Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 51
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સહધર્મચારિણીરમાના પાત્રની મૂક સંવેદના અને એની સહનશીલતાની ચરમસીમાં ગંભીર રીતે દર્શાવાઈ છે. લેખ ૩ માં પુરાણોમાં ભારતયુદ્ધ પછીના જે રાજવંશેની માહિતી આપેલી છે તેમાં મૌર્ય વંશને લગતી માહિતી જુદાં જુદાં પુરાણોમાં કેટલાક વિગતભેદ સાથે દર્શાવાઈ છે, એની યથાતથ સમીક્ષા કરવામાં આવી છે. લેખ ૪ માં બૌદ્ધ સાહિત્યની સુવિખ્યાત જાતકકથાઓનાં સ્વરૂપ, એના ઉપોદઘાતરૂપે આવતી નિદાનકથા, જાતકકથાઓના ઘણું રસિક વિષયો તેમજ પ્રસંગેનું નિદર્શન કરેલું છે. પાંચમા લેખમાં જગતની અગ્રગણ્ય પ્રાચીન મિસરની સભ્યતામાં થઈ ગયેલી મિસરની મહાન રાણી કલીઓપેટ્રાનું આબેહૂબ શબ્દચિત્ર ઉપસાવવામાં આવ્યું છે. છઠ્ઠા લેખમાં સંસ્કૃત રંગભૂમિ ઉપર પુરુષપાત્રો અને સ્ત્રી–પાત્રોની ભૂમિકા કોણ ભજવતું એ સમસ્યા અંગે સંસ્કૃત નાટકામાંથી ઉદ્ધરણો ટાંકી વિશદ ચર્ચા કરવામાં આવી છે. “ચાર્વાકદર્શન નામના ૭ મા લેખમાં ભારતમાં વેદકાલ દરમ્યાન અને એ પછી તત્વચિંતનની જે વિચારધારાઓ વિકસી, તેમાં ચાર્વાક દર્શનની વિચારસરણી પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, તેમજ ચાર્વાકના લેકાયત મતનું પુનમૂલ્યાંકન દાર્શનિક અને સામાજિક તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ થવું જોઈએ એવું મંતવ્ય પ્રસ્તુત કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પારસીઓને પહેલે વસવાટ' નામક ૮મા લેખમાં પારસીઓના પ્રથમ વસવાટની મિતિ વિશે વિશદ ચર્ચા કરવામાં આવી છે તેમજ જાદિ રાણાના વંશ અને એની રાજધાની વિશે અદ્યતન પ્રમાણને આધારે તકબદ્ધ મંતવ્ય રજૂ કરાયું છે. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં સેરઠમાં પ્રચલિત થયેલા સિંહ સંવત વિશે ૯ મા લેખમાં પ્રમાણભૂત અને વિશદ માહિતી રજુ કરાઈ છે. સોલંકી વંશમાં રાજા ભીમદેવ ૨ જાના રાજ્યકાળ દરમ્યાન સત્તાધીશ થયેલા જયસિંહ ૨ જાના રાજ્યકાલનો પ્રશ્ન ચર્ચવામાં આવ્યો છે. નાગર ઈતિહાસની દૃષ્ટિએ એ લેખમાં નાગરોની ઉત્પત્તિ અને પ્રાચીનતા વિશે છણાવટ કરવામાં આવી છે. ૧૨ માં લેખમાં નાગર કવિ નાનાકની ઉજજવળ કારકિદીને બિરદાવવામાં આવી છે. આમ આ લેખસંગ્રહમાં હરિવંશ, રામાયણ. પુરાણો. બૌદ્ધ જાતક કથાઓ, સંસ્કૃત સાહિત્ય તથા દશનવિષયક વિવિધ એતિહાસિક વિષયો વિશે વિવેચનાત્મક વિશ્લેષણ રજૂ કરાયું છે. ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના બહુશ્રત વિદ્વાન ડે. હરિપ્રસાદ શાસ્ત્રીના આ પ્રકાશનને આવકારતા આનંદ થાય છે. આશા છે–ભારતીય ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિમાં અભિરુચિ ધરાવતા સહુ કોઈને આ લેખસંગ્રહ આસ્વાદ્ય અને માહિતીપ્રદ જણાશે. –ભારતી શેલત ગુજરાતના અભિલેખ : સ્વાધ્યાય અને સમીક્ષા' લેખકો : ડૅ. પ્રવીણચંદ્ર પરીખ અને ડ, ભારતી શેલત; પ્રકાશક : પ્રવીણચંદ્ર પરીખ, A/5, શીલ એપાર્ટમેન્ટ, મીરાબિકા રોડ, નારણપુરા, અમદાવાદ-૧૩, પ્રકાશને વર્ષ: એંગસ્ટ-૧૯૯૧, મૂલ્ય રૂા. ૬૪, પૃ. ૧૬૦ + પ્લેટ ૧૬ છેટલાં ત્રીસેક વર્ષથી સાહિત્યિક તેમજ પુરાતાત્ત્વિક સાધનોનો અભ્યાસ સઘન રીતે કરવાનું આરંભાયું. તેમાં ભિન્ન ભિન્ન સામયિકોમાં વિશિષ્ટ અભિલેખ સ્થાન પામતા રહ્યા. હજુ હમણાં જ ગજરાતના અભિલેખ : સ્વાધ્યાય અને સમીક્ષા” નામનું ઉપયુક્ત પુસ્તક અમદાવાદના જે. જે. વિદ્યાભવનના અધ્યક્ષ ડો. પ્રવીણચંદ્ર પરીખ અને તેમના સહકાર્યકર પ્રા. ડે. ભારતીબહેન શેલત તરફથી પ્રકાશિત કરવામાં આવ્યું છે. ૪૮] [સામીપ્ય : એપ્રિલ, '૯૨–સપ્ટેમ્બર, ૧૯૯૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95