Book Title: Saral Gujarati Vyakaran
Author(s): Bharat Thakar
Publisher: Shabdalok Prakashan

View full book text
Previous | Next

Page 205
________________ સરળ ગુજરાતી વ્યાકરણ ૧૮૫ જે વિભક્તિનો પ્રત્યય પણ લાગ્યો છે. “જમવા પદમાં કોઈ ફેરફાર થયો નથી. તેથી તેને અવ્યય કહે છે. “જમવા' પદ કૃદંત છે અને તેનો ઉપયોગ અવ્યય તરીકે થયો છે. નીચેનાં વાક્યોમાં કૃદંતનો ઉપયોગ અવ્યય તરીકે થયો છે. ૧. વિદ્યાર્થીઓ ભણીને ગયા. છોકરીઓ લખીને સૂતી. ૩. તમને મળીને સૌ ખુશ થયા. ૪. મારી પાસે રહેવા ઘર નથી. ૫. રમવાથી સારી કસરત મળે છે. જ્યારે કૃદંત કોઈ ફેરફાર વિના વાક્યમાં વપરાય છે ત્યારે તેનો ઉપયોગ અવ્યય તરીકે થાય છે. ઉપરનાં વાક્યોમાં અવ્યય તરીકે કૃદંતનો ઉપયોગ થયો છે. કદેતના જાતિ અને વચન : આપણે આગળ જોયું કે નર, નારી અને નાન્યતર ટાણ જાતિ છે. એકવચન અને બહુવચન એમ વચનના બે પ્રકાર છે. વિભક્તિ સાત છે. જાતિ, વચન ને વિભક્તિ તો નામને કે સર્વનામને હોય છે. કૃદંતને આ બાબતો હોય ખરી ? હા.' નીચેનાં વાક્યો વાંચો : , ૧. ધોયેલાં કપડાં સૌને ગમે છે. ૨. ગાતી ગીતા અટકી ગઈ. ૩. હાંફતો કૂતરો ભસવા લાગ્યો. ૪. દોડતાં બકરાં વચ્ચે ગોવાળ છે. ઉપરનાં વાક્યોમાં “ધોયેલાં, “ગાતી', “હાંફતો, ‘દોડતાં એ કદંતો છે. ધોયેલાં નરજાતિ બહુવચનમાં છે. ‘ગાતી' નારીજાતિ એકવચનમાં છે. હાંફતો નરજાતિ એકવચનમાં છે. “દોડતાં નાન્યતર જાતિ બહુર્વચનમાં છે. ' આમ કૃદંતને જાતિ અને વચન બંને હોય છે. ઉપરનાં કૃદંતો વિશેષણ તરીકે વપરાયાં છે. તેથી તે પોતાનાં વિશેષ્યનાં જાતિ અને વચન લે છે. કપડાં', 'ગીતા', કૂતરો’, ‘બકરાં એ પદો વિશેષ્ય છે. તેમનાં જાતિ અને

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272