________________
૮૨
સરળ ગુજરાતી વ્યાકરણ હવે, નીચેની સંજ્ઞાઓ જુઓ :
ટોળું, ઝૂમખું, ફોન, સમુદાય આ સંજ્ઞાઓ જાતિવાચક સંજ્ઞાઓ જેવી લાગે છે. પરંતુ તેઓ વ્યક્તિને નહિ પણ સમૂહને દર્શાવે છે. હાથીઓનું ટોળું, ચાવીઓનું ગુમખું, સૈનિકોની ફોજ, માણસોનો સમુદાય. આમ સમૂહ દર્શાવતી સંજ્ઞાઓને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. હવે, નીચેની સંજ્ઞાઓ જુઓ :
ઘઉં, ચોખા, ઘી, તેલ, રૂ, કાપડ, સોનું
આ સંજ્ઞાઓ પણ જાતિવાચક સંજ્ઞાઓ જેવી લાગે છે કારણ કે એ બધી વસ્તુઓની જાતિઓનાં નામ છે. પરંતુ ખરેખર તો તે વસ્તુઓ જથ્થામાં દ્રવ્યરૂપે રહેલી છે. એમનું વજન થઈ શકે છે, એમનું માપ લઈ શકાય છે. આમ દ્રવ્યરૂપે રહેલી જે વસ્તુઓ છે તે સૂત્રોની સંજ્ઞાઓને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.
પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ‘સોનું એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. પણ સોનામાંથી બનેલ વસ્તુ ઘરેણું એ જાતિવાચક સંજ્ઞા થાય. તે પ્રમાણે લાકડું દ્રવ્યવાચક સંજ્ઞા છે પણ તેમાંથી બનેલું ટેબલ જાતિવાચક સંજ્ઞા થાય. હવે, નીચેની સંજ્ઞાઓ જુઓ :
મૂર્ખાઈ, ભલાઈ, મીઠાશ, કાળાશ, વિચાર
સેવા, કામ, મદ, ઝણઝણાટ, રણકાર આ બધી સંજ્ઞાઓ નક્કર પદાર્થ દર્શાવતી નથી પણ ભાવો દર્શાવે છે. “મૂર્ખ એ ગુણ છે પણ “મૂર્ખાઈ એ મૂર્ખ હોવાનો ભાવ છે. એ બધી સંજ્ઞાઓને રૂપ નથી. રંગ નથી. આકાર નથી. એમને આંગળી ચીંધીને બતાવી શકાતી નથી. આમ ભાવોને દર્શાવતી સંજ્ઞાઓને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. ભાવવાચક સંજ્ઞાઓ વિશેષણો પરથી અને ક્રિયાપદો પરથી બને છે.
આમ, સંજ્ઞાઓ પાંચ પ્રકારની છે :
(૧) વ્યક્તિવાચક, (૨) જાતિવાચકે, (૩) સમૂહવાચક, (૪) દ્રવ્યવાચક અને (૫) ભાવવાચક.