Book Title: Saral Gujarati Vyakaran
Author(s): Bharat Thakar
Publisher: Shabdalok Prakashan

View full book text
Previous | Next

Page 262
________________ ૨૪૨ સરળ ગુજરાતી વ્યાકરણ સ્વાધ્યાય પ્રશ્ન ૧ : નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. ૧. લાલ ર. ધોળું ૩. ઊંડું ૪. ઝીણું ૫. જરૂરિયાત ૬, લાભ ૭. હાનિ ૮. લડાઈ ૯. સગવડ ૧૦. વરસાદ ૧૧. ઝાડ ૧૨. પવન ઉત્તર : ૧. રાતું ૨. સફેદ ૩. ગહન ૪. બારીક, સૂક્ષ્મ પ. આવશ્યકતા, જરૂરત ૬. ફાયદો ૭. નુકસાન, હાણ ૮. યુદ્ધ સંગ્રામ, વિગ્રહ ૯. સુવિધા ૧૦. પર્જન્ય, વૃષ્ટિ, મેહ ૧૧. વૃક્ષ, તરુ. તરુવર ૧૨. વાયુ પ્રશ્ન ૨ : નીચેના શબ્દોનાં સમાનાર્થી શબ્દો આપો. ૧. બારણું ૨. વાનર ૩. અભિયાન ૪. ઘરડું ૫. સાધુ ૬. કુદરત ૭. પૂર્તિ ૮. નાલાયકી ૯. ખલીતો ૧૦. સંગ ૧૧. ફડક ૧૨. સગું , ઉત્તર : ૧. દ્વાર, કમાડ ૨. કપિ, વાંદરો, પ્લવંગમ ૩. ગુમાન, અહંકાર, ગર્વ, હુંપદ ૪. વૃદ્ધ, જરઠ ૫. સંન્યાસી, બાવો, ફકીર, વૈરાગી, ત્યાગી ૬. નિસર્ગ, પ્રકૃતિ ૭. ઉમરણ, વધારો ૮. નાલેશી ૯. લખોટો, પરબીડિયું ૧૦. તાણેલું, કસેલું, ચુસ્ત ૧૧. ફડક, બીક, ધાસ્તી ૧૨. સંબંધી, સ્વજન પ્રશ્ન ૩ : નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. ૧. ભાઈ ૨. નિસ્બત ૩. રદ ૪. બારી ૫. હોડી ૬. ડાંગર ૭. બોધ ૮. ચહેરો ૯. સમસ્ત ૧૦. શરીર ૧૧. લગામ ૧૨. મોતી ઉત્તર ઃ ૧. બાંધવ, બંધુ ૨. સંબંધ ૩. બાતલ, નકામું ૪. વાતાયન, ખિડકી ૫. નૌકા, તરણી ૬. શાળ, શાલિ ૭. જ્ઞાન, શિક્ષા ૮. મુખાકૃતિ, સૂરત ૯. સર્વ, સંપૂર્ણ, સમગ્ર ૧૦. કાયા, તન ૧૧. રાશ ૧૨. મુક્તા પ્રશ્ન ૪ : નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. ૧. સૂર્ય ૨. સવાર ૩. દ્રવ્ય ૪. આનંદ ૫. સાગર ૬. આંખ ૭. વાવટો ૮. સોનું ૯. મોર ૧૦. કોયલ ૧૧. કૂતરો ૧૨. દેડકો

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272