________________
૬૩
સરળ ગુજરાતી વ્યાકરણ ૫. અર્ધવિરામ (3)
અલ્પવિરામ પાસે આપણે અલ્પપ્રમાણમાં રોકાઈએ છીએ. પૂર્ણવિરામ પાસે આપણે વધારે સમય રોકાઈએ છીએ. કેટલીક વાર આપણે અલ્પવિંરામ કરતાં વધારે રોકાવાની જરૂર પડે છે, જોકે પૂર્ણવિરામ જેટલું નહિ. ત્યારે એક બીજા જ ચિહ્નનો ઉપયોગ કરવો પડે છે.
નીચેનાં વાક્યો વાંચો : (૧) ભોજન પૂરું થયું; આવનારા ગયા. (૨) તે ખૂબ વાંચતો; તેથી તે પાસ થયો. (૩) જરા બેસો; તમારું કામ થઈ જશે. (૪) થોડુંક વાંચો; એટલામાં હું આવું છું.
આ વાક્યોમાં અંતે પૂર્ણવિરામ છે. વચ્ચેનું ચિહ્ન અર્ધવિરામ છે. તેની નિશાની છે. આ ચિહ્ન બે વાક્યોની વચ્ચે મુકાયું છે. એ વાક્યો સંયુક્ત વાક્યો છે.
પહેલા અને ત્રીજા વાક્યોમાં બે વાક્યોને જોડનાર કોઈ ઉભયાન્વયી અવ્યય (અને, અથવા, તેથી) નથી. સંયુક્ત વાક્યોમાંનાં બીજાં વાક્યોને જોડવા અર્ધવિરામ વપરાય છે.
બીજા અને ચોથા વાક્યોમાં “તેથી” અને “એટલામાં એ ઉભયાન્વયી અવ્યયો છે, છતાં અર્ધવિરામ આવ્યું છે. ઉભયાન્વયી અવ્યય સાથે પણ અર્ધવિરામ વપરાય છે. અર્ધવિરામ પાસે આપણે અલ્પવિરામ કરતાં વધુ રોકાઈએ છીએ.
આ અર્ધવિરામનો ઉપયોગ નીચે પ્રમાણે થાય છે : ' (૧) અર્ધવિરામનો ઉપયોગ સંયુક્ત વાક્યમાં થાય છે.
(૨) સંયુક્ત વાક્યોમાં આવેલાં બીજાં વાક્યો વચ્ચે ઉભયાન્વયી અવ્યય ન હોય ત્યારે વપરાય છે.
(૩) સંયુક્ત વાક્યોમાં ઉભયાન્વયી અવ્યય હોય તોપણ અર્ધવિરામનો ઉપયોગ થાય છે.
(૪) અર્ધવિરામ પાસે આપણે અલ્પવિરામ કરતાં વધુ વિરામ લઈએ છીએ.
(૫) અર્ધવિરામ પાસે આપણે પૂર્ણવિરામ કરતાં ઓછો વિરામ