________________
संवेगरंगशाला
પ્રવેશ .
ગ્રન્થ રચના માટે વિજ્ઞપ્તિ :
આ “સંવેગરંગશાળા' ગ્રન્થની રચના માટે નવાંગી ટીકાકાર મહર્ષિ શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજે પોતાના વડિલ ગુરુબંધુ સૂરિશેખર શ્રી જિનચંદ્રસૂરિશ્વરજી મહારાજને વિનંતી કરી હતી. વિનંતી કરનાર મહાપુરુષનું જૈન શાસનમાં વિશિષ્ટ કોટિનું સ્થાન અને માન હતું એટલે તેઓશ્રીની વિનંતી પણ વડિલ ગુરુબંધ આગળ તેવો જ આદર પામે એમાં નવાઈ શી?
ગ્રન્થકાર મહર્ષિ :
‘સંવેગરંગશાળા' ના રચયિતા ગ્રન્થકાર મહર્ષિ શ્રી જિનચંદ્રસૂરીશ્વરજીનું જન્મસ્થાન માતાપિતા, જન્મ સંવત, દીક્ષા સંવત અંગે ખાસ કશી માહિતી મળતી નથી પરંતુ આચાર્ય મહારાજશ્રી દેવભદ્રસૂરીશ્વરજીએ રચેલા મહાવીરચરિત્ર, કથાર–કોષ તથા પાર્શ્વનાથ ચરિત્રની પ્રશસ્તિઓ માંથી સંવેગરંગશાળા તથા તેના રચયિતા અંગે કાંઈક માહિતી મળી શકે છે. તેથી એ પ્રશસ્તિઓના ઉપયોગી અંશોનું અહિં ગુજરાતી અવતરણ આપવામાં આવે છે. જે જિજ્ઞાસુઓને કાંઈક સંતોષપ્રદ થશે.
“વિશિષ્ટ ગુણરત્નોના ભંડાર, મિથ્યાત્વરૂપ અંધકારથી અંધ બનેલા લોકો માટે સૂર્યસમા અને દૂર ફગાવી દીધો છે વૈરભાવ જેમણે એવા શ્રી વજસ્વામી મહારાજા થયા. તેઓશ્રીની પરંપરામાં ચાંદ્રકુલમાં મુનિઓના નાયક શ્રી વર્ધમાનસૂરિ નામના આચાર્ય થયા. તેઓ અનુપમ ઉપશમભાવના ઉત્પત્તિસ્થાન સમા અને સંચમ ગુણના ભંડાર હતા. મહાદેવના અટ્ટહાસ્ય જેવા ઉજવળ યશથી સાધી (ભરી) દીધી છે. દિશાઓ જેમણે એવા તે મુનિપતિને જગતમાં પ્રસિદ્ધ, સૂર્યચંદ્ર જેવા બે વિશિષ્ઠ શિષ્યો હતા. તેમાંના પહેલા શિષ્ય શ્રીજિનેશ્વરસૂરિ સંસારસાગરના મોજાઓથી ખળભળી ગયેલા ભવ્યજીવોને તારવા સમર્થ મોટા જહાજ સમાન હતા. અને બીજા શિષ્ય પૂર્ણિમાના ચંદ્ર જેવા સુંદર પ્રશંસાપાત્ર બુદ્ધિવાળા અને વ્યાકરણ તેમજ છંદશાસ્ત્રના રચયિતા બુદ્ધિસાગરસૂરિ નામના હતા. એકાંતવાદનો વિલાસ કરી રહેલા વાદીરૂપ હરણીયાઓના નાશ માટે સિંહસમાન એ બુદ્ધિસાગરસૂરિના પહેલા શિષ્ય જિનચંદ્રસૂરિ થયા. તેમણે સંવેગરંગશાળાની રચના કરી. એ કેવળ કાવ્યરચના નથી કરી પણ ભવ્યજીવોને આશ્ચર્ય પમાડનારી સંયમપ્રવૃત્તિ કરી છે. બુદ્ધિસાગરસૂરિના બીજા શિષ્ય સ્વપર શાસ્ત્રના જ્ઞાતા, વિશુદ્ધ સિદ્ધાન્તની પ્રરૂપણા કરવામાં કુશળ, અને સમગ્ર પૃથ્વીમંડળમાં પ્રસિદ્ધ અભયદેવસૂરિ થયા. જેઓએ નવાંગવૃત્તિ રચવા વડે કરીને અલંકારને ધારણ કરનારી, લક્ષણવંતી, સુંદરપદોવાળી એવી ‘સરસ્વતી’ને સ્ત્રીની જેમ પ્રસન્ન બનાવી. તેમના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિ થયા. જેઓ ચંદ્રની જેમ લોકોના મનને આનંદ આપનારા અને સઘળાય શાસ્ત્રોના અર્થને સમજાવવામાં નિપુણબુદ્ધિવાળા હતા. તેમના કહેવાથી સુમતિવાચકના શિષ્યલેશ નામના શિષ્ય ગુણચંદ્રમણિએ આ વીરચરિત્ર રચ્યું. તેમજ સુંદર અને આશ્ચર્યકારક લક્ષણોથી યુક્ત સિદ્ધ અને વીર નામના ભાઈઓ કે જેઓ આ (વીર) તીર્થપતિ પ્રત્યે પૂર્ણભક્તિ ધારણ કરનારા હતા તેઓએ બાળ જીવો સમજી શકે એવું આ ચરિત્ર રચાવ્યું. વિ. સં. ૧૧૩ન્ના જેઠ સુદ-૩ ને સોમવારે આ ચરિત્ર રચના સમાપ્ત થઈ.”
- ગુણચંદ્રગણિરચિત મહાવીર ચરિત્રની પ્રશસ્તિનું અવતરણ. “ચાંદ્રકુલમાં ગુણગણથી વૃદ્ધિ પામતા શ્રી વર્ધમાનસૂરિના શિષ્યો જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ થયા. તેમના જિનચંદ્રસૂરિ અને અભયદેવસૂરિ નામના શિષ્યો શીત-ઉષ્ણ કિરણોથી ચંદ્ર-સૂર્યની જેમ જગતમાં પ્રસિદ્ધ હતા. તેમના શિષ્ય સઘળાય શાસ્ત્રોના અર્થમાં પાર પામેલી છે મતિ જેમની એવા નામથી અને અર્થથી પ્રસન્નચંદ્રસૂરિ થયા. તેમના સેવક અને સુમતિવાચકના શિષ્યલેશ-નામના શિષ્ય દેવભદ્રસૂરિએ આ કથાર–કોષ રચ્યો. સંઘમાં ધુરંધર ગણાતા સિદ્ધ અને વીર નામના ભાઈઓની વિનંતીથી ચરમતીર્થંકર શ્રી વીરભગવાનનું ચરિત્ર રચ્યું અને વળી જેમણે સંવેગરંગશાળા નામનું આરાધનારત્ન (શાસ્ત્ર) પરિકર્મિત-સંસ્કારિત કરીને ભવ્યજીવોને યોગ્ય બનાવ્યું. અને અમલચંદ્ર ગણિએ એની પહેલી પ્રતિ (પ્રથમાદશી વિ.સં. ૧૧૫૮ માં લખી''
- દેવભદ્રાચાર્યરચિત કથારત્નકોષની પ્રશસ્તિનું અવતરણ. “તે ભગવાનનું ઈન્દ્રોને પણ વંદનીય શાસન ચાલતું હતું ત્યારે ચાંદ્રકુલમાં મોટી ગણાતી વજશાખામાં પ્રસિદ્ધ અને જ્ઞાન દર્શન ચારિત્ર ગુણનિધિ શ્રી વર્ધમાનસૂરિ થયા. જેમનું નામ સાંભળતાંની સાથે લોકો રોમાંચ અનુભવતા હતા. તેમને જગતમાં પ્રસિદ્ધ, સૂર્ય-ચંદ્ર જેવા આચાર્ય જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ નામના શિષ્યો હતા. તેમને વળી પ્રસિદ્ધ જિનચંદ્રસૂરિ અને અભયદેવસૂરિ નામના શિષ્યો હતા. સિદ્ધાંતની સંસ્કૃત ટીકાઓ-વિવેચનાઓ રચીને જેમણે ભવ્યજીવો ઉપર ઉપકાર કયોં છે. તે અભયદેવસૂરિના ગુણલવને પણ વિસ્તૃત કરવા કોણ સમર્થ છે? તેમના શિષ્ય સર્વગુણના વિધાન પ્રસન્નચન્દ્રસૂરિ હતા. તેમના ચરણ કમલને સેવતા અને વાચક સુમતગણિના શિષ્ય સંવેગરંગશાળા નામનું આરાધનાશાસ્ત્ર જગતમાં પ્રસિદ્ધ કર્યું. તેમજ વીરચરિત્ર અને કથારત્નકોષની રચના કરી. સોનાના ઇંડા (કળશ)થી શોભતા મુનિસુવ્રતસ્વામીના મંદિરથી તેમજ વીર પરમાત્માના મંદિરથી શોભતા ભરૂચમાં આમદત્ત ના મંદિર (ઘર)માં રહેલા દેવભદ્રસૂરિએ આ પાર્શ્વનાથ
VII