય છે. જુદા સ્થાન પરથી ઉચ્ચારાય છે એટલા માત્રથી તેમને જુદા ઘટક ગણી શકાય નહિ. એક ભાષાના બે શબ્દોમાં બધું જ સમાન હોય પણ કોઈ એક જ ધ્વનિના ફે૨ને કારણે બે શબ્દ જુદા બનતા હોય, તેમના અર્થમાં તફાવત પડતો હોય તો આવા
૧૫