Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જમાનામાં હશે જ. ભક્ત સંસાર પેદા કરે. પણ પછી ભગવાન તે ચલાવે તેવી પંગુ વિચારણા ચાલી. આમાં વિદ્યા-અવિદ્યાને સમન્વય તો રહે જ ક્યાંથી? ઉપનિષદોએ એ શ્લોકત્રયીમાં કહેલું જ હતું કે એકલી અવિદ્યાની ઉપાસના કરનાર અંધકારમાં પડે છે, પણ એકલી વિદ્યાની ઉપાસના કરનારા તે એના કરતા વધારે ઘોર અંધકારમાં પડે છે. [૪]. . . પરોકાભિમુખ સુદામાએ આવા વધારે વેર અંધકારમાં આથડતાં મિશ્યા ગૌરવમાં કહ્યા કર્યું છે કે કોની સ્ત્રી, કેનાં બાળકો, ડેનું ધર, બધું જ માયા જ છે. આ ચાર દિનની ધર્મશાળા છે, તે ગંદી હોય, ખખડી જાય, ૫રદેશીના હાથમાં જાય તોય શું? આપણે તે અક્ષય પરલોકધામના, કઠ, ગાલેક, બ્રહ્મલોકના અમર નિવાસી છીએ. આવી ક્ષુદ્ર વાતમાં સમય શું આપવો ? ભજન કરે ભગવાન બધું સંભાળી લેશે. અજ્ઞાનમાં અટવાતો પુરુષાર્થહીન ખંડ ખંડમાં વહેંચાયેલ આ સમાજ હારતો જ રવો, હારતો જ રહ્યો. મુસ્લિમેનું રાજ્ય ગયા પછી અંગ્રેજો જીત્યા પણ તે તેની આ ઘોર નિંદર ન તૂટી. નાનક એક એવા પુરૂષ હતા કે જેમની ઊંઘ ઊડી ગઈ હતી. તેઓ એકવાર યોગપ્રક્રિયા અંગેની કેઈ ગૂંચ વિષે પૃચ્છા કરવા પહાડ પર રહેતા મોટા યોગીઓને મળવા ગયેલા, વાત પતી ગઈ અને પાછા ફરતા હતા ત્યારે આ યોગીઓમાંનાં કોઈકે પૂછ્યું. “નીચે કેમ ચાલે છે?” નાનક કહે “આપ જેવા મહાન પુરષો ઉપર જ રહે તે નીચે કેવું ચાલતું હશે તે સમજી જાઓ ને ?” નાનક નીચે જ રહ્યા અને વિદ્યા–અવિદ્યા બનેનું કાંઈક જોયુ પરિણામે તેમના અનુયાયીઓએ મઘલ સલ્તનતને હચમચાવી નાંખી પણ કબીર, નાનક, દાદુ, ભુલાશાહ, રવિસાહેબ, રોહીદાસ કાઈનું સંભળાયું નહીં, તેમને માન આપી ઉપર બેસાડી દીધા. જે રફતાર હતી તે જ ચાલ્યા કરી. : પમ અને આત્મસુધારણુ તથા સમાજ સુધારણાને નાડીઝાણું સંબંધ છે તે વાત સાંભળી જ નહીં, પેશવાઓએ નાણાં વ્યવસ્થાને વિચાર જ ન કર્યો. જાણે સરદેશમુખી કે ચોથની જેર જમેલાની તદબીરથી બધુ ચાલશે, એમ માની લીધું. તેમને વિજ્ઞાનની તે ગમ જ નહોતી, મોટા બાન અપાતાં. પણ જના ભંગાર કાટમાળને સાચવી રાખનારા પોથી પંડિતને. ન તે તેમણે અને જેવા નકશા બનાવ્યા, ન તે બંદૂક, તાપે બનાવી. ન બધાને સમાન ગણવી તરફ ચાલ્યા. ઉલટ શિવાજીની નમ્ર શરૂઆતને તેમણે ભૂસી નાખી. મરાઠી ઇતિહાસકાર સરદેસાઈએ આ વલણની નાની વિગત નોંધી છે. શિવાજીએ બાજીપ્રભુની બલિદાનની કદર રૂપે પ્રભુને જનોઈ ધારણ કરવાની રજા આપી હતી. પ્રભુ લેકે નીચલી કોમના ગણુતા, પણ તેમની મરાઠી સ્વરાજ માટેની કામગીરી જોઈ શિવાજી મહારાજે તેમને જોઈ પહેરવાનો અધિકારપત્ર આપે. બ્રાહ્મણ નારાયણરાવ પેશવાએ એ રદ કયો. તેથી પ્રભુએ ઉશ્કેરાયા. નારાયણરાવના ખૂનમાં ચારપાંચ પ્રભુએ હતા. આવું જ સામાજિક સુધારા વિષે શિવાજી મહારાજે મુસ્લિમ થયેલાને પણ પાછા હિન્દુત્વમાં લીલા અને ઊંચા કુળની કન્યાઓ અપાવલી, પણ મોટા રાજનીતિન ગણાતા નાના ફડનવીસે બાવન વર્ષની ઉંમરે નવ વર્ષની કરી જોડે લગ્ન કર્યું હતું, આવું જ પેશવા બાલાજીરાવનું છે. પાણિમતના મેદાનમાં સદાશિવરાયને મદદ કરવા જતાં રસ્તામાં એક નાની કરી સાથે લગ્ન કરવાં તે કાઈ ગયેલું. વિએ ત્યાં પાણિગ્રહણું કરાવ્યું. ત્યાં પાણીપતનું યુદ્ધ પૂરું થઈ ગયું આપણી સંસ્કૃતિનાં ભરતીઓટ, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95