________________
૧૪
સરળ ગુજરાતી વ્યાકરણ ભાષાનું પ્રયોજન (કાર્ય) (Function) • •
ભાષા વડે સામાજિક વ્યવહાર થઈ શકે છે. 'Language is a means of communication. પરંતુ માત્ર ભાષા વડે જ સામાજિક વ્યવહાર કરે છે એવું નથી. દા.ત. અવાજોથી, સ્કાઉટની માફક અસ્ફટ શબ્દો કે સંજ્ઞા કે ઝંડીથી પણ વ્યવહાર શક્ય છે. પરંતુ મુખ્યત્વે વ્યવહાર ભાષા વડે થાય છે.
વ્યવહાર માટે ભાષાની અસર મોટી પડે છે અને આ જ વસ્તુ માનવીને અન્ય પશુઓથી અલગ પાડે છે. સંજ્ઞાઓનું વહન પારસ્પરિક છે. બે વ્યક્તિ કે વધારે વ્યક્તિઓ સાથે આ માધ્યમ દ્વારા સંબંધ જોડાય છે. સમાજની વ્યવસ્થા આ ધ્વનિરૂપ સંજ્ઞાઓ પર નિર્ભર છે. 'Language enables one person to make a reaction when another person had the stimulas.” આમ, ‘stimulas અને reaction' પૂરતી ભાષાની અગત્ય છે. ભાષામાં ઓછામાં ઓછી બે વ્યક્તિઓ હોય તો જ તે કામ આપી શકે. એકલો માણસ હોય તો તે સંક્રમણના માધ્યમ તરીકે કંઈ કામ કરી શકતી નથી. બ્લમફીલ્ડ કહે છે તે પ્રમાણે ભાષા એ બીજા પાસે કામ કરાવવા માટે છે.
ભાષાવ્યવહારનો ક્રમ નીચે પ્રમાણે બાતવી શકાય : (અ) પહેલાં આપણા ચિત્તમાં ઇચ્છા stimulas–જાગ્રત થાય છે. (બ) એ ઇચ્છાને આપણે શબ્દો દ્વારા વ્યક્ત કરીએ છીએ. (ક) આપણાં ધ્વનિનાં મોજાંઓ શ્રોતાના કાનના પડદા પર જઈ અથડાય છે. (૩) શ્રોતાના જ્ઞાનતંતુઓ એના મગજને અર્થ સમજાવે છે. (ઈ) આ અર્થ સમજાવાનું કારણ સામાન્ય રૂઢ સંકેતો છે. (ફ) અને અર્થ સમજવાને પરિણામે શ્રોતા આપણી ઇચ્છા મુજબ કાર્ય કરે છે.
આ રીતે ભાષા વડે આપણે બીજા પાસે કાર્ય કરાવી શકીએ છીએ. CHLAL Z aizslas azul . 'We do not inherit language, we learn it as we learn behaviour.” ભાષા એ આનુવંશિક સંસ્કાર નથી. બાળક પર સમાજ દ્વારા ભાષાનું આધિપત્ય સ્થપાય છે. ટૂંકમાં, વક્તાને પક્ષે વિચાર ભાષા દ્વારા વ્યક્ત થાય છે અને શ્રોતાને પક્ષે ભાષા દ્વારા વિચારનું ગ્રહણ થાય છે.