Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 52
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન, મધ્યકાલીન, મરાઠાકાલીન અને અંગ્રેજોના શાસનકાળ દરમ્યાનના સમય ગાળાના ચાલીસ જેટલા અભિલેખોને એમાં સ્થાન અપાયું છે. પ્રારંભમાં સંદર્ભસૂચિ અને સામયિકોને ઉલ્લેખ કરી પ્રથમ ઇતિહાસમાં પ્રમાણનું કેટલું મહત્વ છે તે દર્શાવી ગુજરાતમાં અભિલેખક્ષેત્રે વિદ્વાનોએ તેમજ સંશોધનક્ષેત્રે સંસ્થાઓએ કરેલ કામગીરીનો ઉલ્લેખ કર્યો છે. વળી અભિલેખ પર કાર્ય કરવા ઇચ્છતા સંશોધકોને ઉપયોગી બને એવી સૂચિ અંગેની કાર્યવાહી જણાવી પ્રાચીન લિપિ અને તેના થયેલ વાચન માટેના પ્રયત્ન વિગત દર્શાવ્યા છે. આમ લિપિ વિજ્ઞાનનો ખ્યાલ આપી વિભાગ-૧ માં પ્રાચીન કાલને લગતાં તામ્રપત્રો જે દસ જેટલાં થાય છે તેની અનુક્રમણિકા આપી છે. એમાં પ્રથમ સાત તામ્રપત્રોમાંથી માત્ર કલચુરિ રાજ શંકરગણુનું લપકામણુનું દાનશાસન બાદ કરતાં બાકીના ૬ દાનશાસને મૈત્રક રાજાઓનાં છે જેમાં કુકડ, ઘુનડા(ખાનપર), વડનગર, તાલાળા અને અને આસોદર ગામોમાંથી પ્રાપ્ત તામ્રપત્રો છે. એક તામ્રપત્ર ના. રાજકોટ ઠાકાર શ્રી મનોહરસિંહજી પાસે છે જેનું પ્રાપ્તિસ્થાને અજ્ઞાત છે. બાકીનાં ત્રણ તામ્રપત્રો બનાવટી જણાયાં છે. જેમાં ધરસેન ૨ જાનું સુરતનું તામ્રપત્ર, સહબાજુન (કાવીય)નું આગરવાનું તામ્રપત્ર અને વીરધવલ વાઘેલાના સમયનું તામ્રપત્ર છે. આવાં તામ્રપત્રો ક્યારેક કેઈ ઠેકાણે સચવાયેલાં હોય છે. છતાં એ તામ્રપત્ર ધરાવનાર વ્યક્તિ જાણે એમાં મોટો ખજાનો દાટેલે લખ્યો હોય એમ માની એ તામ્રપત્ર સંતાડતા ફરે છે ને છેવટે એ વાંચવાની મુશ્કેલીથી કંટાળી કાં તો સંતાડી મૂકે છે કાં ભંગારનાં ભાવમાં વેચી દેતા હોય છે. આથી નુકશાન તે સમાજને થતું હોય છે. એમાં રહેલી છે તે કાળની રાજસત્તા, જાતિ, સંસ્કૃતિ કે ગામ વગેરે અંગેની કીમતી માહિતી નાશ પામે છે. ખરી રીતે તે આવા તામ્રપત્રો એના અધિકારી જાણકારો પાસે વંચાવવાની પ્રથા શરૂ થાય તો જ આ રાષ્ટ્રીય વ્યય અટકે. બીજા વિભાગમાં મધ્યકાલને આવરી લઈ તે સમયના અભિલેખો અપાયા છે, જેમાં મહમદ બેગડાના સમયની સાંપાની વાવના બે શિલાલેખો, વડવાની વાવના ચાર શિલાલેખો અને છેલ્લે સલ્તનતકાલને મહેમદાવાદનો એક ઐતિહાસિક શિલાલેખ. તેમાં વડનગરના ભૂષણરૂ૫ બે નાગર વણિકાના કલમાં મંત્રી કાલૂ અને સત્યે આ વાવ સાંપા ગામે બંધાવ્યાનું જણાવ્યું છે. વડવાની વાવના શિલાલેખે વાવ બંધાવનાર મેહર સુત ધનદ અને એને પુત્ર-પૌત્રાદિકના નામે લેખ સાથે સૂત્રધાર રાજાસત ધના અને દેવદાસસુત ખાતાનું નામ મળે છે. બીજી પ્રશસ્તિમાં મિહિરનું જે નામ આપ્યું છે તેને લેખકોએ સરતચૂકથી કે ઉતાવળમાં મિહિર કે મેર સાથે જોડવા પ્રયત્ન કર્યો છે જે યોગ્ય જણાતું નથી. કારણ કે અહીં મિહિર વ્યક્તિ નામ છે જાતિ નામ નથી તેમ લાગે છે, કારણ કે તેના પુત્ર ધનદને તાંબૂલી (તંબોળી) કહ્યો છે, મહેમદાવાદને એતિહાસિક શિલાલેખ અનેક રીતે મહત્ત્વનો છે. ત્રીજો વિભાગ પ્રાદેશિક રાજવંશને લગતો છે જેમાં (૧) ઘુમલીના પાળિયા લેખમાં ૧૪ જેટલા પાળિયાઓની વાચના આપેલી છે. ત્યાર પછીને અભિલેખ ઘૂમલીના રાણું રામદેવજીના સમયના છે. જેને વિગતે અભ્યાસ આપવા પ્રયત્ન કરેલ છે. એ માટે તેમાં જસધવલજીથી વિકમાતજી સુધીના ૧૬ રાજવીઓની સાલ સાથે નામાવલી આપેલી છે, જો કે આમ છતાં એમાં કેટલીક ત્રુટી તો રહે જ છે. ગ્રંથસમીક્ષા] [૪૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95