Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવી સરસ્વતી ચોથા પ્રકરણનો વિષય બનાવી અગાઉની જેમ વૈદિક સાહિત્યથી આરંભી પુરામાં તથા પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં સરસ્વતીને થતો વિકાસ દર્શાવ્યું છે. ત્રવેદમાં એનું માનવસ્વરૂ૫ સ્પષ્ટ થતું નથી તે યજુર્વેદમાં તે વાણીની દેવી, તેમજ વૈદ્ય સ્વરૂપ બનેલી દર્શાવાય છે, તે અથર્વવેદમાં માનવશરીરના નુકશાનકારક જંતુઓનો નાશ કરનાર, વંશાવર્ધન માટે સ્તુતિ યોગ્ય બની રહે છે. બ્રાહ્મણગ્રંથમાં વાÈવતા બની પ્રજાપતિ સાથે સંકળાય છે જે પુરાણ અનુસાર બ્રહ્માના દેહના અર્ધ ભાગમાંથી નિર્મિત થયેલી છે. એનાં વિભિન્ન નામે પુરામાં મળે છે તેમ તેની ઉત્પત્તિ પણ જુદી જુદી રીતે થયેલી જોવા મળે છે. તેમ સાવિત્રી અને સરસ્વતી અંગેનું વૃત્તાંત રોચક બની રહે છે. પાછળથી પ્રશિષ્ટ સાહિત્યમાં સરસ્વતીની વાણી, વિદ્યા, સંગીત અને કાવ્યની દેવી તરીકે નિર્દેશ મળે છે.
પુરાવશેષોમાં સમદ્રગુપ્તના સિકકાઓ ઉપર સરસ્વતીનું આલેખન થયું હોવાનું કેટલાક વિદ્વાનનું મંતવ્ય છે. આ દેવીની પ્રતિમાઓનું પ્રતિમા વિધાન લેખક વિભિન્ન શાસ્ત્રો જે જદી જુદી રીતે આપે છે તેની ચર્ચા કરી, બાર સ્વરૂપ કાષ્ઠકરૂપે આપે છે. ભારતમાં અને ગુજરાતમાં તેની પ્રાચીનતા અને પ્રસાર દર્શાવી જુદા જુદા ભાગોમાં મળતી સરસ્વતીનું વર્ણન વિગતે આપ્યું છે, ને છેલ્લે કાષ્ઠક આપી ગુજરાતની સરસ્વતીની પ્રતિમાઓની વિશેષતાઓ દર્શાવી છે. આપણે ત્યાં લક્ષ્મી કરતાં સરસ્વતીની આરાધના ઓછી થઈ તે એના પરથી સમજાય છે.
પાંચમા પ્રકરણને વિષય પાર્વતી-ગૌરી કે ઉમા છે. જે હવિષ્કના સિક્કા ઉપર એણે તરીકે જોવા મળે છે. આ દેવી લોકજગતમાં અત્યંત જાણીતી હોઈ તેના વિશે વિવેચન જરૂરી જણાતું નથી. શિલ્પશાસ્ત્રોમાં તેમનું સ્વરૂપ આપેલું છે. ભારતમાં કૃષ્ણકાલથી એની પ્રાચીનતા જોવા મળે છે. ગુજરાતમાંથી ૫૪ જેટલી પ્રતિમાઓ મળે છે જેનું વિગતવાર વર્ણન લેખકે કરેલું છે. આ બધામાં ૧૧ મી સદી આસપાસના પીઠડિયા(જિ. રાજકોટ)ને શિલ્પપદ ૧૦૮ આકૃતિઓવાળો વિશિષ્ટ ગણાય તેમ છે.
પાવતીનું જ એક સ્વરૂપે દગી ત્યાર પછીના ૬ઠ્ઠા પ્રકરણને વિષય છે. તે પણ એટલું જ જાણીતું સ્વરૂપ છે. એના અંગે વૈવિધ્યપૂર્ણ નિરૂપણે જોવા મળે છે. જેમાં ક્ષેમકરી. અંબિકા. વ્યાઘેશ્વરી, તથા ઘંટાકીને પરિચય લેખક આપે છે. તે ઉપરાંત તેનાં વિરોચની, કાત્યાયની, કન્યાકુમારી નામો પણ મળે છે. શક પક્લવ રાજવી અયના સિક્કાઓ ઉપર દુર્ગાના સ્વરૂપનું આલેખન હોવાનું વિધાને જણાવે છે. એમનું પ્રતિમવિધાન વિવિધ પુરામાં મળે છે.
આમ તે મહિષમર્દિની પણ દુર્ગા કે ઉમા-પાર્વતીનું જ સ્વરૂપ છે. પ્રાચીન કાલથી તેની મૂતિઓ ભારતભરમાં બનતી રહી છે. પથરૂ૫ મહિષ અને દાનવરૂ૫ મહિષ બંને પ્રકારની પ્રતિમાઓ મળે છે. વિધ્યવાસિની, કંટરવાસિની જેવાં નામે પણ તે ઓળખાઈ છે. મુદ્દા પર પણ તેનું અંકન થયેલું છે. આ મહિષમર્દિની પરાક્રમશાળી બતાવવા, તેને બે હાથથી માંડી વીસ ભુજેશ્વરી પણ કહી, તે પ્રમાણે મતિઓ ઘડાયેલી છે. લેખકે ૭૦ જેટલી મૂતિઓ કેઠકમાં આપી છે જેમાં પાંચ સ્વરૂપો ૨૦ જુન ધરાવે છે.
આઠમા પ્રકરણનો વિષય સપ્તમાતૃકા છે. જે સમગ્ર પ્રકરણમાં વિશેષ પૃષ્ઠ રોકે છે. શક્તિપુજના કારણે માતશક્તિમાં દેવત્વની ભાવના ધારણ કરી. તેનું સમય નિર્ધારણ ઈ. ૫ ૪ થી સદી એટલે
[સામય : એપ્રિલ, '૮૨–સપ્ટેમ્બર, ૧૯૯૨
For Private and Personal Use Only