Book Title: Samyaktva Kaumudi Author(s): Jinharsh Gani Publisher: Jain Atmanand Sabha View full book textPage 7
________________ કેવું પ્રત્યક્ષ ફળ આપે છે ? તે વિષે આચાર્યશ્રીએ અહિં આપેલું અહતદાસ શેઠનું દષ્ટાંત સમ્યકત્વના પ્રેમી વાચકોને મનન કરવા જેવું છે. આ દષ્ટાંતને અંગે ભગવાન વિરપ્રભુના મુખથી સમ્યકત્વના ભેદની સાથે મિથ્યાત્વનું સ્વરૂપ દર્શાવી તેનું ઉત્તમ ખ્યાન આપેલું છે. તે સિવાય દાન, શીળ, તપ, તીર્થયાત્રા, શ્રેષ્ઠ દયા, સુશ્રાવકત્વ અને વ્રતધારણ, એ આઠ આચારનું પાલન સમ્યકત્વ મૂળ હોય તો કેવું મહત ફળ આપે છે, એ વાત સ્પષ્ટ કરી બતાવી છે. તે પછી આ ગ્રંથના પ્રથમ પ્રસ્તાવની સમાપ્તિ કરી છે. * બીજા પ્રસ્તાવમાં મગધદેશના મહારાજા શ્રેણિકને પૂર્વ પ્રસંગ ચલાવી અર્હદાસ રોડની ભાવનાને ઊશ્કેરે તેવા કૌમુદી મહત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે. તે મહોત્સવને અંગે સાંસારિક મેહનું સ્વરૂપ પ્રગટાવી રાજા શ્રેણિકે આપેલા ધન્યવાદથી અર્વદ્દાસ શેઠ પિતાની આઠ સ્ત્રીઓ સાથે કરેલા જિનેશ્વરના સ્નાત્ર મહોત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી શ્રેણિકરાજા અને તેનાં મંત્રી અભયકુમારનો પ્રસંગ લઈ, જનસમુદાયની સાથે વિરોધ ન કરવા વિષે સુધન રાજાની કથાને રસિક પ્રસંગ આપવામાં આવ્યો છે, તે પ્રસંગને સુબોધક, અને નીતિદર્શક બનાવા માટે રાજહંસ, કુંભકાર, સુધર્મરાજા, હરિણી, ભારતીભૂષણ મંત્રી, વાનર અને ધનશ્રીની અવાંતર કથાઓ આપી અભયકુમાર મંત્રીની પ્રતિભાને ઊત્તમ પ્રભાવ બતાવી આવ્યો છે. છેવટે સુયોધન રાજાને ધર્મઘોષસૂરિના સમાગમથી પ્રગટેલે સંગ રંગ સૂચવી આ બીજો પ્ર સ્તાવ સમાપ્ત કરવામાં આવ્યો છે. - ત્રીજા પ્રસ્તાવમાં શ્રેણિક અને અભયકુમારને ચાલુ પ્રસંગ લઈ અહદાસ શેઠને પુનઃ પ્રસંગ આવે છે. કૌમુદી મહોત્સવ જોવાને ઉત્સુક થયેલી પિતાની આઠ પ્રિયાઓને સમ્યકત્વના શુદ્ધ માર્ગમાં લાવવાને તે શેઠ ગૃહ ચેત્યમાં પ્રવેશ કરે છે, જે પ્રસંગે ભક્તિભાવને ઉલ્લાસ કરનારી પ્રભુની સ્તુતિ દર્શાવી છે. અહદાસ શેઠના ઘરમાં અભયકુમાર સાથે છુપી રીતે આવેલા શ્રેણિક રાજાનો પ્રસંગ આપવામાં આવ્યો છે. આ સાથે લેહખુર નામના એક ચોરને વૃત્તાંત પેટામાં આપી અર્હદાસ શેઠે પિતાની પ્રિયાઓ પ્રત્યે કહેલ સમ્યકત્વના મહાન લાભને પ્રસંગ આપ્યો છે. જેમાં જિનદત્ત શેઠની અવાંતર કથા આપી પ્રસેનજિત રાજાને પ્રસંગ લઈ તે રાજા પ્રત્યે કેશિદેવ નામના એક મહાન આચાર્યની ધર્મોદ્યોતકારિણી દેશના આપવામાં આવી છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 246