________________
૭. લિંગ અને વચન
1. સંજ્ઞા : લિંગ અને વચન (અ) સંજ્ઞાનું લિંગ :
જે પદ વ્યક્તિ, પદાર્થ, ગુણ, ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતું હોય અને વાક્યમાં કર્તા કે કર્મને સ્થાને આવી શકતું હોય તે સંજ્ઞા કહેવાય છે. આ રીતે “સ્ત્રી, પુરુષ અને બાળક સંજ્ઞા કહેવાય.
દાદા-દાદી, કાકા-કાકી, મામા-મામી, માસા-માસી, ફુઆ-ફોઈ, ભાઈ-ભાભી એ સંજ્ઞાઓમાં દરેક પહેલી સંજ્ઞા જે વ્યક્તિનો નિર્દેશ કરે છે તે પુરુષ છે. તેથી તે સંજ્ઞાઓ પુલિંગ છે. આ સંજ્ઞાઓમાં દરેક બીજી સંજ્ઞા જે વ્યક્તિનો નિર્દેશ કરે છે તે વ્યક્તિ સ્ત્રી છે. તેથી તે સંજ્ઞાઓ સ્ત્રીલિંગ કહેવાય છે.
ઉપરનાં પુરુષ અને સ્ત્રીનાં લિંગ તો પુલિંગ અને સ્ત્રીલિંગ કહીશું. પણ “બાળકને કયા લિંગમાં ગણીશું ? જે વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી છે તેની ખબર ન હોય તે નપુંસકલિંગમાં ગણાય છે. એ રીત બાળક” નપુંસકલિંગ ગણાશે.
લિંગ ઓળખવા માટે એક તરકીબ પણ અજમાવી શકાય : જેને કેવો’ વિશેષણ લગાડી શકાય તે પુંલિંગ; જેને કેવી વિશેષણ લગાડી શકાય તે સ્ત્રીલિંગ જેને કેવું વિશેષણ લગાડી શકાય તે નપુંસકલિંગ.
માણસ, પશુપંખી અને જીવોમાં પુરુષ અને સ્ત્રીનો ભેદ દેખાડનારા શબ્દો હોય છે તેને આધારે પુંલિંગ કે સ્ત્રીલિંગ નક્કી થાય છે. આ રીતે પુરુષ પુંલિંગ છે, તો સ્ત્રી સ્ત્રીલિંગ છે. બકરો પુલિંગ છે તો બકરી સ્ત્રીલિંગ છે. “ચકલો’ પુલિંગ છે તો ચકલી સ્ત્રીલિંગ છે. ઉંદર” પુંલિંગ છે તો ‘ઉંદરડી સ્ત્રીલિંગ છે. આ તો થઈ સજીવ વસ્તુઓની વાત. પણ નિર્જીવ વસ્તુઓમાં પણ આનો ભેદ ધારીને પુંલિંગ કે સ્ત્રીલિંગ નક્કી કરવામાં આવે છે. એ રીતે ‘પટારો પુલિંગ ગણીએ છીએ તો પેટી સ્ત્રીલિંગ ગણીએ છીએ.
ફૂલ, ઝાડ, પાણી વગેરે એવી સંજ્ઞાઓ છે જે નથી પંલિંગ કે નથી સ્ત્રીલિંગ. એટલે એવી સંજ્ઞા નપુંસકલિંગમાં ગણીએ છીએ.
૪૬