Book Title: Samprat Sahchintan Part 10
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 11
________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ છે. નાટક ભજવતાં પાત્રો પણ માત્ર હિંદુ નહિ, પણ સર્વ ધર્મનાં છે. વસ્તુતઃ કલા જ્યારે એની ઊંચી સપાટીએ પહોંચે છે ત્યારે ધર્મ એમાં અંતરાયરૂપ બનતો નથી. કલાને માત્ર ધર્મ જ નહિ, કોઇપણ પ્રકારનાં સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક ઇત્યાદિ બંધનો નડતાં નથી. At has no frontiers એમ એટલા માટે જ કહેવાય છે. બ્રિટન અને જર્મનીના યુદ્ધ વખતે પણ શેક્સપિયરના નાટકોનો અભ્યાસ જર્મન વિદ્વાનો કરતા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વખતે પણ રવીન્દ્રનાથનાં ગીતો પાકિસ્તાનમાં ગવાતાં હતાં. રાજકીય કક્ષાએ વૈમનસ્ય અને સાંસ્કૃતિક કક્ષાએ સંવાદિતતાનાં આવાં તો ઘણાં ઉદાહરણો આપી શકાય. પરંતુ એ બધાંથી પણ ચડી જાય એવાં લક્ષણો રામકથામાં રહેલાં છે. રામકથામાં કેટકેટલી ઘટનાઓમાં રહેલાં માનવીય સ્પંદનો એવાં છે કે જે સૌને સ્પર્શી જાય. કેટકેટલી ઘટનાઓમાં જાણે આપણી પોતાની, પરિવારની કે સમાજની જ સંવેદનાઓ અનુભવાતી હોય એવું લાગે છે. એટલે જ રામાયણમાં સર્વસ્વીત સંવેદનાઓનો, તત્ત્વોનો, વિચારોનો ભંડાર ભર્યો છે. આથી જ હજારો વર્ષ થયાં રામાયણની કથા આજે પણ એટલી જ જીવંત અને એટલી જ તાજી રહી છે. રામકથાનાં આ લક્ષણોને કારણેજ પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધી જ્યાં જ્યાં એ ગઈ ત્યાં ત્યાં વ્યાપી ગઈ. સમગ્ર ભારતના લોકોના હૈયામાં તો એ વસેલી છે, પરંતુ ભારત બહાર તિબેટ, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન તથા પૂર્વમાં શ્રીલંકા, બ્રહ્મદેશ, મલાયા, સુમાત્રા, કંબોડિયા, ચીન, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પણ તે વ્યાપી ગઈ હતી. આમ સર્વસ્વીકૃતતા અને વ્યાપક્તા એ રામકથાનાં બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 178