________________
૧૭૫
સરળ ગુજરાતી વ્યાકરણ
નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણો – (૧). પૂર્ણ સંખ્યા બતાવતો હોય છે – એક, બે, દસ, સો વગેરે. (૨) ક્રમ બતાવતાં હોય છે – પહેલું, દસમું, સોમું, વચલું, છેલ્લું વગેરે. (૩) સંખ્યાનો સમૂહ બતાવતાં હોય છે – દસકો, સૈકો, સેંકડો વગેરે. (૪) સંખ્યાનો ભાગ બતાવતાં હોય છે – અધું, અઢી, સાડા ત્રણ વગેરે. (૫) સંખ્યા કેટલા ગણી છે તે બતાવતાં હોય છે – એકવડું, સવાયું, દોઢે, બેવડું, બમણું, ત્રણ ગણું વગેરે. ૩. પરિમાણવાચક વિશેષણ : (૧) થોડું દૂધ. બધું કામ. જરા મીઠું. વધારે ઘી. (૨) પ્યાલો દૂધ. ખોબો પાણી. મણ બાજરી.
ઉપરનાં મોટા અક્ષરવાળાં વિશેષણો સંખ્યા નહિ, પણ માપ બતાવે છે. આવાં વિશેષણોને માપવાચક એટલે કે પરિમાણવાચક વિશેષણો કહે છે.
ઉપરના ઉદાહરણ ર માં પ્યાલો', “ખોબો', “મણ” એ દરેક નામ છે. પણ અહીં પરિમાણવાચક વિશેષણ તરીકે વપરાયેલ છે.
પરિમાણવાચક વિશેષણ તરીકે વપરાતા શબ્દ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ તરીકે પણ વપરાય છે. એટલે આ બંને પ્રકારનાં વિશેષણ વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. આવો કયો શબ્દ અર્થ સૂચવે છે તે પરથી તે નક્કી કરી શકાય. દા.ત., (૧) મેં ઘણી ચા પીધી છે. (પરિમાણવાચક વિશેષણ) (૨) ત્યાં ઘણી છોકરીઓ રમે છે. (અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ) ૪. દર્શક વિશેષણ : (૧) આ ચિત્ર જુઓ. (૨) એ શાક લાવશો નહિ. (૩) તે છોકરો વાંચે છે. (૪). પેલું ઝાડ ઘણું ઊંચું છે.'
‘આ’, ‘એ. તે’, ‘પેલું એ શબ્દોને દર્શક સર્વનામ તરીકે વપરાયેલા આપણે જોઈ ગયા છીએ. ઉપરનાં વાક્યોમાં એ વિશેષણ તરીકે વપરાયાં છે. તેથી તેમને દર્શક વિશેષણ કહે છે. દર્શક સર્વનામો વિશેષણ તરીકે વપરાય છે ત્યારે તે દર્શક વિશેષણ કહેવાય છે.