Book Title: Samprat Sahchintan Part 10
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા મોટાં લક્ષણો છે. રામકથાનો તો અનેક દષ્ટિબિંદુથી અનેક રીતે અભ્યાસ ચાલતો રહ્યો છે અને ચાલતો રહેશે, કારણ કે અનેક શક્યતાઓથી સભર એવો એ આકરગ્રંથ છે. કોઈપણ કથા જનસમુદાયમાં ઉત્તરોત્તર પ્રસરતી પ્રસરતી સ્થળ અને કાળના પરિમાણમાં આગળ વધે ત્યારે એમાંનાં કેટલાંક કથાઘટકોમાં જાણતાં અને અજાણતાં ફેરફાર થાય એ સ્વાભાવિક છે. રામાયણની કથા સમગ્ર ભારતની બધી ભાષાઓમાં ગ્રંથરૂપે અવતરેલી છે. વળી એ કથા કહેવાની મૌખિક પરંપરા પણ ચાલુ છે. કોઇ યુગ એવો નહિ પસાર થયો હોય કે જ્યારે ભારતમાં કોઈ ને કોઈ કથાકાર દ્વારા રામકથા ન કહેવાઈ હોય. ક્યાંક તો એ માટે સાત, નવ કે વધુ દિવસનું કથાપારાયણ પણ યોજાતું રહે છે. કેટલાયે કથાકારોએ પોતાનાં અને લોકોનાં હૈયાનું એ દ્વારા પરિવર્તન કર્યું છે અને કરાવ્યું છે. જમાને જમાને અસંખ્ય લોકોએ સહાનુભૂતિ અને હર્ષનાં આંસુ વહાવ્યાં છે. ભારતમાં વાલ્મીકિ રામાયણ ઉપરાંત જૈન પરંપરાની રામકથા પણ જોવા મળે છે. વિમલસૂરિકત “પઉમચરિય'માં તથા ગુણભદ્રકૃત ઉત્તરપુરાણ'માં તથા અન્ય ગ્રંથોમાં આ કથા વિસ્તારથી આપેલી છે. ભારતની જુદી જુદી ભાષાઓમાં અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી જુદા જુદા પ્રદેશોમાં રામકથા વિશે ગુજરાતીમાં ગિરધરકૃત, મરાઠીમાં એકનાથકૃત, હિંદીમાં તુલસીદાસકૃત, તમિલમાં કંબનકૃત એમ ઘણી મહત્ત્વની કૃતિઓ લખાઈ છે. જૈન અને અજૈન પરંપરાની એ દરેકનો નામોલ્લેખ કરવાનું અત્રે શક્ય નથી, કારણ કે એની યાદી ઘણી મોટી છે. - ભારત બહારના ઘણા દેશોમાં રામકથા ઠેઠ પ્રાચીનકાળથી પ્રસરેલી છે. એની સવિગત છણાવટ ખ્રિસ્તી મિશનરી ફાધર ડૉ. બુદ્ધેએ પોતાના ગ્રંથમાં કરી છે. અહીં અત્યંત સંક્ષેપમાં તેનું અવલોકન કરીશું. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 178