Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજામિલ–આખ્યાન અને ગુણનિધિચરિત્રની તુલના
અનિલ કે. શાસ્ત્રી *
(૧) અજામિલ આખ્યાન શ્રીમદ્ભાગવત પુરાણના ૬/૧-૩ માં અને ગુણનિધિચરિત્ર શિવમહાપુરાણની દ્ધસંહિતા-સૃષ્ટિખંડના અધ્યાય ૧૭ થી ૨૦ માં પ્રાપ્ત થાય છે. અજામિલ આખ્યાન ભગવાન વિષ્ણુ અને યમરાજાના દૂતને સંવાદમાં આવે છે, જ્યારે ગુણનિધિચરિત્ર ભગવાન શિવના કલાસગમન અને કુબેરની મિત્રતાના કથન પ્રસંગે આવે છે. (૨) અજામિલ કાન્યકુન્જ નામના નગરમાં નિવાસ કરનાર બ્રાહ્મણ હતા. તે દાસીપતિ હતો. જેમ કે
#ાવુકને દ્વિઝઃ શ્ચિત્ રાણીપતિ ગામિત્ર: //૬-૧-૨ // અજામિલનાં માતાપિતા અને પત્નીનો ઉલ્લેખ જ્યારે તે પોતાના દુરાચારની નિંદા કરતા હોય છે ત્યારે પ્રાપ્ત થાય છે. જેમકે
वृद्धा वानायौ पितरौ नान्यबन्धू तपस्विनौ । अहो मयाधुना त्यक्तावकृतज्ञेन नीचवत् ॥ भाग ६-२-२८॥ धिङ्मा विगर्हित सद्भिर्दुष्कृत कुलकञ्जलम् ।
हित्वा बालां सती योऽई सुरापामसतीमगाम् ॥भा. ६-२-२७॥ ગુણનિધિ કપિલ્ય નગરમાં નિવાસ કરતા સાત્વિક બ્રાહ્મણ યજ્ઞદત્તને પુત્ર છે, તેના પિતા અને કુળની વિસ્તૃત માહિતી મળે છે. જેમ કે
आसीत्कापिल्यनगरे सोमयाजिकुलोद्भवः । दीक्षितो यज्ञदत्ताख्यो यज्ञविद्याविशारदः ॥ वेदवेदांगवित्प्राज्ञो वेदान्तादिषु दक्षिणः ।
રાકમાન્યોડ વંદુવા વવા. શર્તિમાનનઃ || ૧૭–-દો! ગુણનિધિની માતા અને પત્નીને ઉલ્લેખ માત્ર પ્રાપ્ત થાય છે. (૧૭–૧૭-૧૮)
આમ ગુણનિધિને જન્મ ઉત્તમ, વિદ્યાસંપન્ન, પ્રતિષ્ઠિત, રાજ્યાશ્રય અને રાજ્યસન્માન પ્રાપ્ત થયેલ બ્રાહ્મણકુળમાં થયો છે.
(૩–૪) અજામિલના પૂર્વજીવન વિષેની માહિતી વિષ્ણુદૂત અને યમદૂતોના સંવાદમાંથી પ્રાપ્ત થાય છે. અજામિલ પિતૃભક્ત, વેદશાસ્ત્રસંપન્ન, સદાચારી, ગુણવાન, વ્રતધારી, કમળ સ્વભાવને, ઈન્દ્રિયનિગ્રહી, સત્યનિષ્ઠ, મંત્રવેત્તા, પવિત્ર, ગુરુ, અગ્નિ, અતિથિ તથા વૃદ્ધોની સેવા કરનાર, પ્રાણીઓને મિત્ર ઇત્યાદિ વિદ્વાન ઉપરાંત અને ઉત્તમ ગુણો ધરાવનાર હતો.
* વ્યાખ્યાતા, સંસ્કૃત વિભાગ, જયેન્દ્રપુરી આસ કૅલેજ, ભરૂચ અજામિલ–આખ્યાન અને ગુણનિધિચરિત્રની તુલના ]
[ ૨૯
For Private and Personal Use Only