________________
સરળ ગુજરાતી વ્યાકરણ
એટલે કે અંતે આ, આ, ઇ, ઈ, ઉં કે ઊવાળી એકવચનની
સંજ્ઞાઓનું બહુવચન ‘ઓ’ પ્રત્યય લગાડીને થાય છે.
અંતે ‘ઓ’વાળી સંજ્ઞા : છોકરો (એકવચન); છોકરા-છોકરાઓ (બહુવચન) એટ્લે કે અંતે 'ઓ'વાળી સંજ્ઞાઓનું બહુવચન અંતના 'ઓ'નો 'આ' કરીને અથવા તો ‘આ કરીને સાથે પાછો 'ઓ' પ્રત્યય લગાડવાથી થાય છે.
૪૯
અંતે ‘ઉ'વાળી સંજ્ઞા : બકરું (એકવચન) - બકરાં કે બકરાંઓ (બહુવચન) એટલે કે અંતે ‘ઉ’વાળી એકવચનની સંજ્ઞાઓનું બહુવચન અંતના ઉ’નો આં' કરીને અથવા તો આં કરીને સાથે પાછી 'ઓ' પ્રત્યય લગાડવાથી થાય છે. આમ છતાં
(૧) ઘણી વાર એકવચન અને બહુવચનમાં એકનું એક રૂપ પણ ચલાવવામાં આવે છે. જેમ કે,
શૈલે બધાં ફળ ખાધાં. દર્શનાએ ઘણી શાળા જોઈ. ખેડૂતે બધી ગાય આપી દીધી
(૨) ઘણી વાર સંખ્યા વધારે હોય છતાં બહુવચનની સંજ્ઞા ન વાપરતાં એકવચનની સંજ્ઞા વાપરવામાં આવે છે. જેમ કે, તમાશો જોવા કંઈ માણસ આવ્યું હતું. માણસ !
(૩) ઘણી વાર હોય એક વચન પણ એનો પ્રયોગ માનાર્થે થતો હોય તો બહુવચનનો અર્થ લઈને વાક્યરચના કરાય છે. જેમકે, પિતાજી બોલ્યા ને મોટાભાઈ ખિજાયા તે જોઈ ગુરુજી નારાજ થયા. (૪) ઘણી વાર નીચેના જેવા સંજોગોમાં એકવચન બહુવચનની જેમ વપરાય છે. જેમ કે
દેશને આજે હજારો ગાંધીની જરૂર છે.
(૫) સામાન્ય રીતે કેટલીક સંજ્ઞાઓ એકવચનમાં જ વપરાય છે. જેમ કે.
પાણી, ઘી, ખાંડ, ઘાસ, પ્રેમ, આશા, ગુસ્સો વગેરે.
છતાં એમનો બહુવચનમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, એ હોશિયાર છે કારણ કે એણે ગામગામનાં પાણી પીધાં છે. રાજા એવા કંઈક ગુસ્સાઓને ઘોળીને પી જાય એવો છે.