Book Title: Saral Gujarati Vyakaran
Author(s): Bharat Thakar
Publisher: Shabdalok Prakashan

View full book text
Previous | Next

Page 271
________________ શ્રી ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી ઘર દહેરાસરજી | શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત ૩૯૫ ૦૦૩ મૂલનાયક : શ્રી આદિનાથ-પંચતીર્થી-પંચધાતુના ઊંચાઈ ૭”. પહેલાં નીલમના પ્રતિમાજી હતા. જિનાલયની સ્થાપના : વિ. સં. ૧૮૧૬ સ્થાપિત કરનાર : સંઘવી ઝવેરચંદ ફતેચંદ કીકાભાઈ. જીર્ણોદ્ધાર સ્થાપના : વિ. સ. ૨૦૪૩, વૈશાખ સુદ-૬. જીર્ણોદ્ધાર કરાવનાર : શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી. જીર્ણોદ્ધાર નિશ્રાદાતા : અમારા કુળદીપક – પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરિશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરિશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી સોમચંદ્ર વિજયજી ગણી મહારાજ આદિ તથા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી યશસ્વિનીશ્રીજી મહારાજ સાહેબ વિશેષ: સ્ફટિક (રત્ન)ના ૮” ઈંચના -૨ પ્રતિમાજી ૩૭૦ વર્ષ પ્રાચીન છે. ૯” ઈંચના પાષાણના શ્રી ગૌતમસ્વામીજી ચાંદીના ૨ પ્રતિમાજી, ૫ સિદ્ધચક્ર ધાતુના, ૧૦ પ્રતિમાજી, ૧ સિદ્ધચક્ર. વિશિષ્ટ ઇતિહાસ : મૂલનાયકની અંજનશલાકા વિ.સ. ૧૫૮૪, જેઠ સુદ૧૩ના શ્રી જિનમાણિજ્યસૂરિ કરાવેલ છે. પ્રભાવક શ્રી સુવિધિનાથજી પંચતીર્થીની અંજનશલાકા તપાગચ્છીય દાન વિજય ગણીએ તથા પાર્શ્વનાથજીની અંજનવિધિ શ્રી ઉત્તમવિજયજી ગણીએ કરેલ છે. દહેરાસર બંધાવનારની આઠમી પેઢીએ એટલે કે શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવીએ ઘર તથા દહેરાસરજીનો આમૂલચૂલ જીર્ણોદ્ધાર કરાવી, પ્રાચીન દહેરાસરની લાકડાની તમામ કલાકારીગરી - ગભારો, છત, દરવાજા વગેરે એના એ જ સ્વરૂપે મૂળસ્થાને ફરી ગોઠવેલ છે. હાલ નવમી પેઢી ભક્તિ કરે છે.

Loading...

Page Navigation
1 ... 269 270 271 272