Book Title: Samyaktva Kaumudi
Author(s): Jinharsh Gani
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 6
________________ આત્મીય આફ્લાદને અપનારી આ સમ્યકત્વ કામુદી (ગ્રંથ) ખરેખર કૌમુદી-ચંદ્રિકારૂપ છે. જેને માટે પ્રતિભાશાળી જૈન કવિઓ નીચેનું પદ્ય ઉચ્ચારે છે. “ सम्यक्त्वचन्द्रबिस्य कौमुदी कौमुदीव या શ્રાદ્ધહુમુન્નારદાયિની સર્વવાસ્તુ સા” ? . “જે સમ્યકત્વકૌમુદી સમ્યકત્વરૂપી ચંદ્ર બિંબની ચંદ્રિકારૂપતે સદા ચંદિકાની જેમ શ્રાવકના હૃદયરૂપી કુમુદ (પિયણું) ને ઉલ્લાસ આપનારી થાઓ” ૧ આવા આ ઉત્તમ ગ્રંથની ઉપયોગિતાને માટે જેટલું લખીએ તેટલું લખી શકાય તેમ છે, તેથી સંક્ષેપમાં એટલું જ કહેવાનું કે, પૂર્વના અપાર સુકૃતથી પ્રાપ્ત થયેલા શ્રાવક જીવનને પ્રત્યેક ક્ષણે અતિ ઉચ્ચતર બનાવવાને માટે અને શ્રાવકપણાના યોગક્ષેમને માટે આવા ગ્રંથ પઠન-પાઠન તથા શ્રવણ શ્રાવણમાં અતિ ઉપયોગી છે. આ ગ્રંથને તેના વિચક્ષણ અને ઉપકારી પ્રણેતાએ સાત ભાગમાં થેલો છે તે દરેક ભાગનું પ્રસ્તાવ એવું નામ આપેલું છે. અને પ્રત્યેક પ્રસ્તાવમાં સમ્યકત્વના વિવિધ ભેદે અને તેના ફલાદેશે અસરકારક દષ્ટાંત સાથે આપેલા છે. " પ્રથમ પ્રસ્તાવમાં ભગવાન તીર્થકરને મંગળાચરણ રૂપે નમન કરી ધર્મની પ્રશંસા કરી છે અને તે પછી તે ધર્મના મૂળરૂપે સમ્યકત્વતત્ત્વની પ્રરૂપણું કરી છે. કર્મબંધનની મહાશિક્ષાને ભોગવતે જીવ સમ્યકત્વ રત્નનો લાભ કેવી રીતે મેળવી શકે છે, તે વિષે ઇસારો કરી ગ્રંથકાર સમ્યત્વને દિવ્ય પ્રભાવ પ્રરૂપવાને સંપ્રતિ રાજાનો પ્રસંગ આપે છે. ગૌડ દેશમાં આવેલા પાટલીપુર નગરના મહારાજા સંપ્રતિનું ઊજજયિની નગરીમાં જવું, ત્યાં શ્રી જીવંત સ્વામીની રથયાત્રાના પ્રસંગે શ્રી આર્યસહસ્તી આચાર્યને સમાગમ થો અને તે પ્રસંગે સંપ્રતિરાજાએ પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ જાણવાને માટે પુછેલા પ્રશ્નના ઊત્તરમાં આચાર્ય સમ્યકત્વને પ્રભાવ વર્ણન કરી બતાવવો, ઈત્યાદિ પ્રસંગોમાં સમ્યકત્વ શું કહેવાય ? અને તેને મહિમા કે છે ? તે વિષે સારું વિવેચન કરવામાં આવ્યું છે. સમ્યક્ પ્રકારે પાળેલું સમ્યકત્વ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 246